હવે તો ભગવાન બચાવે...! આગામી સમય ગુજરાત માટે જબરો ખતરનાક! આ સિસ્ટમ છપ્પર ફાડકે વરસાદ લાવશે

Gujarat Heavy Rainfall Alert: ફરી એકવાર બંગાળની ખાડીમાં લો-પ્રેશર બનવાનું શરુ થઈ ગયું છે. જે વરસાદી સિસ્ટમ આગામી સમયમાં મધ્યપ્રદેશ પર આવશે ત્યાં સુધીમાં ડિપ્રેશન બની જશે. જો આ ડીપ ડિપ્રેશન ગુજરાત સુધી આવે તો ફરીથી વરસાદી સંકટ લાવશે. 
 

1/12
image

આ કારણે આ સિસ્ટમ ગુજરાત તરફ આવશે કે કેમ તે આગામી સમયમાં ખબર પડશે. જોકે, તેના કારણે 13થી 15 સપ્ટેમ્બર વચ્ચે ગુજરાતમાં વરસાદ આવી શકે છે. આ પછી પણ બંગાળની ખાડીમાં વધુ સિસ્ટમ બનશે. આ સિસ્ટમ ગુજરાતમાં છપ્પર ફાડકે વરસાદ આવશે. ચીનમાં આવેલા વાવાઝોડાની અસર ગુજરાતમાં જોવા મળવાની છે. આવામાં અંબાલાલ પટેલની પણ આગાહી આવી ગઈ છે.   

2/12
image

9મી સપ્ટેમ્બરના રોજ ઉત્તર ગુજરાતના સાબરકાંઠા, અરવલ્લી, દાહોદ અને મહિસાગર જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની સંભાવના છે. તો બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહિસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ અને દમણ, દાદરા નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. આ જિલ્લાઓમાં વીજળી અને પવન સાથે હળવાથી મધ્યમ વાવાઝોડું 30-40 કિમી પ્રતિ કલાક આવવાની સંભાવના છે.

3/12
image

અંબાલાલ પટેલે સપ્ટેમ્બરમાં વરસાદના નવા રાઉન્ડની આગાહી કરી છે. તેમણે કહ્યું કે, 10 સપ્ટેમ્બર સુધી રાજ્યમાં વરસાદના યોગ સર્જાયા છે. આજે રાજ્યના કેટલાક ભાગોમાં છૂટો છવાયો વરસાદ રહેશે. આજે પૂર્વ ગુજરાત, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં છૂટો છવાયો વરસાદ રહેશે. આજે પંચમહાલમાં વરસાદ વધુ રહેશે.

4/12
image

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કહ્યું કે, 9 ને 10 સપ્ટેમ્બરમાં દક્ષિણ ચીનમાં પ્રચંડ વાવાઝોડું બનતા તેની અસર બંગાળના ઉપસગારમાં આવશે. જેનાથી ડીપ ડિપ્રેશન બનશે. જે 12 અને 13 સપ્ટેમ્બર સુધી મજબૂત બનતા પૂર્વ ગુજરાતમાં અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદ આવવાની શક્યતા છે. 12 -13 સપ્ટેમ્બરથી ગુજરાતના હવામાનમાં પલટો આવતા ભારે વરસાદની શક્યતા છે. 

5/12
image

15-16-17 સપ્ટેમ્બરમાં પશ્ચિમી વિક્ષેભ આવશે. જેની ગુજરાત ઉપર મોટી અસર થશે, તેની અસરથી 22 થી 25 માં ભારે વરસાદી ઝાપટા પડશે. 27 સપ્ટેમ્બરથી ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે. 9 થી 10 ઓક્ટોબર સુધીમાં સૂર્ય ચિત્રા નક્ષત્રમાં આવતા વરસાદી સિસ્ટમ બનશે. 16 થી 17 ઓક્ટોબરે ચંદ્ર જો આખી રાત કાળા વાદળોમાં ઢંકાયેલો રહેશે તો દરિયામાં ભારે હલચલ થવાની શક્યતા છે. 

6/12
image

ટાયફૂન યાગી આ વર્ષનું 11મું વાવાઝોડું છે. જે શુક્રવારે ચીનમાં પહેલા હેનાન અને પછી ગુઆંગડોંગ પ્રાંતમાં બે વાર લેન્ડફોલ કર્યું હતું. ચીને શુક્રવારે રેડ એલર્ટ જાહેર કર્યું હતું, જેમાં દક્ષિણી ક્ષેત્રમાં પૂરની ચેતવણી અને ચીનના ગુઆંગસી ઝુઆંગ સ્વાયત્ત ક્ષેત્ર અને ઉત્તર વિયેતનામમાં પૂર આવવાની સંભાવના છે. હોંગકોંગ સ્થિત સાઉથ ચાઈના મોર્નિંગ પોસ્ટે અહેવાલ આપ્યો છે કે, અસરગ્રસ્ત વિસ્તારોમાંથી દસ લાખથી વધુ લોકોને સ્થળાંતર કરવામાં આવ્યા છે.

7/12
image

સમગ્ર દેશમાં વરસાદનું મૌસમ બદલાઈ ચૂક્યું છે. એવું અનુમાન છે કે આ વખતે ચોમાસું જશે પણ મોડું. કારણ કે બંગાળની ખાડી અને અરબ સાગર પર બનનારા ચક્રવાત, ડિપ્રેશન અને લો પ્રેશર એરિયા તેના માટે કારણભૂત છે. હવે તો તોફાનની એક નવી પેટર્ન આવી ગઈ છે. આ પેટર્ન છે જમીન પર બનનારા  તોફાન. પછી ધીરે ધીરે સરકીને તે સમુદ્રમાં જતા રહે છે. ત્યારબાદ તેની તાકાત વધી જાય છે અને શક્તિશાળી બને છે. 

8/12
image

દેશના જે વિસ્તારો પહેલા દુષ્કાળ માટે જાણીતા હતા ત્યાં હવે વરસાદ તૂટી પડે છે. ભયાનક પૂર આવે છે. અથવા તો બંને પ્રકારની સ્થિતિ પેદા થાય છે. જો NDMA એટલે કે નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીનું માનીએ તો સૌથી વધુ પૂરવાળા વિસ્તાર ગંગા-બ્રહ્મપુત્ર બેસિનમાં છે. ઉત્તરમાં હિમાચલથી લઈને પંજાબ, યુપી, બિહાર, અસમ, અરુણાચલ પ્રદેશ અને હવે તો કાંઠાવાળા રાજ્યો ઓડિશા, ગુજરાત, આંધ્ર પ્રદેશઅને તેલંગણાના પણ કેટલાક ભાગોમાં પૂર આવે છે. 

પહેલા દુષ્કાળ ત્યાં હવે વરસાદ

9/12
image

IPE Global અને ESRI-India ના રિપોર્ટ મુજબ ગુજરાતના 80 ટકા જિલ્લાઓમાં છેલ્લા બે દાયકાઓમાં વરસાદનું પ્રમાણ અને તીવ્રતા બંને વધ્યા છે. આ વર્ષે સૌરાષ્ટ્રમાં આવેલા પૂરે આ કહાની રજૂ કરી દીધી છે. દેશમાં પહેલા 110 જિલ્લા હતા જે દુષ્કાળથી પૂર તરફ ગયા હતા પરંતુ હવે દુષ્કાળ કરતા પૂરની તબાહી જોનારા 149 જિલ્લા છે.

ગુજરાત માટે મુસીબત

10/12
image

બિહાર, આંધ્ર પ્રદેશ,  ઓડિશા, ગુજરાત, રાજસ્થાન, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, અને અસમના 60 ટકા જિલ્લા વર્ષમાં એકવાર જરૂર એક્સ્ટ્રિમ વેધર ઈવેન્ટ્સનો સામનો કરે છે. 2036  સુધી આવી આફતોથી દેશના 147 કરોડથી વધુ લોકો પ્રભાવિત થશે એવું અનુમાન વ્યક્ત કરાયું છે. 

હવામાન બદલાઈ રહ્યું છે, સ્પષ્ટ દેખાઈ રહ્યું છે...સંકેત પણ

11/12
image

હવામાન બદલાવવાની અસર સ્પષ્ટ રીતે જોવા મળી રહી છે. વાયનાડમાં ભૂસ્ખલન, ભારે વરસાદ બાદ ગુજરાતમાં પૂર, ઉત્તરાખંડના ઓમ પર્વતથી ઓમ ગાયબ, અચાનક હવામાન બદલાય છે અને શહેરોમાં પાણી જમા થઈ જાય છે. હવે આ વખતના મોનસૂનને જોઈ લો. જૂનમાં નબળું હતું. પરંતુ ત્યારબાદ સપ્ટેમ્બરમાં તેની તીવ્રતા અને માત્રા બંને વધી ગઈ છે. 

12/12
image

ચોંકાવનારી વાત એ છે કે મોનસુનમાં હવામાન થોડું ઠંડુ રહેતું હતું. પરંતુ આ વખતે ગરમી ઓછી થતી જ નથી. પૂર્વી રાજ્યોમાં દુષ્કાળ અને ગરમ દિવસોની સંખ્યા વધી રહી છે. હવામાન વિભાગના પૂર્વ વૈજ્ઞાનિક આનંદ શર્મા કહે છે કે આ પ્રકારના મૌસમી ફેરફાર માટે જળવાયુ પરિવર્તન  અને વધતું તાપમાન સૌથી મોટું કારણ છે. આથી જરૂરી છે કે કોઈ પણ રીતે તેને રોકવામાં આવે. નહીં તો એક્સ્ટ્રીમ વેધર ઈવેન્ટ્સ કોઈ પણ જગ્યાએ અને ગમે ત્યાં થઈ શકે છે. આ ખુબ જ ભયાનક પણ હોઈ શકે છે.