વડોદરા : શહેરનાં ગોત્રી વિસ્તારમાં માસ્ક ચેકિંગની કામગીરી દરમિયાન એક મહિલાએ પોલીસ સાથે રકઝક કરી હતી. આ બાબત એટલી ઉગ્ર બની ગઇ કે મહિલાએ પોલીસને પટ્ટા ઉતરાવી દેવાની ધમકી આપી હતી. આખરે પોલીસ દ્વારા તે મહિલાની અટકાયત કરવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, માસ્ક બાબતે નાગરિકો અને પોલીસ વચ્ચે રકઝકનાં કિસ્સા સમયાંતરે સામે આવતા રહે છે. જો કે પોલીસ દ્વારા કોરોનાની કપરી પરિસ્થિતીમાં માસ્ક બાબતે ખુબ જ સરાહનીય કામગીરી થઇ રહી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રંગીલા રાજકોટનું સિંહોને પણ ઘેલું લાગ્યું, વધારે એક ગ્રુપ આવતા વન વિભાગ દોડતું થયું


ઘટના અંગે વિગતે મળતી માહિતી અનુસાર વડોદરામાં માસ્કની કામગીરી દરમિયાન પોલીસ જવાન દ્વારા એક મહિલાને અટકાવવામાં આવી હતી. તે પોતાની ગાડીમાં જઇ રહી હતી. નિલાંબર સર્કલ તરફથી આવી રહેલી એક ગાડીને ઘડિયાળી સર્કલ પાસે અટકાવવામાં આવી હતી. જેમાં બેઠેલી મહિલાએ માસ્ક પહેર્યું નહોતું. જો કે મહિલાએ ગાડી ઉભી રાખવાના બદલે આગળ જવા દીધી હતી. જેથી આગળ ઉભેલા એક હોમગાર્ડના જવાને આડા પડીને ગાડી અટકાવી હતી. 


બર્ડફ્લૂ: સાવલીનાં કાગડાઓનાં રિપોર્ટ પોઝિટિવ, સાવલીની પોલિટરી બહાર વેચવા પર પ્રતિબંધ


મહિલાને ગાડીમાંથી ઉતારીને PSI કે.એચ જનકાત સમક્ષ હાજર કરતા મહિલા બોલવા લાગી હતી. માસ્ક બાબતે દંડ ભરવાનું કહેતા તેણે કહ્યું કે, તમે બધા જ પોલીસ કર્મચારીઓ તોડ કરો છો. તમે લોકોને લૂંટવા માટે બેઠા છો. કારમાં બેઠેલી તેની બહેન દ્વારા પણ બુમો પાડીને પોલીસ સાથે ઉદ્ધતાઇ ભર્યું વર્તન કરવામાં આવ્યું હતું. પોલીસ મારી પાસેથી 500 રૂપિયા માંગે છે અને મારો મોબાઇલ ફોન લઇ લીધા છે. હેલ્પ હેલ્પની બુમો પાડતા ટ્રાફિક જામ થઇ ગયો હતો. 


ગુજરાત યુનિવર્સિટીમાં Bcomમાં પ્રવેશનો વધુ એક રાઉન્ડ શરૂ કરવાની માંગ સાથે NSUIનું વિરોધ પ્રદર્શન


મહિલાએ જણાવ્યું કે, હું તમને બધાને સસ્પેન્ડ કરાવી દઇશ. હું ટેક્સપેયર છું. કાયદેસર ટેક્સ ભરૂ છું અને તેમાંથી જ તમારો પગાર થાય છે. તમારી ઓકાત શું છે તમને કોઇ હક નથી કે તુ મને આ પ્રકારે રોકી શકે. આ બનાવના પગલે ગોત્રી પોલીસે કાર ચાલક એશ્વર્યા મૂર્તિ વિરુદ્ધ જાહેરનામા ભંગ અને ફરજમાં રૂકાવટ જેવા ગુના નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube