સુરતમાં ત્રાસ આપતા પતિને પત્નીએ પાઠ ભણાવ્યો, ટેમ્પો પાછળ બાંધીને 2 હજાર ફૂટ સુધી ધસેડ્યો

Updated By: Feb 27, 2021, 02:18 PM IST
સુરતમાં ત્રાસ આપતા પતિને પત્નીએ પાઠ ભણાવ્યો, ટેમ્પો પાછળ બાંધીને 2 હજાર ફૂટ સુધી ધસેડ્યો
  • દારૂ પીને મારઝૂડ કરતા અને ત્રાસ આપતા પતિને પત્નીએ પાઠ ભણાવ્યો
  • પત્ની અને તેના ભાઈએ મળીને પતિને ટેમ્પાની પાછળ ધસડ્યો 

કિરણસિંહ ગોહિલ/સુરત :સુરતના પલસાણામાં પત્નિ અને તેના ભાઈ ક્રૂરતાની હદ વટાવ્યાની ઘટના સામે આવી છે. જેમાં દારૂના નશામાં મારઝૂડ કરતા પતિને ટેમ્પો સાથે બાંધી પત્ની અને તેના ભાઈએ 2 હજાર ફૂટ સુધી ઢસડ્યો હતો. દારૂ પીને ત્રાસ આપતા પતિને પત્નીએ પાઠ ભણાવ્યો હતો. પરંતુ તેમાં પત્નીએ ક્રુરતાની હદ વટાવી દીધી હતી. કંટાળી ગયેલી પત્નીએ ભાઈ સાથે મળીને પતિને માર માર્યો હતો. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. 

આ ઘટના કડોદરાના કૃષ્ણાનગરની સત્યમ શિવમ સોસાયટીની છે. જ્યાં મૂળ મહારાષ્ટ્રના બાલાકૃષ્ણ રમેશભાઈ રાઠોડ રહે છે. તેઓ સુરતની એક મિલમાં કામ કરે છે. બાલાકૃષ્ણ રાઠોડ દારૂના નશામાં પત્ની શીતલ સાથે અવારનવાર ઝઘડો કરતો હતો. શુક્રવારે પણ બાલકૃષ્ણએ પત્ની અને સાસુ સાથે ઝગડો કર્યો હતો. જેથી પત્ની શીતલે દુર્ગાનગરમાં રહેતા તેના ભાઈ અનિલને બોલાવ્યો હતો. જેથી અનિલ અને શીતલે બાલકૃષ્ણને માર માર્યો હતો. એટલું જ નહિ, પણ બાલકૃષ્ણને ટેમ્પો પાછળ દોરડાથી બાંધી 2  હજાર ફૂટ સુધી રોડ ઉપર ઢસેડ્યો હતો.

No description available.

દારૂના નશામાં હેરાન કરતા પતિને પત્નીએ ભાઈ સાથે મળી ટેમ્પોની પાછળ બાંધીને ૨ હજાર ફૂટ સુધી ઘસડ્યો હતો.જેને જોઈને સ્થાનિકો રોડ પર દોડી આવ્યા હતા. સ્થાનિક લોકોએ શીતલ અને અનિલને અટકાવી બાલકૃષ્ણને છોડાવ્યો હતો. અને સારવાર માટે બાલાકૃષ્ણને હોસ્પિટલ લઈ ગયા હતા. 

No description available.

સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી.જેના આધારે પોલીસે પત્ની શીતલ અને તેના ભાઈ અનિલની અટકાયત કરી આગળની તપાસ હાથ ધરી છે.