Ahmedabad : પતિને અલવિદાનો વીડિયો મોકલીને મહિલા સાબરમતી નદીમાં કૂદી
- પતિ આરીફે તેને કહ્યું હતું કે, ‘તારે મરવુ હોય તો મરી જા.’ આ વાત સાંભળીને આઈશાને લાગી આવ્યુ હતું
- વીડિયોના પૂરાવાના આધારે પોલીસે આઇશાના પતિ સામે દુષપ્રેરણા નો ગુનો નોંધી તપાસ હાથ ધરી
મૌલિક ધામેચા/અમદાવાદ :અમદાવાદમાં એક પિરણીતાએ પતિના ત્રાસથી કંટાળીનું મોતનું પગલુ ભર્યું છે. એ કમહિલાએ અમદાવાદ રિવરફ્રન્ટથી સાબરમતી નદીમાં કૂદીને આપઘાત કર્યો છે. રિવરફ્રન્ટ પર તપાસ કરતાં ફાયર બ્રિગેડની રેસ્ક્યૂ ટીમે નદીમાં ઝંપલાવીને તપાસ કરી હતી. શોધખોળ બાદ મહિલાની લાશ બહાર કાઢી હતી. જોકે મહિલાએ મોત પહેલા વીડિયો બનાવીને પતિને મોકલ્યો હતો. પતિના ત્રાસથી તેણે આત્મહત્યા કરતા પોલીસે આ મામલે વીડિયોના પૂરાવાના આધારે પતિ સામે દુષપ્રેરણાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, વટવા વિસ્તારમાં રહેતી આઈશા ઉર્ફે સોનુના લગ્ન વર્ષ 2018માં રાજસ્થાનના આરીફ ખાન સાથે થયા હતા. લગ્ન બાદ થોડા દિવસ બધુ સારુ ચાલ્યું હતું. પરંતુ બાદમાં તેના પતિ અને સાસરિયા તેને દહેજ બાબતે ત્રાસ આપવા લાગ્યા હતા. જેના પરિણામે એ જ વર્ષે પતિ આરીફે તેની સાથે ઝઘડો કર્યો હતો અને તેને અમદાવાદમાં પિયરમાં મૂકી ગયો હતો. બાદમાં બંને વચ્ચે તકરાર વધતી ગઈ હતી. તેમના વચ્ચેના ઝઘડાનો અંત આવતો ન હતો.
આ પણ વાંચો : નીતિન પટેલને બજેટ રજૂ કરતા LIVE જોઈ શકશો, ડાઉનલોડ કરો આ એપ્લિકેશન
બે વર્ષ સુધી આઈશા અને તેના પતિ વચ્ચે ઝઘડા ચાલ્યા હતા. આખરે આઈશાના પરિવારે વટવા પોલીસ સ્ટેશનમાં તેના સાસરિયા સામે ફરિયાદ નોંધાવી હતી. આ બાદ આઈશા નોકરી કરીને પોતાનુ ગુજરાન ચલાવતી હતી. ત્યાર બાદ ગુરુવારે ફરીથી આઈશા અને તેના પતિ વચ્ચે ઝઘડો ચાલ્યો હતો. આખરે આરીફે તેને કહ્યું હતું કે, ‘તારે મરવુ હોય તો મરી જા.’ આ વાત સાંભળીને આઈશાને લાગી આવ્યુ હતું. તેણે સાબરમતી નદીમાં કૂદીને મોત વ્હાલુ કર્યું હતું. પરંતુ મોત પહેલા આઈશાએ પતિ માટે વીડિયો બનાવ્યો હતો. જે વીડિયો પોલીસના હાથે લાગ્યો છે.
આ પણ વાંચો : સુરતમાં ત્રાસ આપતા પતિને પત્નીએ પાઠ ભણાવ્યો, ટેમ્પો પાછળ બાંધીને 2 હજાર ફૂટ સુધી ધસેડ્યો
વીડિયોમાં આઈશાએ શું કહ્યું....
આઈશાએ વીડિયોમાં આરીફ માટે મેસેજ છોડ્યો હતો. તેણે કહ્યું કે, ‘‘હેલ્લો, અસ્લામ વાલીકુમ મેરા નામ હે આઇશા આરીફખાન... ઔર મેં જો ભી કુછ કરને જા રહી હું મેરી મરજી સે કરને જા રહી હું...ઇસમે કિસીકા દોર ઔર દબાવ નહિ હે અબ બસ ક્યા કહે? એ સમજ લિજીયે કે ખુદાકિ ઝીંદગી ઇતની હોતી હે...ઔર મુજે ઇતની ઝીંદગી બહોત સુકુન વાલી લગતી હે.''ઔર ડિયર ડેડ કબ તક લડેગે અપનો સે કેસ વિડ્રોલ કર દો નહિ કરના આઇશા લડાઈઓ કે લિએ નહિ બની પ્યાર કરતે હે આરીફ સે ઉસે પરેશાન થોડી કરેગે? અગર ઉસે આઝાદી ચાહિયે તો ઠીક હે વો આઝાદ રહે ચલો અપની ઝીંદગી તો યહી તક હે. મેં ખુશ હું કી મેં અલ્લાહ સે મીલૂંગી ઉન્હેં કહુંગી કી મેરે સે ગલતી કહાં રેહ ગઈ? મા બાપ બહુત અચ્છે મિલે દોસ્ત બહોત અચ્છે મિલે પર શાયદ કહી કમી રેહ ગઈ મુજમે યા શાયદ તકદીર મેં,મેં ખુશ હું સુકુન સે જાના ચાહતી હું અલ્લાહ સે દુઆ કરતી હું કી દુબારા ઇન્સાનો કી શકલ ન દિખાયે. એક ચીઝ જરૂર શીખ રહી હું મોહબબત કરની હે તો દો તરફ કરો એક તરફા મેં કુછ હાસિલ નહિ હે. ચલો કુછ મહોબ્બત તો નિકાહ કે બાદ ભી અધૂરી રહેતી હે, એ પ્યારી સી નદી પ્રે કરતે હે કી વો મુજે અપને આભ મેં સમા લે ઔર મેરે પીઠ પીછે જો ભી હો પ્લીઝ જ્યાદા બખેડા મત કરના મેં હવાઓ કી તરહ હું બસ બહેના ચાહતી હું, ઔર બહેતે રેહના ચાહતી હું કિસીકે લિયે નહિ રૂકના મેં ખુશ હું આજ કે દિન કે જો સવાલ કે જવાબ ચાહિયે થે વો મિલ ગયે. ઔર મુજે જીસકો જો બતાના થાય વો સચ્ચાઈ બતા ચુકી હું કાફી હે, થેંક્યું. મુજે દુઆઓ મેં યાદ કરના કયા પતા જન્નત મિલે ન મિલે.. ચલો અલવિદા.’’
રિવરફ્રન્ટ વેસ્ટ પોલીસે આઈશાના પતિ આરીફ સામે દુષ્પ્રેરણાની ફરિયાદ નોંધી છે. પોલીસને આઈશાના આત્મહત્યા અંગે વીડિયો દ્વારા પુરાવા હાથ લાગ્યા છે. વીડિયોના પૂરાવાના આધારે પોલીસે આઇશાના પતિ સામે દુષપ્રેરણા નો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.