ગૌરવ પટેલ/અમદાવાદ : ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ખાડે ગઈ હોવાનો આક્ષેપ કોંગ્રેસે કર્યો છે. કોંગ્રેસ પ્રવક્તા મનિષ દોશીએ જણાવ્યું હતું કે છેલ્લા 30 દિવસમાં ગુજરાતમાં 24થી વધારે બળાત્કારની ઘટનાઓ બની છે. નાની બાળકીઓ ઉપર દુષ્કર્મની ઘટનઓ બની રહી છે, છતાં સરકાર કહે છે કે સબ સલામત છે. સરકારે વિધાનસભામાં રજૂ કરેલા આંકડાઓ જોઈએ તો રાજ્યમાં મહિલાઓ ઉપર બની રહેલા અત્યાચાર અને બળાત્કારના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બીનસચિવાલય ક્લાર્કની પરિક્ષામાં તમને થયો છે અન્યાય? કોંગ્રેસ કરશે મદદ


આંકડાઓ પરથી સ્પષ્ટ થાય છે કે, ગુજરાતમાં મહિલાઓ અસલામત છે. છેલ્લા દસ વર્ષમાં ગુજરાતમાં મહિલાઓ પર બળાત્કારની ઘટનાઓમાં બમણો વધારો થયો છે. સાથે સાથે ગુજરાતમાં મહિલાઓ ગુમ થવાના કેસોમાં પણ સતત વધારો થઈ રહ્યો છે. આ ઉપરાંત ગુજરાતમાં મહિલાઓ અને યુવતીઓની છેડતીના કેસોમાં પણ વધારો થયો છે. જે ગુજરાત માટે ચિંતાજનક છે. સરકાર દ્રારા મહિલા સુરક્ષા માટે ગંભિર પગલાં લેવાવા જોઈએ તે લેવાતા નથી. 


લો બોલો ! 75% પુત્રવધુઓ માને છે કે ઝગડાના કારણે સાસુ પ્રત્યે પ્રેમ વધે છે


ગુજરાત વધારે એક દિકરીની ચીસોથી થરથર્યું: કચ્છમાં દુષ્કર્મની ઘટનાથી તંત્ર દોડતું થયું


સરકારનું ગૃહ વિભાગ અસંવેદનશીલ છે અને ગૃહ વિભાગની કામગીરી નિષ્ક્રીય હોવાનો આક્ષેપ કોંગ્રેસે કર્યો છે. રાજ્યના ગૃહ પ્રધાનના નિવેદનનો જવાબ આપતાં તેમણે કહ્યુ કે રાજ્યના ગૃહમંત્રીનુ છ મહિના પહેલા પણ આવુ જ નિવેદન હતુ. જ્યાર ઘટના બને ત્યારે માત્ર નિવેદન આપવામાં આવે છે પરિવાર પર શું વિતે છે તે સરકાર વિચારી સંવેદનશીલ બને.અને કડકમાં કડક પગલા ઉઠાવે તે જરૂરી છે.


ખેતરમાં એક જ પાક કરતા ખેડૂતો સાવધાન! આવી રીતે થઇ શકે છે કરોડોની કમાણી


 



મહિલા પર થતા બળાત્કારોનાં આંકડાઓ
વર્ષ બળાત્કારના કેસ
2009-10 427
2010-11 402
2011-12 488
2012-13 628
2013-14 751
2014-15 887
2015-16 923
2016-17 936
2017-18 936

PM મોદીનું સપનું રોળશે ઉદ્ધવ ઠાકરે? બુલેટ ટ્રેન પ્રોજેક્ટની સમીક્ષા કરશે મહારાષ્ટ્ર સરકાર



ગુજરાતમાં મહિલાઓની છેડતીનાં કિસ્સા
વર્ષ છેડતીના કેસો
2013-14 1297
2014-15 1235
2015-16 1241
2016-17 1192
2017-18 1335

Live: વડોદરા ક્રાઇમ બ્રાંચે દુષ્કર્મનાં આરોપીઓનો નવો સ્કેચ જાહેર કર્યો



મહિલા ગુમ થયાના આંકડા
વર્ષ

ગુમ થયાનો આંકડો

2013-14 5069
2014-15 4967
2015-16 5154
2016-17 5609