સુરતમાં 8 માસના ગર્ભ સાથે મહિલાનો આપઘાત, પતિએ કહ્યું-પેટમાં રહેલુ બાળક મારું નથી
સુરતના અલથાણ વિસ્તારમા રહેતી મહિલાએ પોતાના આઠ માસના ગર્ભ સાથે ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ હતી. મૃતક મહિલાને છેલ્લા કેટલાય સમયથી પરિવારના જ યુવાન દ્વારા સોશિયલ મીડિયા પર હેરાન કરી બ્લેકમેલિંગ કરતો હતો. જેનાથી કંટાળીને મહિલાએ આપઘાત કરી લીધો હતો. બીજી તરફ મહિલાના પેટમાં રહેલું બાળક પોતાનુ ન હોવાનુ પતિ દ્વારા આક્ષેપ કરાયા હતા. જેથી પોલીસ મૂંઝવણમાં મૂકાઈ જતા ગર્ભનો ડીએનએ ટેસ્ટના સેમ્પલ લેવામાં આવ્યા છે. ડીએનએ રિપોર્ટ આવ્યા બાદ જ વધુ માહિતી સપાટી પર આવશે.
ચેતન પટેલ/સુરત :સુરતના અલથાણ વિસ્તારમા રહેતી મહિલાએ પોતાના આઠ માસના ગર્ભ સાથે ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ હતી. મૃતક મહિલાને છેલ્લા કેટલાય સમયથી પરિવારના જ યુવાન દ્વારા સોશિયલ મીડિયા પર હેરાન કરી બ્લેકમેલિંગ કરતો હતો. જેનાથી કંટાળીને મહિલાએ આપઘાત કરી લીધો હતો. બીજી તરફ મહિલાના પેટમાં રહેલું બાળક પોતાનુ ન હોવાનુ પતિ દ્વારા આક્ષેપ કરાયા હતા. જેથી પોલીસ મૂંઝવણમાં મૂકાઈ જતા ગર્ભનો ડીએનએ ટેસ્ટના સેમ્પલ લેવામાં આવ્યા છે. ડીએનએ રિપોર્ટ આવ્યા બાદ જ વધુ માહિતી સપાટી પર આવશે.
ઢબુડી માતાના સેવકે ધમકી આપી, ‘પેલા બોટાદનાં ફરિયાદી ભીખાભાઇનું પણ ડેથ સર્ટિફિકેટ જોઇ લેજે’
પ્રાપ્ત માહિતી અનુસાર, સુરતના અલથાણ વિસ્તારમાં આવેલી રધુવીર સેફરોન સોસાયટીમાં મૂળ રાજસ્થાનના સજ્જુબેન ગોપાલરામ સુથાર પરિવાર સાથે રહેતી હતી. પતિ સાલાસર ફર્નિચરનો શો રૂમ ધરાવે છે. સાત વર્ષ પહેલાં સજ્જુ સાથે લગ્ન થયા હતા. લગ્નગાળા દરમિયાન બે દીકરાનો જન્મ થયો હતો અને હાલ મહિલાને 8 માસનો ગર્ભ હતો. દરમિયાન ગત રોજ પતિ શો રૂમ પર હતો અને પત્નીએ ઘરના રૂમમાં પંખા સાથે દુપટ્ટો બાંધી ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.
સુરત : બોલ લેવા ગયેલા માસુમ બાળકનું અંડરગ્રાઉન્ડ ટાંકામાં પડીને મોત, ડુબતો જોઈ અન્ય બાળકો ભાગી ગયા
મહિલાના આપઘાત બાદ મૃતક મહિલાના ભાઇએ આક્ષેપ કર્યો હતો કે, છેલ્લા એક મહિનાથી સજ્જુને પતિના ફોઈનો પૌત્ર હનુમાન તેને બ્લેક મેઈલ કરતો હતો. તે કહેતો કે, મારી સાથે વાત કરો ભાભી નહીંતર ગોપાલને તમામ વાત કરી દઈશ. હનુમાન અને સજ્જુની ઇન્સ્ટાગ્રામ પર પણ વાત થતી હતી. પત્ની સજજુના ફોનમાં હનુમાનના નંબર જોઈ પતિ-પત્ની વચ્ચે ઝઘડો થતો હતો. છેલ્લા થોડા દિવસોથી પતિ-પત્ની વચ્ચે ઝઘડાથી અને બ્લેકમેઈલને કારણે સજ્જુએ આપઘાત કરી લીધો હોવાની શક્યતા છે. આ બાબતે પોલીસ ફરિયાદ નોંધાવવાની પણ તજવીજ હાથ ધરવામાં આવી છે.
સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV :