ઢબુડી માતાના સેવકે ધમકી આપી, ‘પેલા બોટાદનાં ફરિયાદી ભીખાભાઇનું પણ ડેથ સર્ટિફિકેટ જોઇ લેજે’

ધર્મના નામે ધતિંગ કરીને અને પોતાના ઢબુડી માતા કહેડાવતા ધનજી ઓડ મામલે હવે તેના ભક્તો મેદાનમાં આવ્યા છે. ઢબુડી માતાના ભક્તોની રોજેરોજ નવી ઓડિયો ક્લિપ સામે આવી રહી છે. જેમાં સુરેન્દ્રનગરના સેવકની ઓડિયો ક્લિપ સામે આવી છે. જેમાં ઢબુડી માતાનો સેવક એક પત્રકારને ધમકી આપી રહ્યો હોવાનું સ્પષ્ટ દેખાય છે. 

ઢબુડી માતાના સેવકે ધમકી આપી, ‘પેલા બોટાદનાં ફરિયાદી ભીખાભાઇનું પણ ડેથ સર્ટિફિકેટ જોઇ લેજે’

રક્ષિત પંડ્યા/રાજકોટ :ધર્મના નામે ધતિંગ કરીને અને પોતાના ઢબુડી માતા કહેડાવતા ધનજી ઓડ મામલે હવે તેના ભક્તો મેદાનમાં આવ્યા છે. ઢબુડી માતાના ભક્તોની રોજેરોજ નવી ઓડિયો ક્લિપ સામે આવી રહી છે. જેમાં સુરેન્દ્રનગરના સેવકની ઓડિયો ક્લિપ સામે આવી છે. જેમાં ઢબુડી માતાનો સેવક એક પત્રકારને ધમકી આપી રહ્યો હોવાનું સ્પષ્ટ દેખાય છે. 

વિજ્ઞાન જાથાના ચેરમેન જયંત પંડ્યાએ રાજકોટમાં એક પત્રકાર પરિષદ યોજી હતી. જેમાં તેમણે ઢબુડી માતાના સેવકની ઓડિયો ક્લિપ જાહેર કરી છે, આ સેવક સુરેન્દ્રનગરનો વતની છે. આ સેવકે એક પત્રકારને ‘ભીખાભાઈના નામનું ડેથ સર્ટીફિકેટ જોઈ લેજો’ તેવુ કહીને ધમકી આપી છે. ઉલ્લેખનીય છે કે, ભીખાભાઈ પેથાપુરના રહેવાસી વૃદ્ધ છે, જેમણે ઢબુડી માતા ઉર્ફે ધનજી ઓડ સામે પોતાના પુત્રના મોત મામલે ફરિયાદ દાખલ કરી છે. 

આ ઓડિયો ક્લિપમાં 'ઢબુડી મા'નાં સેવકે પત્રકારે કહી રહ્યો છે કે, ‘જો ઢબુડી માને કંઇક કહીશ તો તું જોઇ લેજે તારા ત્રણ ચાર કલાકમાં શું હાલ થાય છે. પેલા બોટાદનાં ફરિયાદી ભીખાભાઇનું પણ ડેથ સર્ટિફિકેટ જોઇ લેજે. તમારી પાસે જે પણ પુરાવા છે તે બધા ખોટા છે.’ ત્યારે પત્રકાર જવાબ આપે છે કે, ‘હું તો મારૂં કામ કરીશ.’ ત્યારે સેવક ગુસ્સામાં આવીને કહી રહ્યો છે કે, મને ગુસ્સો આવે તો હું કંઇપણ કરી દઇશ. ટેન્શન લેનેકા નહીં દેને કા.’

જયંત પંડ્યાએ કહ્યું કે, અમે લાંબા સમયથી ઢબુડી માતાનો સરવે કરીએ છીએ. તેમનો મોટો કારોબાર છે. આ કારોબાર અંધશ્રદ્ધાળુઓને ધ્યાનમાં ન આવે. એક મહિલા ઢબુડી માતાનો ભોગ બન્યા છે. ત્યારે ગુંડાગીર્દી કરનારા તેના સેવકે એક વ્યક્તિને ધમકી આપી છે. 

સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV : 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news