ઝી બ્યુરો/અમદાવાદ: આજે ગુજરાતમાંથી વધુ બે લાંચિયા પકડાયા છે. એક અમદાવાદમાંથી અને બીજો વલસાડના વાપીમાંથી ઝડપાયો છે. અમદાવાદ ખાતે ESICનો લાંચિયો આસિસ્ટન્ટ ડાયરેક્ટર કમલકાંત મીણાને 3 લાખની લાંચ લેતા ACBએ ઝડપી પાડ્યો છે. એક બિઝનેસમેન પાસે વીમાની પતાવટ કરવા માટે લાંચિયાએ ચાર લાખ રૂપિયાની માગણી કરી હતી. જો કે અંતે ત્રણ લાખ રૂપિયા આપવાનું નક્કી થયું હતું. જો કે બિઝનેસમેન લાંચ આપવા તૈયાર નહિ હોવાથી ગુજરાત એન્ટી કરપ્શન બ્યૂરોનો સંપર્ક કર્યો હતો. તો વાપીન આસિસ્ટન્ટ પીએફ કમિશ્નર અને એન્ફોર્સમેન્ટ ઓફિસર પાંચ લાખ રૂપિયાની લાંચ લેતા પકડાયા છે. ક્લાસ વન અને ક્લાસ ટુ અધિકારીને લાંચ લેતા ACBએ પકડી પાડ્યા. બિલ્ડરે કંપનીમાં કામ કરતાં કર્મચારીઓના પીએફ કપાવવાની કાર્યવાહી નહોતી કરી જેનો કેસ ચાલી રહ્યો હતો અને કેસની પતાવટ માટે અને દંડની રકમ ઓછી કરવા માટે બંને લાંચિયા અધિકારીઓએ લાંચ માગ હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ આગાહીથી લોકો ચિંતામાં! 2036 સુધી આવી આફતોથી દેશના 147 કરોડથી વધુ લોકો પ્રભાવિત થશે


અમદાવાદ ખાતે ESICના આસિ. ડાયરેકટર 3 લાખની લાંચ લેતો ઝડપાયો
અમદાવાદ ઈન્કટેકસ ચાર રસ્તા પાસે આવેલી કર્મચારી રાજ્ય વીમા નિગમ કચેરીમાં ટ્રેપ ગોઠવી એસીબીએ ક્લાસ વન અધિકારીને લાંચ કેસમાં ઝડપ્યા છે. આસિસ્ટન્ટ ડાયરેકટર કમલકાંત પ્રભુદયાલ મીણાની રૂપિયા 3 લાખના લાંચ કેસમાં ધરપકડ કરવામાં આવી છે. એક બિઝનેસમેનને કર્મચારી રાજ્ય વીમા નિગમ (ESIC) તરફથી કર્મચારીઓના વીમાની કપાત (ESI) પેટે રૂપિયા 46,29,082 ની નોટિસ આપવામાં આવી હતી. 


આ બાબતે કોઈ રકમ બિઝનેસમેનને ભરવાની થતી ન હતી. સમગ્ર મામલે બિઝનેસમેન જરૂરી દસ્તાવેજો સાથે કમલકાંત મીણાને મળવા જઈ રજૂઆત કરી હતી. આ સમયે આસિ. ડાયરેકટર કમલકાંત મીણાએ મામલો પતાવવા શરૂઆતમાં 4 લાખ રૂપિયાની લાંચ માંગી હતી. રક્ઝકના અંતે 3 લાખ નક્કી કર્યા હતા. જ્યારે નોટિસની રકમ 46,29,082 રૂપિયામાંથી 2 લાખ કરી આપવાની ખાતરી કમલકાંત મીણાએ આપી હતી. બિઝનેસમેન લાંચ આપવા તૈયાર નહિ હોવાથી ગુજરાત એન્ટી કરપ્શન બ્યૂરોનો સંપર્ક કર્યો હતો.


