અલ્કેશ રાવ/ બનાસકાંઠા: બનાસકાંઠાના અમીરગઢ તાલુકાના જૂનીરોહ ગામમાં સ્મશાનમાં લાકડાને બાથ ભરીને સૂતી એક વૃદ્ધ મહિલાનો ફોટો ખૂબ જ ઝડપથી સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જેમાં નીચે લખવામાં આવ્યું છે કે, આ વૃદ્ધ મહિલાનો પુત્ર ચાર માસ અગાઉ મૃત્યુ પામ્યો હતો અને તેની યાદમાં આ વૃદ્ધ મહિલા સ્મશાનમાં જ્યાં પુત્રના અગ્નિ સંસ્કાર કરવામાં આવ્યા હતા ત્યાં જઈને સુઈ જાય છે અને કલ્પાંત કરે છે. જેથી આ ફોટાને લઇને દેશભરમાં લોકો આ માતાના પુત્ર પ્રત્યેના પ્રેમની ચર્ચા કરીને માતા પ્રત્યે પ્રેમ વરસાવી રહ્યા છે. જો કે, આ ફોટા પાછળનું સત્ય તો કંઈક અલગ જ સામે આવ્યું.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજસ્થાનની સરહદને અડીને આવેલા બનાસકાંઠાના અમીરગઢ પંથકના જૂનીરોહ ગામનો એક ફોટો હાલ સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઈ રહ્યો છે. જેમાં ગામની મંગુબેન ચૌહાણ નામની વૃદ્ધ મહિલા પોતાના મૃતક પુત્ર મહેશની યાદમાં ગામના સ્મશાનમાં જ્યાં પુત્રને અગ્નિદાહ આપવામાં આવ્યો હતો તે જગ્યાએ જઈને લાકડાને બાથ ભરીને પુત્રની યાદમાં કલ્પાંત કરી રહી છે.


આ પણ વાંચો:- આગામી દિવસોમાં મારું શહેર કોરોના મુક્ત શહેર અભિયાન શરૂ કરાશે: પ્રદીપસિંહ જાડેજા


જો કે, આ ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં સમગ્ર દેશના લોકો આ માતા પ્રત્યે પ્રેમ વરસાવી રહ્યા છે. મંગુબેન ચૌહાણ વિશે વાત કરીએ તો તેમના પતિ શંકરભાઈ ચૌહાણનું અકસ્માતમાં દસ વર્ષ અગાઉ મૃત્યુ થયું હતું. તેમની બે પુત્રીઓ અને બે પુત્રોના લગ્ન થઈ ગયા છે. જેમાં તેમનો સૌથી નાનો પુત્ર મહેશ માતાની પાસે રહેતો હતો. 


જો કે, ચાર માસ અગાઉ જૂનીરોહ નજીકથી પસાર થતી રેલવે ટ્રેક પાસે મહેશનો મૃતદેહ મળ્યો હતો અને ત્યારબાદ ગામના સ્મશાનમાં જ તેના અગ્નિસંસ્કાર કરવામાં આવ્યા હતા. જો કે, વાયરલ ફોટા દ્વારા સોશિયલ મીડિયામાં એવું કહેવામાં આવી રહ્યું છે કે, વૃદ્ધ મંગુબેનને તેનો પુત્ર ખુબ જ વાહલો હતો અને તેની અણધારી વિદાયના કારણે માતા શોક મગ્ન થઈ ગઇ અને તેના પુત્રની યાદમાં સ્મશાનમાં જઈને રડે છે અને કલ્પાંત કરી રહી છે.


આ પણ વાંચો:- EX બોયફ્રેન્ડે ન્યૂડ ફોટા મોકલી યુવતીને કરી બદનામ, સાયબર ક્રાઇમે આરોપીને ઝડપી પાડ્યો


જો કે, ગામના લોકોને પૂછ્યુ તો તેમણે જણાવ્યું હતું કે, મંગુબેનનો આ ફોટો ખોટી રીતે વાયરલ કરવામાં આવી રહ્યો છે. તે રોજ દારૂ પીવે છે અને દારૂ પીને ગમે ત્યાં સુઈ જાય છે. જો કે, જ્યારે આ મામલે મંગુબેનને પૂછવામાં આવ્યું ત્યારે તેમણે જણાવ્યું હતું કે, મને મારા પુત્રની યાદ આવે છે તેથી હું સ્મશાનમાં જઈને સુઈ રહું છું. હું દારૂ નથી પીતી. ગામના લોકો મારા ઉપર રોષે ભરાયા છે. તેથી તેવો ખોટું બોલે છે. હું પહેલા દારૂ પીતી હતી પણ હવે નથી પીતી. મને મારા પુત્રની ખુબ જ યાદ આવે છે.


વૃદ્ધ મહિલાએ કહ્યું કે, હું મારા પુત્રને યાદ કરીને આવું કરું છું. ત્યારે આ મામલે ગામના સરપંચ લખાભાઈ ચૌહાણે જણાવ્યું હતું કે, આ મહિલા રોજ દારૂ પીને આવી હરકતો કરે છે. તે દારૂ પીને ગામમાં કોઈપણ જગ્યાએ સુઈ જાય છે. જો કે, ગઈકાલે નદીના પટમાં સૂતી હતી એટલે કોઈ ફોટા પાડીને ખોટી રીતે વાયરલ કર્યો છે. મહિલા વર્ષોથી દારૂ પીને આવી હરકતો કરી રહી છે.


આ પણ વાંચો:- અનૈતિક સંબંધમાં પ્રેમિકાના પતિની કરી હત્યા, પ્રેમિકાને ફોન કરી કહ્યું, 'સાગરની હત્યા કરી નાખી'


જો કે, આ મામલે વૃદ્ધ મહિલાની પુત્રવધુ મેનશાબેને જણાવ્યું હતું કે, મારી સાસુ રોજ ખુબ જ દારૂ પીવે છે અને તોફાન કરે છે. અમારી સાથે ઝગડા પણ કરે છે. અમે અમારી જોડે તેને રાખીએ તો પણ નથી રહેતા અને મૃતક મહેશની યાદમાં આવું કરે છે તે ખોટું છે. મહેશ જીવતા હતા તો પણ મારી સાસુએ તેને કદી ખાવાનું પણ આપ્યું નથી. તેને સારી રીતે રાખ્યો નથી. જો કે, મારી સાસુ દારૂ પીને રોજ ગામમાં કોઈ જગ્યાએ પડી હોય છે. કાલે નદીમાં પડી હતી. તો કોઈએ ફોટો પાડીને વાયરલ કર્યો તે ખોટું વાયરલ કરાયું છે.


સોશિયલ મીડિયામાં વૃદ્ધાનો ફોટો વાયરલ થતાં દેશભરના લોકો માતાની મૃત પુત્ર પ્રત્યેની ભાવનાને બિરદાવી રહ્યા છે પરંતુ હકિકતમાં આ ફોટાને ખોટી રીતે સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube