સુરતના વરાછા અને કતારગામ બન્યા કોરોના હોટસ્પોટ, તંત્રની ચિંતામાં થયો વધારો
શહેરમાં કોરોના સંક્રમણની સ્થિતી દિવસેને દિવસે સતત ગંભીર થઇ રહી છે. બીજી તરફ મહાનગરપાલિકા દ્વારા શહેરમાં કુલ 195 હોટસ્પોટ જાહેર કરવામાં આવ્યા છે. જ્યારે મહાનગરપાલિકા કમિશ્નર બંછાનિધિ પાનીએ જાહેર સંદેશ આપ્યો કે, હાલના સમયમાં નાની ઉંમર અને 50 વર્ષથી વધારેની ઉંમરના લોકોએ ઘરની બહાર નિકળવાનું ટાળવું જોઇએ. ખુબ જ જરૂરી હોય તો સામાન્ય નાગરિકો બહાર નિકળે. ઇન્ડોર કે વેન્ટિલેશનનો અભાવ હોય તેવા સ્થળો પર એકત્ર ન થવું. એસીનો ઉપયોગ પણ શક્ય હોય ત્યાં સુધી ટાળવો. બહાર કામ વગર બહાર ન રહેવું જોઇએ.
સુરત : શહેરમાં કોરોના સંક્રમણની સ્થિતી દિવસેને દિવસે સતત ગંભીર થઇ રહી છે. બીજી તરફ મહાનગરપાલિકા દ્વારા શહેરમાં કુલ 195 હોટસ્પોટ જાહેર કરવામાં આવ્યા છે. જ્યારે મહાનગરપાલિકા કમિશ્નર બંછાનિધિ પાનીએ જાહેર સંદેશ આપ્યો કે, હાલના સમયમાં નાની ઉંમર અને 50 વર્ષથી વધારેની ઉંમરના લોકોએ ઘરની બહાર નિકળવાનું ટાળવું જોઇએ. ખુબ જ જરૂરી હોય તો સામાન્ય નાગરિકો બહાર નિકળે. ઇન્ડોર કે વેન્ટિલેશનનો અભાવ હોય તેવા સ્થળો પર એકત્ર ન થવું. એસીનો ઉપયોગ પણ શક્ય હોય ત્યાં સુધી ટાળવો. બહાર કામ વગર બહાર ન રહેવું જોઇએ.
સુરત: મંત્રીના પુત્રની LRD સાથે બબાલ મુદ્દે સોશિયલ મીડિયા, રાજકારણ ગરમાયું, કમિશ્નરનો તપાસનો આદેશ
હોટસ્પોટ કતારગામ અને વરાછા
વરાછા વિસ્તારમાં 87 અને કતારગામ વિસ્તારમાં 39 જેટલી જગ્યાએ હોટસ્પોટ જાહેર કરવામાં આવ્યા છે. સુરત હેર જિલ્લામાં પોઝિટિવ કેસનો આંકડો 7851 પર પહોંચી ચુક્યો છે. ઉપરાંત જિલ્લામાં 310 લોકોના મોત પણ થઇ ચુક્યા છે. હાલ 2887 એક્ટિવ કેસ છે. જેમાં સૌથી વધારે કતારગામ ઝોનનાં 1709 લોકો છે. જ્યારે વરાછા એ અને બી ઝોનનાં 1502 દર્દીઓ છે. આ ઉપરાંત સૌથી વધારે કેસ પણ આ બંન્ને ઝોનમાંથી જ આવી રહ્યા છે. ખાસ કરીને રત્ન કલાકાર અને એમ્બ્રોડરી ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકો સૌથી વધારે પ્રમાણમાં આવી રહ્યા છે.
ભરતસિંહ સોલંકીની તબિયતમાં સુધારો, 45 ટકા રિકવરી આવી
અત્રે ઉલ્લેખનીય છે કે, સુરતમાં જે પ્રકારે કોરોના વિસ્ફોટ થયો છે તેના કારણે સરકારની ચિંતામાં વધારો થયો છે. સુરતમાં અમદાવાદ કરતા પણ સ્થિતી ગંભીર ન સર્જાય તે માટે સરકાર ભરપુર પ્રયાસો કરી રહી છે. જો કે કોરોના સંક્રમણની સ્થિતી મુદ્દે અમદાવાદમાં સ્થિતીમાં સુધારો જોવા મળી રહ્યો છે. ત્યારે સુરતની સ્થિતી બગડતા સરકાર માટે ચિંતાનો વિષય બન્યો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર