લાખો દિલ પર રાજ કરનારી આ ટેલિવુડ એક્ટ્રેસ આખરે પરણી ગઈ... વાયરલ થયા લગ્નના Photos

ટીવી એક્ટ્રેસ નેહે પેંડસે (Nehha Pendse)એ 5 જાન્યુઆરીના રોજ શાર્દુલ બયાસ સાથે સાત ફેરા લીધા છે. તેમના લગ્ન મરાઠી રીત-રિવાજો સાથે થયા હતા. આ દરમિયાન નેહા મરાઠી લૂકમાં નજર આવી હતી. તે બહુ જ સુંદર લાગી રહી હતી. તેના લગ્નની તસવીરો જોઈને તમે પણ કહેશો કે વાહ ભઈ વાહ... નેહાએ શાર્દુલ સાથે લગ્ન પર કહ્યુ કે, મેં મારા સપનાના રાજકુમાર સાથે લગ્ન કર્યાં છે. હું બહુ જ ખુશ છું.

નવી દિલ્હી :ટીવી એક્ટ્રેસ નેહે પેંડસે (Nehha Pendse)એ 5 જાન્યુઆરીના રોજ શાર્દુલ બયાસ સાથે સાત ફેરા લીધા છે. તેમના લગ્ન મરાઠી રીત-રિવાજો સાથે થયા હતા. આ દરમિયાન નેહા મરાઠી લૂકમાં નજર આવી હતી. તે બહુ જ સુંદર લાગી રહી હતી. તેના લગ્નની તસવીરો જોઈને તમે પણ કહેશો કે વાહ ભઈ વાહ... નેહાએ શાર્દુલ સાથે લગ્ન પર કહ્યુ કે, મેં મારા સપનાના રાજકુમાર સાથે લગ્ન કર્યાં છે. હું બહુ જ ખુશ છું.
 

1/6
image

નેહાએ પૂણેમાં લગ્ન કર્યાં છે. આ લગ્નમાં તેના નજીકના મિત્રો અને પરિવારના સદસ્યો સામેલ રહ્યા હતા. 

2/6
image

નેહા પેંડસેના લગ્નમાં અનેક ટીવી અને મરાઠી ઈન્ડસ્ટ્રીઝના સ્ટાર્સની હાજરી જોવા મળી હતી. 

3/6
image

શાર્દુલે લાઈટ પિંગ આઉટફીટની સાથે પિંક કલરની પાઘડી પહેરી હતી. સમગ્ર લગ્ન દરમિયાન શાર્દુલની નજર એક પળ પણ નેહા પરથી હટી ન હતી.

4/6
image

નેહા મહારાષ્ટ્રીયન ટ્રેડિશનલ લૂકમાં જોવા મળી હતી. જે લોકોને બહુ જ ગમ્યો હતો. 

5/6
image

નેહાએ મરાઠી રીતરિવાજ સાથે સાત ફેરા લીધા હતા. આ દરમિયાન તેનો ગેટઅપ પણ ખાસ રહ્યો હતો.

6/6
image

ટીવીની આ સુંદર એક્ટ્રેસ લગ્ન દરમિયાન પેસ્ટલ પિંક કલરની નઉવારી સાડીમાં નજર આવી હતી. આ દરમિયાન તેના લૂકમાં ચાર ચાંદ લાગી ગયા હતા.