જાણો ગંગાના પાણીમાં કેમ નથી આવતી દુર્ગંધ, વૈજ્ઞાનિક સંશોધનમાં સામે આવ્યું આ કારણ
ભારતમાં જ એક માત્ર ગંગા એવી નદી છે, જેના પાણીમાં ક્યારેય દુર્ગંધ આવતી નથી. ભારતની સૌથી પવિત્ર માનવામાં આવતી નદીઓમાં ગંગા સૌથી મોખરે છે. જ્યારે લોકો આ પવિત્ર નદીના જળને લાવીને વર્ષો સુધી ઘરમાં સાચવી રાખે છે. તો પણ તેના પાણીમાંથી ક્યારેય પણ દુર્ગધ આવી નથી.
અમદાવાદ: ભારતમાં જ એક માત્ર ગંગા એવી નદી છે, જેના પાણીમાં ક્યારેય દુર્ગંધ આવતી નથી. ભારતની સૌથી પવિત્ર માનવામાં આવતી નદીઓમાં ગંગા સૌથી મોખરે છે. જ્યારે લોકો આ પવિત્ર નદીના જળને લાવીને વર્ષો સુધી ઘરમાં સાચવી રાખે છે. તો પણ તેના પાણીમાંથી ક્યારેય પણ દુર્ગધ આવી નથી.
ગંગા નદીમાં અનેક નાળાઓના પાણી ફેકવામાં આવ્યા, કચરો ફેકવામાં આવ્યો મૃતદેહો ફેકવામાં આવ્યા, ગટરનું પાણી પણ ફેકવામાં આવ્યું પરંતુ ગંગાના પાણીને કોઇ પણ ફર્ક પડ્યો નથી. જ્યારે વૈજ્ઞાનિકો દ્વારા અનેક પ્રકારના સંશોધનો કર્યા હતા. જેમાં તેમાં એક અલગ પ્રકારનો વાઇરસ હોવાનું બહાર આવવ્યું છે.
ભચાઉ નજીક ત્રિપલ અકસ્માતમાં 10 લોકોના કમકમાટી ભર્યા મોત, મૃત્યુઆંક વધવાની શક્યતા
એક વૈજ્ઞાનિક સંશોધનમાં જાણવા મળ્યું છે, કે ગંગાની શુદ્ધતા જાળવી રાખવા માટે તેમાં રહેલા વાઇરસ જવાબદાર હતો. જેના કારણે ગંગાના પાણીમાં નાહનારા લોકોને પણ કોઇ પણ રોગ થતો નહોતો. ત્યારે બેક્ટેરિયા નષ્ટ કરતા વાઇરસને નિંજા વાઇરસ તરીકે ઓળખવામાં આવે છે. જે પાણીમાં ભળેલા તમામ બેક્ટેરિયાને નષ્ટ કરી દે છે.
ગંગાજળનુ મહત્વ હિન્દુ ધર્મમાં અનેરૂ છે. જેનો ઉપયોગ અનેક ધાર્મિક કાર્યોમાં કરવામાં આવે છે. હિન્દુ ધર્મની એક માનતા પ્રમાણે ગંગા નદીનો જે વિસ્તાર છે. તે વિસ્તારમાં મોટી સંખ્યામાં જંગલ હોવાથી તેમાં ઝાડ, છોડ, ફૂલો તથા અનેક એવી વસ્તુઓમાંથી પાણી નિકળતું હોવાથી આ તમામ વસ્તુઓમાંથી પાણીમાં એક પ્રકાની ઔષધિ મળે છે.
PUBG: ગેમ રમતા બાળકો માતા-પિતા પર હાથ ઉઠાવી, ગાળો પણ બોલતા થયા
આ ઔષધી પાણીમાં ભળી જવાથી ગંગાના પાણીમાં રોગપ્રતિકારક શક્તિમાં વધારો થઇ જાય છે. જેના કારણે ગંગાના પાણીને લાંબો સમય સુધી ઘરમાં રાખવાથી તેમાંથી દુર્ગધ નથી આવતી અને તે ક્યારેય પણ બગડી જતું નથી. માટે જ હિન્દુ ધર્મમાં ગંગા નદીને પવિત્ર માનવામાં આવે છે. અને હવે તો વૈજ્ઞાનિકો પણે માન્યું કે ગંગાના પાણીથી રોગ પ્રતિકાર શક્તિમાં વધારો થાય છે.