મુસ્તાક દલ/જામનગર : ગ્રામ્ય પંથકમાં સતત વરસાદ થી ખેડૂતોના પાકને ભારે નુકસાન થયું છે. કૃષિમંત્રી આર.સી.ફળદુ ના વિસ્તારમાં જ ખેડૂતોની હાલત કફોડી હોવાનું સામે આવ્યું છે. જામનગર જિલ્લાના કાલાવડ તાલુકામાં સિઝનનો 185 % થી વધુ વરસાદ પડ્યો છે. જેના કારણે કાલાવડ પંથકના વિસ્તારમાં વધુ વરસાદથી પાકને ભારે નુકસાન થયું છે. જેથી જગતના તાતની સ્થિતી કફોડી થઇ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બેસણું ઓન વ્હીલ: બેસણામાં એવું આયોજન કે લોકો દુ:ખ પણ વ્યક્ત કરે અને ફાયદો પણ થાય


ખેતરોમાં પાણી ભરાવાના કારણે પાકને મોટું નુકસાન થયું હોવાનું સામે આવ્યા બાદ Zee 24 કલાક ની ટીમ પહોંચી ગ્રાઉન્ડ ઝીરો પર તપાસ કરી હતી. ભારે વરસાદના કારણે ખેતરોમાં પાણી ભરાતા સ્થિતી કફોડી થઇ છે. કાલાવડ તાલુકાના રામપર રવેશિયા ગામના ખેડૂતોની હાલત કફોડી હોવાનું સામે આવ્યું છે. મગફળી અને કપાસના પાકને 100 ટકા નુકસાનીની ભીતિ ખેડતો સેવી રહ્યા છે. 


Gujarat Corona Update : નવા 1120 દર્દી, 959 દર્દી સાજા થયા 20 લોકોનાં મોત


રામપર રવેશિયા ગામના ખેડૂતોએ ઝી 24 કલાક નો આભાર વ્યક્ત કર્યો હતો અને તેમની વાત સરકારના કાને પહોંચે તેવી અપીલ કરી હતી. સરકાર દ્વારા ખેડૂતોને પૂરતું વળતર ચુકવવા માંગ પણ ખેડૂતોએ કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, જામનગર સહિત હાલાર પંથકમાં ચાલુ વર્ષે વધુ વરસાદ પડવાના કારણે હવે ખેડૂતોની પરિસ્થિતિ ખૂબ જ વિકટ બની રહી છે. જામનગર જિલ્લાના ગ્રામ્ય તાલુકાઓમાં ખેડૂતની સ્થિતી વધારે કફોડી થઇ છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર