પહોંચો ભાદરવી મેળે...ઉકળી રહ્યો છે ત્રણ લાખ કિલોનો મોહનથાળ, જાણો શું છે પ્રસાદની ખાસિયત?

અંબાજી આવતા યાત્રિકો મંદિર માં અંબેના દર્શન કર્યા બાદ અચૂક માતાજીનો મોહનથાળ નો પ્રસાદ લેવાનું ચૂકતા નથી જો પાડોશીને ખબર પડે કે અંબાજી જઈ રહ્યા છે તો એ પણ કહી દે મારા માટે મોહનથાળ નો પ્રસાદ લેતા આવજો. આ જ ખાસિયત રહી છે અંબાજી મંદિરના મોહનથાળના પ્રસાદની...

પહોંચો ભાદરવી મેળે...ઉકળી રહ્યો છે ત્રણ લાખ કિલોનો મોહનથાળ, જાણો શું છે પ્રસાદની ખાસિયત?

પરખ અગ્રવાલ/અંબાજી: અંબાજી ખાતે ભરાનાર ભાદરવી પૂનમના મેળાને હવે માત્ર બે દિવસ જ બાકી રહ્યા છે ને જેમાં લાખોની સંખ્યામાં પદયાત્રીઓ અંબાજી ખાતે ઉમટી પડશે ને અંબાજીના માર્ગો બોલ મારી અંબે જય જય અંબેના નાદથી ગુંજી ઉઠશે. અંબાજી આવતા યાત્રિકો મંદિર માં અંબેના દર્શન કર્યા બાદ અચૂક માતાજીનો મોહનથાળ નો પ્રસાદ લેવાનું ચૂકતા નથી જો પાડોશીને ખબર પડે કે અંબાજી જઈ રહ્યા છે તો એ પણ કહી દે મારા માટે મોહનથાળ નો પ્રસાદ લેતા આવજો. આ જ ખાસિયત રહી છે અંબાજી મંદિરના મોહનથાળના પ્રસાદની...

આ મોહનથાળનો પ્રસાદ અંબાજી મંદિરમાં વર્ષોથી વહેંચાતો આવ્યો છે. આ વખતના મેળા માટે પણ મંદિર ટ્રસ્ટ દ્વારા ત્રણ લાખ કિલો ઉપરાંત આ મોહનથાળ ના પ્રસાદ તૈયાર કરાવી રહ્યા છે જેના નાના મોટા 25 લાખ પ્રસાદના બોક્સ તૈયાર કરાશે. અંબાજી મંદિર માં પણ પ્રસાદ લેવા માટે ભક્તોની લાઈન લાગતી હોય છે ને ભક્તો માતાજીના પ્રસાદના એક નહીં અનેક પેકેટ યાત્રીકો સાથે લઈ જતા હોય છે ને યાત્રીકો દ્વારા એવું પણ જણાવાયું છે કે જો અંબાજી જઈએ મોહનથાળનો પ્રસાદ ન લાવીએ તો યાત્રા અધૂરી ગણાય...મોટી સંખ્યામાં ભક્તો માના આ મોહનથાળના પ્રસાદનો લાભ લેતા હોય છે.

એટલું જ નહીં અંબાજી મંદિર સ્થાન ટ્રસ્ટ દ્વારા મોહનથાળ ના પ્રસાદની સાથે ચીકીનો પ્રસાદ પણ વેચાણમાં મુકેલો છે અને તે પણ યાત્રિકો ખરીદતા હોય છે પણ મહત્વની બાબત તો એ છે કે યાત્રીકો ની પ્રથમ પસંદગી મોહનથાળ ની હોય છે અને ત્યારબાદ એક સ્વાદ માટે કે પછી મંદિરમાં ચીકી વેચાતી હોય પ્રસાદ સ્વરૂપે ફરાળી ચીકી માનીને પ્રસાદ ગ્રહણ કરવામાં આવે છે જ્યારે અમુક યાત્રી કોઈ એવા પણ હોય છે કે તેમને માત્ર મોહનથાળ વેચાય છે તેવી જ ખબર છે ચીકીથી તો હજી ભક્તો પણ અજાણ છે... 

અંબાજી મંદિરમાં વેચાતા ચીકી અને મોહનથાળ ના વેચાણ માટે અલગ અલગ સેન્ટર બનાવેલા છે યાત્રિકો પ્રસાદ કેન્દ્ર ની બારી ઉપરથી ટોકન લઇ બીજી બારીએ થી પ્રસાદ લેવાનો થાય છે 25 રૂપિયાનું નાનુ પેકેટ અને 50 રૂપિયાનું 200 ગ્રામ વાળો મોટું પેકેટ યાત્રી કો ખરીદતા હોય છે જ્યારે ચીકી પણ 25 રૂપિયાની એક બોક્સ મળે છે એક બોક્સમાં ચીકીના ચાર પીસ મુકેલા હોય છે જ્યારે મોહનથાળ નો પ્રસાદ જે બનાવાય છે ત્યાંથી સીધો પ્લાસ્ટિકના બોક્સમાં પેક થઈ આવે છે જે યાત્રિકોને નિયત કરાયેલા ભાવથી વેચાણ કરવામાં આવે છે.

અંબાજી મંદિરે દર્શને આવતા યાત્રિકો મંદિરમાં વેચાતા પ્રસાદ બાબતે શું જણાવી રહ્યા છે સાથે એ પણ જાણીશું. મોહનથાળ સાથે વેચાતા ચીકીના પ્રસાદ માટેના પણ મંતવ્ય. જોકે આ પ્રસાદ કેન્દ્ર ઉપર ચીકી વેચતા કર્મચારીનું જણાવવાનું થાય છે કે મોહનથાળ ખૂબ જૂનો એ તો માનીતો પ્રસાદ છે, ને ચીકીનો પ્રસાદ લોકો ફરાળી પ્રસાદ સ્વરૂપે ગ્રહણ કરતા હોય છે. જો તેના વેચાણની વાત કરીએ તો મોહનથાળ એક દિવસના 45 હજાર જેટલા પેકેટ વેચાય છે. તેની સામે ચીકીના માત્ર 3000 જેટલા પેકેટ નું વેચાણ થાય છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news