અમદાવાદઃ શહેરના નરોડા વિસ્તારમાં આવેલી મધુવન સોસાયટીમાં પત્નીએ પતિને છરીના ઘા માર્યા હતા. પતિને છરીના ઘા મારી પત્ની 7 વર્ષની બાળકી અને ઘરમાંથી દાગીના તથા ડોક્યુંમેન્ટ લઈને ફરાર થઈ ગઈ હતી. કનુભાઈ પટેલે આ મહિલા સાથે દોઢ વર્ષ પહેલા બીજા લગ્ન કર્યા હતા. કનુભાઈના પહેલા પત્ની મૃત્યું પામ્યા હતા કનુભાઈને 14 વર્ષોનો મુકબધીર પૂત્ર હતો જેથી તેમને બીજા લગ્ન કર્યા હતા. લગ્ન બાદ પતિ પત્ની વચ્ચે અવાર નવાર ઝગડા થતા હતા. રવિવારે કનુભાઈ અને તેમની પત્ની લલીતા વચ્ચે ઉગ્ર બોલાચાલી થતા લલીતાએ અચાનક તેના પતિ કનુ પટેલને છરીના ઘા ઝીક્યા હતા. છરીના ઘા મારતા કનુભાઈ ઈજાગ્રસ્ત થયા હતા જેથી તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા હાલ કનુંભાઈની હાલત સ્થિર છે. ઘટનાની સાચી હકીકત કનુભઈની પત્ની લલીતાની ધરપકડ બાદ જ સામે આવશે. હાલતો નરોડા પોલીસે હત્યાના પ્રયાસનો ગુનો નોંધી લલીતાની શોધખોળ શરૂ કરી છે. 


રવિવાર રાતે લલીતાબેને તેમના પતિને મકાન ક્યારે પોતાના નામે કરો છો તે અંગે વાત કરી હતી. આ દરમિયાન લલીતાબેન રસોડામાં ગયા હતા અને મરચાની ભૂકી લાવીને કનુભાઈની આંખમાં નાખી દીધી હતી. કનુભાઈ આખમાં મરચું જવાથી આખ સાફ કરી રહ્યાં હતા ત્યારે લલીતાબેને છરી વડે તેમના ગળા, હાથ, અને આખની આસપાસ ઘા કર્યા હતા. જેથી કનુભાઈ ગંભીર રીતે ઘાયલ થયા હતા. આ બંધાની વચ્ચે ઘરમાં બૂમાબૂમનો અવાજ આવતા આસપાસના લોકો ભેગા થઈને કનુભાઈને તાત્કાલિક સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા.