ચેતન પટેલ, સુરત: સુરત શહેરમાં ઘર કામ કરવાના બહાને ચોરી કરવામાં માસ્ટર ગણાતી એક મહિલાની દોઢ મહિનામાં બીજી વખત ક્રાઇમ બ્રાંચની ટીમે ધરપકડ કરી છે. અગાઉ પકડાઈ ત્યારે તેણે આ રીતે 10 ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી. જેલમાંથી છૂટ્યા બાદ એક જ ચોરી કરી ત્યાં પુન: પોલીસના હાથે પકડાઈ ગઈ છે. આ વખતે આ મહિલાએ રૂ. 3.80 લાખનાં ઘરેણાંની ચોરી કરી હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વધુમાં વાંચો: રાજ્યમાંથી કોઈપણ જીવતા પશુઓની નિકાસ નહીં થાય: સીએમ રૂપાણી


સુરત શહેરના વેસુ વિસ્તારના પામ એવન્યુ એપાર્ટમેન્ટમાંથી ગઈ તા. 22 નવેમ્બરના રોજ કામવાળીના સ્વાંગમાં ટીનાએ રૂ. 3.80 લાખનાં ઘરેણાં ચોરી ગઈ હતી. આ રીતે ચોરી કરવામાં માસ્ટરી ધરાવતી ટીના ઉર્ફે સુનિતા પાસવાનને ક્રાઇમ બ્રાંચની ટીમે પકડી પાડી છે. જેણે આ ચોરી કરી હોવાની કબૂલાત કરી છે. દોઢ મહિના પૂર્વે આ મહિલાની ક્રાઇમ બ્રાંચની ટીમે જ ધરપકડ કરી હતી. તે વખતે તેણે અન્ય એક મહિલા સાથે મળી કુલ 10 ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી.


વધુમાં વાંચો: વાઈબ્રન્ટ સમિટમાં મહેમાનોને પિરસાશે ‘ખાસ’ પ્રકારની પાણીપુરી


આ બન્ને મહિલાને તમામ ગુનાની તપાસ પૂર્ણ કર્યા બાદ લાજપોર જેલમાં ધકેલી દેવામાં આવી હતી. દોઢ મહિલો જેલમાં રહ્યા બાદ જેલમુક્ત થયેલી આ મહિલાએ પુન: ચોરી કરવાનું શરૂ કરી દીધું હતું. આ મહિલાની સાથે રહી ચોરી કરનારી મહિલા હજુ જેલમાં જ છે. આ મહિલાની મોડસ ઓપરેન્ડી એવી છે કે હાઇફાઈ સોસાયટીમાં જઈ ત્યાંના વોચમેનનો સંપર્ક કરે. કોઈને ઘર કામ માટે મહિલાની જરૂર હોય તો જણાવવાનું કહે.


વધુમાં વાંચો: ગુજરાતમાં દીપડાનો દહેશત: ચોટીલાની ચાલુ કોર્ટમાં દીપડો ઘૂસ્યો


આ રીતે શ્રીમંતના ઘર સુધી કામવાળી તરીકે પહોંચી જાય. દરેક વખતે અલગ અલગ નામ આપે. એક વખત શ્રીમંતના ઘર સુધી પહોંચી જાય પછી બે-ચાર દિવસમાં જ શેઠાણીને વાતોમાં મગ્ન કરી તેમની નજર ચૂકવી ચોરી કરી લે અને પલાયન થઈ જાય પછી એ બાજુ ફરકે જ નહીં. વોચમેનના માધ્મથી કામે રહી હોવાથી કોઈ પણ જાતની માહિતી મળે નહીં. પરિણામે તે પોલીસના હાથમાં આવે નહીં આ વાતની તે કાળજી રાખતી હતી.


વધુમાં વાંચો: હોંશેહોંશે જેણે સાત ફેરા લીધા હતા, તે દુલ્હન અકસ્માતમા બની કાળનો કોળિયો


મૂળ સુરતની આ યુવતીએ પાંચેક વર્ષ પૂર્વે મૂળ ઉત્તરપ્રદેશના વતની રાજુ બસાવંત પાસવાન સાથે પ્રેમ લગ્ન કર્યાં. તે એક પુત્રની માત બની. હાલ આ પુત્ર 4 વર્ષનો છે. પ્રેમ લગ્ન કર્યા પછી પતિ કાંઈ કામ ધંધો કરતો નો હોવાથી ઘર ચલાવવાની જવાબદારી આ મહિલાના ભાગે આવી જેના કારણે તે આ રીતે કામવાળીના સ્વાંગમાં ચોરી કરવા લાગી હતી.


ગુજરાતના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...