BHUJ ની મહિલાએ ગુજરાતનું ગૌરવ વધાર્યું, KBC માં જઇને મચાવી ધુમ
શહેરના મહિલાએ કેબીસીમાં 25લાખ રૂપિયા જીત્યા. 50 લાખના સવાલ પર એક લાઇફલાઇન બાકી હતી, છતાં ગેમ ક્વિટ કરી હતી. જીતેલી ધનરાશિથી હોમ લૉન ભરશે તેમજ બર્ફીલા પ્રદેશમાં બહાર ફરવા જશે. મહાનાયક અમિતાભ બચ્ચનને કચ્છ આવવા આમંત્રણ પણ આપ્યું હતું. છેલ્લા અનેક વર્ષોથી અમિતાભ બચ્ચનના શો કૌન બનેગા કરોડપતિમાં જવા માટે લોકો અનેક પ્રયત્નો કરી રહ્યા છે. સામાન્ય જ્ઞાનના પ્રશ્નોના જવાબ આપી રોકડ ઈનામ જીતવાની તક પ્રાપ્ત કરીને ઈનામી ધનરાશિ જીતી શકે છે. કચ્છમાં મહેસૂલ શાખાની સબ રજિસ્ટ્રાર કચેરીમાં ક્લાર્ક તરીકે ફરજ બજાવતા જયશ્રીબા ગોહિલે આ શોમાં ભાગ લઈ રૂ. 25 લાખની રકમ જીતી હતી. કોન બનેગા કરોડપતિના ગુરૂવારના એપિસોડમાં પોતાના પ્રિય અભિનેતા સામે હોટ સીટ પર બેસવામાં સફળ થનારા ભુજના જયશ્રીબા ગોહિલે 7 લેવલ પાર કરીને હોટ સીટ પર બેસવાનો મોકો મળ્યો હતો અને કુલ 13 પ્રશ્નોના સાચા જવાબ આપીને જયશ્રીબા પાસે લાઇફલાઇન હોવા છતાં તેમણે ગેમ ક્વિટ કરી હતી અને આ જોઈને અમિતાભને પણ નવાઈ લાગી હતી.
ભુજ : શહેરના મહિલાએ કેબીસીમાં 25લાખ રૂપિયા જીત્યા. 50 લાખના સવાલ પર એક લાઇફલાઇન બાકી હતી, છતાં ગેમ ક્વિટ કરી હતી. જીતેલી ધનરાશિથી હોમ લૉન ભરશે તેમજ બર્ફીલા પ્રદેશમાં બહાર ફરવા જશે. મહાનાયક અમિતાભ બચ્ચનને કચ્છ આવવા આમંત્રણ પણ આપ્યું હતું. છેલ્લા અનેક વર્ષોથી અમિતાભ બચ્ચનના શો કૌન બનેગા કરોડપતિમાં જવા માટે લોકો અનેક પ્રયત્નો કરી રહ્યા છે. સામાન્ય જ્ઞાનના પ્રશ્નોના જવાબ આપી રોકડ ઈનામ જીતવાની તક પ્રાપ્ત કરીને ઈનામી ધનરાશિ જીતી શકે છે. કચ્છમાં મહેસૂલ શાખાની સબ રજિસ્ટ્રાર કચેરીમાં ક્લાર્ક તરીકે ફરજ બજાવતા જયશ્રીબા ગોહિલે આ શોમાં ભાગ લઈ રૂ. 25 લાખની રકમ જીતી હતી. કોન બનેગા કરોડપતિના ગુરૂવારના એપિસોડમાં પોતાના પ્રિય અભિનેતા સામે હોટ સીટ પર બેસવામાં સફળ થનારા ભુજના જયશ્રીબા ગોહિલે 7 લેવલ પાર કરીને હોટ સીટ પર બેસવાનો મોકો મળ્યો હતો અને કુલ 13 પ્રશ્નોના સાચા જવાબ આપીને જયશ્રીબા પાસે લાઇફલાઇન હોવા છતાં તેમણે ગેમ ક્વિટ કરી હતી અને આ જોઈને અમિતાભને પણ નવાઈ લાગી હતી.
GUJARAT CORONA UPDATE: રાજ્યમાં ફરી એકવાર માથું ઉચકી રહ્યો છે કોરોના? આંકડા જોઇ પરસેવો વળી જશે
ભુજમાં મહેસુલ તંત્રમાં સબ રજિસ્ટ્રાર તરીકે ફરજ બજાવતા જયશ્રીબાએ બિગ-બીના સવાલોના સમજી વિચારીને જવાબ આપવા સાથે ગીત ગાઈને સૌને મનોરંજન પણ પૂરું પાડ્યું હતું ઉપરાંત કચ્છના જલેબી,ફાફડા,ગાંઠીયા તો વખણાય છે પરંતુ દાબેલી પણ ભુજ વાસીઓને મનગમતી વાનગી છે તેવું કહેતાં જયશ્રીબાએ ગુજરાત ટુરિઝમના બ્રાન્ડ એમ્બેસેડર અમિતાભને ગુજરાતમાં ભુજમાં આવવા અપીલ કરી હતી. જયશ્રીબાએ સાડા બાર લાખ રૂપિયા માટે ગુજરાતના સમર્થ સર્જક મનુભાઈ પંચોલી દર્શક અંગે પ્રશ્ન પર તેમને પૂછવામાં આવ્યો હતો. ઉપરાંત 14મો પ્રશ્ન ભારતના સૌથી મોટા પતંગિયાનું નામ શું છે? તે પૂછવામાં આવ્યું હતું પરંતુ તે એક જવાબ માટે નિશ્ચિત ન હતા કારણ કે જુલાઈ માસમાં નવો પતંગિયુ શોધાયું હતું.
CM ભુપેન્દ્ર પટેલની BJP અંગે મોટી ભવિષ્યવાણી કહ્યું કે, આજે તો ભાજપની સરકાર છે પણ...
આ 14મો સવાલ 50 લાખ રૂપિયાનો હતો અને તેમની પાસે એક લાઇફલાઇન પણ હતી. 50 લાખના સવાલનો સાચો જવાબ આપીને તેઓ સરળતાથી 15મા સવાલ સુધી પહોંચી શકતાં હતાં, જોકે જયશ્રીબાએ 14મો સવાલ ક્વિટ કર્યો હતો. આ સમયે તેમની પાસે '50-50 લાઇફલાઇન' પણ હતી. તો આ લાઇફલાઇનનો ઉપયોગ કરીને 50 લાખ રૂપિયા જીતી શક્યાં હોત. જોકે તેમને સાચો જવાબ ખબર જ ના હોવાથી તેમણે ગેમ ક્વિટ કરી હતી.
પતિ પત્નીને પટ્ટે અને વાયરથી મારતો અને પછી.... પત્નીને એવું થયું કે આ જીવતા નર્ક કરતા તો...
Zee 24 Kalak સાથે વાતચીત કરતા જયશ્રીબાએ જણાવ્યું હતું કે, કોન બનેગા કરોડપતિમાં જીતેલી 25 લાખ રૂપિયાની ધનરાશિનો ઉપયોગ તેઓ પુત્ર સાથે બર્ફીલા પ્રદેશમાં બહાર ફરવા જઈને સમય ગાળીને કરશે. આ ઉપરાંત હોમ લોન પણ આ ધનરાશિ માંથી ચૂકવશે તેવું જણાવ્યું હતું. તો મહિલા સશક્તિકરણ અને પુરુષ સમોવડી સ્ત્રી ને આગળ આવવા માટે અપીલ પણ કરી હતી તેમજ પરિવારના સભ્યો પણ તેને હેલ્પ કરે એવી વાત પણ કહી હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube