નીતિન પટેલને બજેટ રજૂ કરતા LIVE જોઈ શકશો, ડાઉનલોડ કરો આ એપ્લિકેશન
Trending Photos
- દેશમાં ગુજરાત પહેલું રાજ્ય છે, કે જેને બજેટ મોબાઈલ એપ્લિકેશન લોન્ચ કરી
- એપ્લિકેશન દ્વારા બજેટ ડોક્યુમેન્ટ અપલોડ કરવાથી જરૂરી કચેરીઓ માટે માત્ર 20 ટકા પ્રકાશનો જ છપાશે, જેથી પેપરની બચત થશે
- ગુજરાતના ગત 5 વર્ષના નાણામંત્રીના પ્રવચનો અને બજેટની કોપી આ એપ્લિકેશન પર મૂકવામાં આવી છે
હિતલ પારેખ/ગાંધીનગર :કોરોનાકાળમાં વિધાનસભાનું બજેટ સત્ર ખાસ બનવા જઈ રહ્યું છે. બજેટ (budget 2021) માટે સરકાર એપ્લિકેશન લૉન્ચ કરી છે. નાણામંત્રી નીતિન પટેલ આજે મોબાઈલ એપ્લિકેશન લૉન્ચ કરી છે. જેમાં ગુજરાતનું બજેટ (gujarat buget 2021) ડિજિટલી રજૂ કરવામાં આવશે. બજેટમાં કાગળનો ઓછામાં ઓછો વપરાશ થાય તેવો આગ્રહ આ ડિજીટલ પ્લેટફોર્મ થકી રાખવામાં આવ્યો છે.
બજેટ હવે ડિજીટલી જોઈ શકાશે
બજેટ મોબાઈલ એપ્લીકેશનનો શુભારંભ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના હસ્તે કરવામાં આવ્યું. બજેટ રજૂ કરતા સમયે તેમણે કહ્યું કે, હવે ડિજિટલ સ્વરૂપમાં બજેટને લોન્ચ કરવામાં આવશે. કેન્દ્ર સરકારનાં બજેટ પછી સમગ્ર દેશમાં ગુજરાત પહેલું રાજ્ય છે, કે જેને બજેટ મોબાઈલ એપ્લિકેશન લોન્ચ કરી છે. મોબાઇલ એપ્લિકેશન ગુજરાતનું બજેટ ગુજરાતી અને અંગ્રેજી એમ બે ભાષામાં રજૂ થશે. આ મોબાઇલ એપ્લિકેશન ઉપર ભૂતકાળના બજેટ પણ મૂકવામાં આવ્યા છે. બજેટ એપ્લિકેશન ઉપરથી નાણામંત્રીનું બજેટ સ્પીચ લાઈવ કરવામાં આવશે. ગુજરાત બજેટના નામથી ગુગલ પ્લે સ્ટોર ઉપરથી એપ્લિકેશન ડાઉનલોડ કરી શકાશે.
આ પણ વાંચો : સુરતમાં ત્રાસ આપતા પતિને પત્નીએ પાઠ ભણાવ્યો, ટેમ્પો પાછળ બાંધીને 2 હજાર ફૂટ સુધી ધસેડ્યો
આ વર્ષના વિધાનસભાના બજેટમાં ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. ગુજરાત સરકાર અને નાણાં વિભાગ સહિતના અન્ય વિભાગો ટેકનોલોજીનો ઉપયોગ કરી રહ્યા છે. નાણાંકીય કરકસરના પગલાના ભાગરૂપે આ પગલુ ખૂબ મહત્વનું છે. વિધાનસભાની કાર્યવાહી અને જે વિવિધ પ્રસારણ કરવાની માગણી કરવામાં આવતી હતી તે અંતર્ગત હવે બજેટ લાઈવ કરવાની શરૂઆત કરવાની શરૂઆત સરકારે કરી છે. લોકસભાની જેમ વિધાનસભામાં પણ જીવંત પ્રસારણ કરવું તેનો આ પ્રથમ તબક્કો છે. ગુજરાતના ગત 5 વર્ષના નાણામંત્રીના પ્રવચનો અને બજેટની કોપી આ એપ્લિકેશન પર મૂકવામાં આવી છે. 3 માર્ચના રોજ પ્રથમ બેઠકમાં નાણામંત્રી તરીકે ગુજરાતનું બજેટ ગૃહમાં રજૂ કરવામાં આવશે.
આ પણ વાંચો : તમામ પ્રયાસ કોરોનાની બીજી લહેરમા ધોવાયા, અમદાવાદમાં ફરી એકવાર કોરોનાના કેસ વધ્યા
કાગળની કેટલી બચત થશે
ગુજરાત સરકારના બજેટની મુખ્ય બુક અને અન્ય 73 જેટલા પ્રકાશનોના 55 લાખ જેટલા પેજ દર વર્ષે પ્રિન્ટ કરાતાં, પેપર અને નાણાં બંનેનો વ્યાપક વપરાશ થાય છે. જેથી મોબાઇલ એપ્લિકેશન દ્વારા બજેટ ડોક્યુમેન્ટ અપલોડ કરવાથી લાયબ્રેરી અને જરૂરી કચેરીઓ માટે માત્ર 20 ટકા પ્રકાશનો જ છપાશે, જેના કારણે પેપરની બચત થશે.
નીતિન પટેલ 9મી વાર બજેટ રજૂ કરશે
વિધાનસભાના સત્રમાં બેઠક વ્યવસ્થા પર પણ ખાસ ધ્યાન રાખવામા આવશે. સોશિયલ ડિસ્ટન્સિંગ (social distance) સાથે તમામને ગૃહમાં બેસાડવામાં આવશે. નાણામંત્રી તરીકે નીતિન પટેલ 9મી વખત બજેટ રજૂ કરશે. ગુજરાત વિધાનસભાના બજેટસત્રનો લઇને ગુજરાત રાજ્યના નાણામંત્રી નીતિન પટેલે દરેક વિભાગની સમીક્ષાઓ શરૂ કરી દીધી છે, જેમાં નવી યોજનાઓ તેમજ ખર્ચની ફાળવણી જેવી બાબતો પર વિચારણા કરવામાં આવી રહી છે. તેમજ કોરોનાની ગાઇડલાઇનનો અમલ કરાશે. તેમજ વિધાનસભા ગૃહની અંદર કેટલાક મહત્ત્વના ફેરફારો કરવામાં આવે એવી શક્યતા છે, જેમાં ગૃહની અંદરની હયાત જગ્યાનો ઉપયોગ કરવા તેમજ પ્રેક્ષક-ગેલેરીમાં વધુ આરામદાયક ખુરશી મૂકવાના વિકલ્પો પર વિચારણા ચાલી રહી છે.
મુખ્યમંત્રીના જવાબ અન્ય મંત્રીઓ આપશે
વિધાનસભા બજેટ સત્રમા મુખ્યમંત્રીના વિભાગોના જવાબો અન્ય મંત્રીઓ આપશે. મુખ્યમંત્રી વિજય રૂપાણીના વિભાગના જવાબો નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, સૌરભ પટેલ અને પ્રદિપસિહ જાડેજા તમામ સવાલોના આપશે. ચારેય સિનિયર મંત્રીઓને અલગ અલગ વિભાગ ફાળવવામાં આવ્યા છે. અન્ય કેબિનેટ મંત્રીઓના બદલે રાજ્ય કક્ષાના મંત્રીઓને બોલવા પ્રાધાન્ય અપાશે. વિભાગની તારાંકિત પ્રશ્નોત્તરી સહિતની બાબતો પર રાજ્ય કક્ષાના પ્રધાન જવાબ આપશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે