કોંગ્રેસને કેમ શહેરોમાં નથી મળતા નેતા? આ રહ્યા કારણો
લોકસભાની ચૂંટણીમાં 2014માં ગુજરાતમાં ક્લીન સ્વિપ થાય બાદ ગુજરાત કોંગ્રેસ 2019ની ચૂંટણીમાં સારૂ પરિણામ લાવવા કમર કસી રહી છે. જોકે હજુ શહેરી વિસ્તારોમાં કોંગ્રેસ માટે ઉમેદવાર થવા માટે કોઇ નેતા તૈયાર ન હોવાનું પ્રકાશમાં આવ્યું છે.
ગૌરવ પટેલ/ અમદાવાદ: લોકસભાની ચૂંટણીમાં 2014માં ગુજરાતમાં ક્લીન સ્વિપ થાય બાદ ગુજરાત કોંગ્રેસ 2019ની ચૂંટણીમાં સારૂ પરિણામ લાવવા કમર કસી રહી છે. જોકે હજુ શહેરી વિસ્તારોમાં કોંગ્રેસ માટે ઉમેદવાર થવા માટે કોઇ નેતા તૈયાર ન હોવાનું પ્રકાશમાં આવ્યું છે. જેનું કારણ છે વર્ષ 2014ની લોકસભામાં કોંગ્રેસની થયેલી કારમી હાર. ગુજરાત કોંગ્રેસના નેતાઓ દ્રરા શહેરી વિસ્તારના લોકોને આકર્ષવા માટે અનેક નુસખા કરવામાં આવ્યા પણ તે શહેરી મતદારોને આકર્ષી શકતા નથી અને તેનું પરિણામ કેટલું મોટું છે તે શહેરી વિસ્તારની બેઠકોના વિધાનસભા 2017 અને લોકસભા 2014 પરિણામો પરથ જાણી શકાય છે.
ગુજરાતની મુખ્ય છ શહેરી બેઠકો પર નજર કરવામાં આવે તો
અમદવાદ પશ્વિમ લોકસભા બેઠક વર્ષ 2014ની ચુંટણીમાં કોંગ્રેસ 320311 મતથી હારી હતી. આ બેઠકમાં આવતી વિધાનસભાના વર્ષ 2017ની પરિણામની વાત કરવામાં આવે તો અમદાવાદ પશ્વિમા બેઠકમાં કુલ સાત વિધાનસભા બેઠકનો સમાવેશ થાય છે જેમાંથી ચારમાં ભાજપા અને ત્રણમાં કોંગ્રેસનો વિજય થયો.
- એલીસબ્રીજમાં કોંગ્રેસની 85205 મતે હાર થઇ હતી.
- અમરાઇવાડીમાં કોંગ્રેસની 49732મતે હાર થઇ હતી.
- મણીનગરમાં કોંગ્રેસની 75199 મતે હાર થઇ હતી.
- અસારવામાં કોંગ્રેસની 49264 મતે હાર થઇ હતી.
- દરિયાપુરમાં કોંગ્રેસની 6187 મતે જીત થઇ હતી.
- જમાલુપુર ખાડીયામાં કોંગ્રેસની 29339 મતે જીત થઇ હતી.
- દાણીલીમડામાં કોંગ્રેસની 32510 મતે જીત થઇ હતી.
આ મુજબ હાલમાં કોંગ્રેસ આ બેઠક પર 259400 મતથી પાછળ છે ચોક્કસ કોંગ્રેસે વર્ષ 2014ની લોકસભાની સરખામણીમાં 60911 મત પ્લસ થયુ છે.
અમદાવાદ પૂર્વ લોકસભા બેઠક વર્ષ 2014ની લોકસભાની ચુંટણીમાં કોંગ્રેસ 326633 મતથી હારી હતી. આ બેઠકમાં આવતી વિધાનસભાના વર્ષ 2017ની પરિણામની વાત કરવામાં આવે તો અમદાવાદ પશ્વિમા બેઠકમાં કુલ સાત વિધાનસભા બેઠકનો સમાવેશ થાય છે જેમાંથી બાપુનગર બેઠકને બાદ કરતાં તમામ 6 બેઠકો પર ભાજપાનો વિજય થયો હતો.
- દેહગામ બેઠક પર કોંગ્રેસની 10860 મતે હાર થઇ હતી.
- ગાંધીનગર દક્ષિણ બેઠક પર કોંગ્રેસની 11538 મતે હાર થઇ હતી.
- વટવા બેઠક પર કોંગ્રેસની 62380 મતે હાર થઇ હતી.
- નિકોલ બેઠક પર કોંગ્રેસની 24880 મતે હાર થઇ હતી.
- ઠક્કરબાપાનગર બેઠક પર કોંગ્રેસની 34088 મતે હાર થઇ હતી.
- નરોડા બેઠક પર કોંગ્રેસની 60142 મતે હાર થઇ હતી.
- બાપુનગર બેઠક પર કોંગ્રેસની 3067 મતે જીત થઇ હતી.
આ મુજબ હાલમાં કોંગ્રેસ આ બેઠક પર 203888 મતથી પાછળ છે ચોક્કસ કાંગ્રેસે વર્ષ 2014ની લોકસભાની સરખામણીમાં 122745 મત પ્લસ થયુ છે
રાજકોટ લોકસભાની બેઠક કાંગ્રેસ વર્ષ 2014ની લોકસભાની ચુંટણીમાં 246428 મતથી હારી હતી. રાજકોટ લોકસભામાં સમાવિષ્ઠ વિધાનસભાની બેઠકના વર્ષ 2017ના પરિણામો પર નજર કરવામાં આવે તો રાજકોટ લોકસભાની બેઠકમાં મોરબી જિલ્લાની બે રાજકોટ સીટીની ત્રણ અને રાજકોટ જિલ્લાની બે વિધાનસભા બેઠકોનો સમાવેશ થાય છે જે પૈકીની 3 પર કાંગ્રેસનો અને બાકીની ચાર બેઠક પર ભાજપાનો વિરોધ થયો હતો.
- વાંકાનેર બેઠક પર કોંગ્રેસનો 1361 મતે વિજય થયો હતો.
- ટંકારા બેઠર પર કોંગ્રેસનો 29770 મતે વિજય થયો હતો.
- રાજકોટ ઇસ્ટ બેઠક પર કોંગ્રેસની 22782 મતે હાર થઇ હતી.
- રાજકોટ વેસ્ટ બેઠક પર કોંગ્રેસની 53755 મતે હાર થઇ હતી.
- રાજકોટ સાઉથ બેઠક પર કોંગ્રેસની 47121 મતે હાર થઇ હતી.
- રાજકોટ રૂરલ બેઠક પર કોંગ્રેસની 2179 મતે હાર થઇ હતી.
- જસદણ બેઠક પર કોંગ્રેસની 9277 મતે જીત થઇ હતી.
વિધાનસભા સ્થિતિ પ્રમાણે કોંગ્રેસ રાજકોટની બેઠક પર 125837 મતથી પાછળ છે જોકે વર્ષ 2004ની લોકસભાની સરખામણીમાં 120591 મત પ્લસ થઇ છે.
નવસારી લોકસભા બેઠક વર્ષ 2014માં કાંગ્રેસ 208004 મતથી હારી હતી. નવસારી લોકસભામાં સમાવિષ્ઠ વિધાનસભાની બેઠકોની વર્ષ 2017ની વિધાનસભાની ચુંટણીના પરિણામો પર નજર કરવામાં આવો તો નવસારી લોકસભા બેઠકમાં સુરત શહેરની 4 અને નવસારી જિલ્લાની ત્રણ વિધાનસભા બેઠકોનો સમાવેશ થાય છે જેપૈકીની તમામ સાત બેઠકો પર કોંગ્રેસનો પરાજય થયો હતો.
- લીંબાયત બેઠક પર કોંગ્રેસની 31951 મતે હાર થઇ હતી.
- ઉધના બેઠક પર કોંગ્રેસની 42528 મતે હાર થઇ હતી.
- મજુરા બેઠક પર કોંગ્રેસની 85827 મતે હાર થઇ હતી.
- ચોર્યાસી બેઠક પર કોંગ્રેસની 110819 મતે હાર થઇ હતી.
- જલાલપોર બેઠક પર કોંગ્રેસની 25664 મતે હાર થઇ હતી.
- નવસારી બેઠક પર કોંગ્રેસની 46095 મતે હાર થઇ હતી.
- ગણદેવી બેઠક પર કોંગ્રેસની 57261 મતે હાર થઇ હતી.
વિધાનસભાની સ્થિતિ પ્રમાણે 400145 મતથી પાછળ છે નાંધનીય છે કે વર્ષ 2014ની લોકસભાની સ્થિતિએ કાંગ્રેસ 192141 મત વધુ પાછળ પડી છે.
વડોદરા બેઠક વર્ષ 2014માં કોંગ્રેસ 570128 મતથી હારી હતી. વડોદરા લોકસભામાં સમાવિષ્ઠ વિધાનસભાની બેઠકોની વર્ષ 2017ની વિઘાનસભાની ચુંટણીના પરિણામો પર નજર કરવામાં આવો તો
વડોદરા લોકસભા બેઠકમાં વડોદરા શહેરની 5 અને વડોદરા જિલ્લાની 2 વિધાનસભા બેઠકોનો સમાવેશ થાય છે જેપૈકીની તમામ સાત બેઠકો પર કાંગ્રેસનો પરાજય થયો હતો.
- સાવલી બેઠક પર કોંગ્રેસની 41633 મતે હાર થઇ હતી.
- વાઘોડીયા બેઠક પર કોંગ્રેસની 10271 મતે હાર થઇ હતી.
- વડોદરા સીટી બેઠક પર કોંગ્રેસની 52383 મતે હાર થઇ હતી.
- સયાજીગંજ બેઠક પર કોંગ્રેસની 59132 મતે હાર થઇ હતી.
- અકોટા બેઠક પર કોંગ્રેસની 57139 મતે હાર થઇ હતી.
- રાવપુરા બેઠક પર કોંગ્રેસની 36696 મતે હાર થઇ હતી.
- માંજલપુર બેઠક પર કોંગ્રેસની 56362 મતે હાર થઇ હતી.
વિધાનસભાની સ્થિતિ પ્રમાણે 318109 મતથી પાછળ છે નોંધનીય છે કે વર્ષ 2014ની લોકસભાની સ્થિતિએ કોંગ્રેસ 252019 મત પાછળ પડી છે. સુરત લોકસભા બેઠક વર્ષ 2014માં કાંગ્રેસ 533190 મતથી હારી હતી. સુરત લોકસભામાં સમાવિષ્ઠ વિધાનસભાની બેઠકોની વર્ષ 2017ની વિઘાનસભાની ચુંટણીના પરિણામો પર નજર કરવામાં આવો તો સુરત લોકસભા બેઠકમાં સુરતી સીટીની 5 અને સુરત જિલ્લાની એક વિધાનસભા બેઠકોનો સમાવેશ થાય છે જેપૈકીની તમામ સાત બેઠકો પર કોંગ્રેસનો પરાજય થયો હતો.
- ઓલપાડ બેઠક પર કાંગ્રેસની 64578 મતે હાર થઇ હતી.
- સુરત ઇસ્ટ બેઠક પર કાંગ્રેસની 13347 મતે હાર થઇ હતી.
- સુરત નોર્થ બેઠક પર કાંગ્રેસની 20022 મતે હાર થઇ હતી.
- વરાછારોડ બેઠક પર કાંગ્રેસની 13998 મતે હાર થઇ હતી.
- કરંજ બેઠક પર કોંગ્રેસની 35598 મતે હાર થઇ હતી.
- કતારગામ બેઠક પર કોંગ્રેસની 79230 મતે હાર થઇ હતી.
- સુરત વેસ્ટ બેઠક પર કોંગ્રેસની 77882 મતે હાર થઇ હતી.
વિધાનસભાની સ્થિતિ પ્રમાણે 304655 મતથી પાછળ છે નોંધનીય છે કે વર્ષ 2014ની લોકસભાની સ્થિતિએ કાંગ્રેસે સારી સ્થિતિ પર પહોચી છે પણ હજુ 228535 મત પાછળ છે
ગુજરાતની તમામ શહેરી બેઠકો કાંગ્રેસ બે લાખ કરતાં વધારે અંતરથી હારી હતી. એવામાં કોઇ નેતા પોતના માથે હારનો ભાર લેવા માગતો નથી તેવુ દેખાઇ રહ્યુ છે. છેલ્લા ઘણા લાંબા સમયથી શહેરી વિસ્તારની બેઠકોમાં કોંગ્રેસનું ધોવાણ થઈ રહ્યું છે પછી તે લોકસભાની ચૂંટણી હોય કે વિધાનસભાની ચૂંટણી હોય. શહેરી વિસ્તારમાં કોંગ્રેસને મજબૂત કરવાના દવાઓ કોંગ્રેસના અનેક નેતાઓ દ્વારા કરવામાં આવ્યા છે. પરંતુ તે ક્યારેય સાચા પડ્યા નથી. વર્ષ 2017ની વિધાનસભાના શહેરી વિસ્તારના પરિણામો પણ કાંગ્રેસની તરફેણ કરતા નથી. ત્યારે કોંગ્રેસ કોને હોળીનું નારીયેળ બનાવશે તેના પર નજર ટકેલી છે.