લ્યો બોલો!!! ધોરણ 10ની માર્કશીટ વિના જ ધોરણ 11માં પ્રવેશની શરૂઆત, તંત્રએ નોટીસ પાઠવી માન્યો સંતોષ
(Gujarat) ની અનેક શાળાઓએ ધોરણ 10ની માર્કશીટ વગર જ ધોરણ 11માં વિદ્યાર્થી (Student) ને પ્રવેશ આપવાની શરૂઆત કરી છે. ત્યારે જે શાળાઓએ ધોરણ 11માં પ્રવેશ આપવાની કરી છે તેમને તંત્ર દ્વારા નોટીસ (Notice) પાઠવી સંતોષ માનવામાં આવ્યો છે.
અતુલ તિવારી, અમદાવાદ: રાજ્ય (Gujarat) માં હાહાકાર મચાવનાર કોરોનાના (Coronavirus) સંક્રમણના લીધે રાજ્ય સરકાર (State Government) દ્વારા ધોરણના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવાનો નિર્ણય કર્યો છે. ધોરણ 10ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન (Mass Promotion) અપાયા બાદ વિદ્યાર્થીઓની માર્કશીટ (Marksheet) કેવી રીતે તૈયાર કરવી તેનો નિર્ણય શિક્ષણ વિભાગ હજુ સુધી કરી શક્યું નથી. ત્યારે શાળાઓએ જાતે જ બાળકોને ધોરણ 11માં પ્રવેશ આપવાની શરૂઆત કરી દીધી છે.
રાજ્યભર (Gujarat) ની અનેક શાળાઓએ ધોરણ 10ની માર્કશીટ વગર જ ધોરણ 11માં વિદ્યાર્થી (Student) ને પ્રવેશ આપવાની શરૂઆત કરી છે. ત્યારે જે શાળાઓએ ધોરણ 11માં પ્રવેશ આપવાની કરી છે તેમને તંત્ર દ્વારા નોટીસ (Notice) પાઠવી સંતોષ માનવામાં આવ્યો છે. ખુદ ગુજરાત રાજ્ય શાળા સંચાલક મહામંડળના પ્રમુખ ભાસ્કર પટેલ કહી ચૂક્યા છે કે ધોરણ 10 ની માર્કશીટ વિના ધોરણ 11 માં પ્રવેશ આપવો અયોગ્ય છે. સરકારે હજુ સ્પષ્ટ કર્યું નથી કે બાળકોને ધોરણ 11માં કયા આધારે પ્રવેશ આપવો ત્યારે કોઇપણ શાળાએ હાલ પ્રવેશ ના આપવો જોઇએ.
Viral Video: અમદાવાદી યુવકો રાત્રિ કર્ફ્યુંમાં બન્યા રાતના રાજા, બેરિકેટિંગ આગળ ડાન્સ કર્યો ડાન્સ
નિયમ મુજબ કોઈપણ શાળા ધોરણ 10ની માર્કશીટ (Marksheet) વગર વિદ્યાર્થીઓને ધોરણ 11માં પ્રવેશ આપી ના શકે. ધોરણ 10ની માર્કશીટ વગર જ ધોરણ 11માં વિદ્યાર્થીઓને પ્રવેશ આપનાર કેટલીક શાળાઓને DEO કચેરી તરફથી નોટિસ પણ ઇશ્યુ કરવામાં આવી છે. જોકે શિક્ષણ વિભાગની ઢીલી નીતિના લીધે શાળા સંચાલકોની મનમાની યથાવત છે. માત્ર ફટકારે સંતોષી માનતા તંત્ર સામે શાળાઓ બેફામ બની છે.
શિક્ષણ વિભાગે ધોરણ 10ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન (Mass Promotion) આપ્યું ત્યારબાદ માર્કશીટ કેવી રીતે તૈયાર કરવી એ અંગે એક કમિટી બનાવી હોવા છતાં કમિટી હજુ સુધી કોઈ નિર્ણય લઈ શકી નથી. શિક્ષણ વિભાગની કચબા ગતિથી પરેશાન શાળા સંચાલકોએ બાળકોને ધોરણ 11માં પ્રવેશ આપવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે.
હાઇકોર્ટના આદેશ બાદ તંત્ર એક્શન મોડમાં, BU પરમિશન વિનાની બિલ્ડીંગોને AMC એ કરી સીલ
શિક્ષણ વિભાગ દ્વારા અગાઉ થયેલી જાહેરાત મુજબ નવું શૈક્ષણિક સત્ર પણ 7 જૂનથી શરૂ થવાનું છે, એવામાં શાળાઓએ પોતાની તૈયારીઓ આરંભી પરંતુ શિક્ષણ વિભાગ હજુ ઘોર નિદ્રામાં છે. ધોરણ 10ના બાળકોને માસ પ્રમોશન આપ્યા બાદ તમામ બાળકોને કેવી રીતે ધોરણ 11માં સમાવેશ કરી શકાશે તે બાબતે પણ કોઈ ચોક્કસ રણનીતિ તૈયાર કરવામાં આવી નથી.
ધોરણ 10માં માસ પ્રમોશન મેળવ્યા બાદ જે શાળામાં ધોરણ 11 ના વર્ગો નથી, તેવી શાળાના વાલીઓ તેમના બાળકોને ધોરણ 11માં પ્રવેશ અપાવવા માટે ચિંતિત બન્યા છે. દરવર્ષે અંદાજે 60 ટકા ધોરણ 10નું રિઝલ્ટ આવતું હતું ત્યારે આ વખતે માસ પ્રમોશનને કારણે 100 ટકા બાળકો પાસ થયા છે. એવામાં તમામનો કેવી રીતે ધોરણ 11માં સમાવેશ કરી શકાશે તેનો જવાબ હજુ પણ શિક્ષણ વિભાગ આપી શક્યું નથી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube