તેજસ દવે/મહેસાણા :મહેસાણા (Mehsana) ના કડીમાં એક પત્નીએ પતિની ઘાતકી હત્યા (Murder) કરી હોવાની ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે. પતિના ચારિત્ર્ય ઉપર શંકા અને વહેમ રાખતી પત્નીએ પોતાના પતિની જ હત્યા (Wife killed husband) કરીને ખેતરની ઓરડીમાં દાટી દીધી. એટલું જ નહિ, પતિની હત્યા છુપાવવા પોતે 5 દિવસ સુધી સામાન્ય રહેવાનો ડોળ કર્યો અને પતિના ગુમ થયાની અરજી પણ આપી દીધી. પરંતુ આખરે હત્યારી પત્નીનો ભાંડો ફૂટ્યો હતો. 


કાળજાના કટકાને પિતાએ 5000માં વેચી, અને પછી તરુણી એક પછી એક પથારીમાં ફરતી રહી...


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મહેસાણાના કડી નજીક દેવુંસણા ગામમાં રહેતો 40 વર્ષીય ઠાકોર લક્ષ્મણજી છનાજીને ક્યાં ખબર હતી કે, તેની જિંદગીનો અંત એ જ પત્ની લાવશે કે જે પત્ની સાથે તેને સાત સાત જન્મ એક સાથે જીવવા વચન લીધા હતા. તેની 40 વર્ષીય પત્ની હીરાબેન ઠાકોરે જ તેની હત્યા કરી નાંખી. ઠાકોર લક્ષ્મણજી છનાજી કડીના દેવુસણા ગામે પોતાની બીજી પત્ની હીરાબેન ઠાકોર અને તેના 3 બાળકો સાથે ખેત મજૂરી કામ કરી રહેતો હતો. ગત 30 ડિસેમ્બરે લક્ષ્મણજી અચાનક ગુમ થઈ ગયો, જેની જાણ તેની પત્નીએ જ પોલીસને 3 જાન્યુઆરીએ જાણવા જોગ ફરિયાદ આપીને કરી.


ત્યારે 5 જાન્યુઆરીએ મોડી સાંજે દેવુસણા ગામના એક ખેતરમાં એક ઓરડીમાંથી દુર્ગંધ આવતી હતી, ત્યારે લોકોએ આ મામલે પોલીસને જાણ કરતા પોલીસે સ્થળ તપાસ કરી હતી. ઓરડીમાં માટીનો ઢગ હટાવતા ત્યાંથી 5 દિવસથી ગુમ થયેલ અને જમીનમાં દાટેલી લક્ષ્મણજીની લાશ મળી. જેના આધારે લક્ષ્મણજીની પત્ની ઉપર શંકા જતા પોલીસે હીરાબેનની સઘન પૂછપરછ શરૂ કરી. જેમાં હીરાબેને આખરે પોતે કરેલો ગુનો કબૂલ્યો. અને પોતે પોતાના પતિ ઉપર છેલ્લા એક વર્ષથી પતિના ચારિત્ર્ય ઉપર શંકા અને વહેમ રાખીને તકરાર થતી હતી. જેથી કંટાળી હીરાબેને જ લક્ષ્મણના માથા ઉપર કોઈ તીક્ષ્ણ હથિયાર વડે ઘા મારી હત્યા કરી નાખી હતી. લક્ષ્મણની લાશને તે જ ઓરડીમાં ખાડો ખોદી દાટી દીધી હતી. 


લાખો દિલ પર રાજ કરનારી આ ટેલિવુડ એક્ટ્રેસ આખરે પરણી ગઈ... વાયરલ થયા લગ્નના Photos


સમગ્ર ઘટનાની મૃતક લક્ષ્મણના ભાઈ નટુજી છનાજી ઠાકોરે કડી પોલીસ સ્ટેશને ફરિયાદ આપી હતી. અને આરોપી હીરાબેન લક્ષ્મણ ઠાકોરની કડી પોલીસે ધરપકડ કરી હતી. અને તેના વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. આમ, એક પત્નીએ જ પોતાના પતિની હત્યા કરી અને બાદમાં તે હત્યા છુપાવવા હીરાબેન પોતે જ પતિના ગુમ થયાની અરજી આપે છે. એટલું જ નહિ, પોતે પાંચ દિવસ સુધી હત્યાની જગ્યાની ઓરડી પર રોજ ઘરેથી અવરજવર પણ કરતી હતી. સમગ્ર મામલા બાદ સામાન્ય રહેવાનો ડોળ પણ કરતી હતી. જોકે, પોલીસની શંકા હીરાબેન પર જતાં તેની સઘન પૂછપરછ દરમ્યાન હીરાબેને કરેલ ગુનો કબૂલી લીધો હતો અને પોલીસે તેની ધરપકડ કરી આગળની તપાસ કાર્યવાહી હાથ ધરી હતી.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


ગુજરાતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....