હવે પછીનો સમય ગુજરાત માટે જબરો ખતરનાક! આ સિસ્ટમ ગુજરાતમાં છપ્પર ફાડકે વરસાદ લાવશે


આજ રોજ અમદાવાદ આશ્રમ રોડ ખાતે આવેલી કર્મચારી રાજ્ય વીમા નિગમ કચેરીના પ્રથમ માળે એસીબીએ ટ્રેપ ગોઠવી હતી. કમલકાંત મીણાએ રૂપિયા 3 લાખની લાંચ સ્વીકારતા એસીબી ટીમે તેમને ઝડપી લઇ લાંચની રકમ કબજે કરી હતી. એસીબી અમદાવાદના પીઆઈ શ્રીમતી એ. કે. ચૌહાણ અને તેમની ટીમે ટ્રેપ ગોઠવી હતી. જ્યારે પીઆઈ એન. બી. સોલંકી તેમની મદદમાં હતા. સુપરવિઝન અધિકારી તરીકે મદદનીશ નિયામક જી. વી. પઢેરીયા રહ્યાં હતાં.


વાપીના આસિ. પી.એફ. કમિશનર અને એન્ફોર્સમેન્ટ ઓફિસર 5 લાખની લાંચ લેતા ઝડપ્યા
વલસાડ જિલ્લાના વાપી ખાતે ગંજન ચાર રસ્તા પાસે આવેલા સ્નેહદીપ કોમ્પલેક્ષમાં એસીબીની ટીમે ટ્રેપ ગોઠવી એક ક્લાસ વન અને બીજા ક્લાસ ટુ અધિકારીને 5 લાખના લાંચ કેસમાં પકડ્યા છે. કેન્દ્ર સરકારના બંને અધિકારી હર્ષદકુમાર પરમાર (વર્ગ 1) અને સુપ્રભાત રંજન તોમર (વર્ગ 2)ની લાંચ કેસમાં ધરપકડ કરી જરૂરી કાર્યવાહી હાથ ધરી છે.


પહોંચો ભાદરવી મેળે...ઉકળી રહ્યો છે ત્રણ લાખ કિલોનો મોહનથાળ, શું છે પ્રસાદની ખાસિયતો?


5 લાખ રૂપિયાની લાંચ માગી હતી
દક્ષિણ ગુજરાતમાં ખાનગી કંસ્ટ્રકશન કંપની ચલાવતા એક બિલ્ડરે તેમની કંપનીમાં કામ કરતા કર્મચારીઓના પી.એફ. કપાવવાની કાર્યવાહી કરી ન હતી. આથી પી.એફ. કચેરી ખાતેથી બિલ્ડરની કંપનીને નોટિસ મળી હતી. સમગ્ર મામલે વાપી પી.એફ. કચેરી ખાતે કેસ ચાલતો હતો. આ મામલામાં કેસનો ઝડપી નિકાલ કરવા તેમજ બિલ્ડરને થનારા દંડની રકમ ઓછી કરવા હર્ષદ લખુજીભાઈ પરમાર અને સુપ્રભાત રંજન અવનેન્દ્રનાથસિંહ તોમરે ભેગા મળીને 5 લાખ રૂપિયાની લાંચ માગી હતી.


આ બે નવા ફોરલેન બ્રિજની ગુજરાતને મોટી ભેટ, CM ભૂપેન્દ્ર પટેલે આપી સૈદ્ધાંતિક મંજૂરી


પીએફ કમિશનરની ચેમ્બરમાં ટ્રેપ ગોઠવાઈ હતી
બિલ્ડર લાંચની રકમ આપવા માગતા નહિ હોવાથી તેમને ગુજરાત એન્ટી કરપ્શન બ્યૂરોના અધિકારીનો સંપર્ક કરી ફરિયાદ કરી હતી. આજરોજ એસીબીની ટીમે વાપી સ્નેહદીપ કોમ્પલેક્ષ ખાતે આવેલી આસિ. પીએફ કમિશનરની ચેમ્બરમાં ટ્રેપ ગોઠવી હતી. આસિ. પીએફ કમિશનર હર્ષદ પરમારના કહેવાથી એન્ફોર્સમેન્ટ ઓફિસર સુપ્રભાત રંજન તોમરે 5 લાખની લાંચ સ્વીકારી હતી. દરમિયાનમાં એસીબી ટીમે બંનેને રંગે હાથ ઝડપી લઇ લાંચની રકમ કબજે કરી હતી. ટ્રેપ કરવામાં એસીબી પીઆઈ જે. આર. ગામીત અને તેમની ટીમ સામેલ હતી. જ્યારે સુપરવિઝન અધિકારી મદદનીશ નિયામક સુરત આર. આર. ચૌધરી હતા.