પતિ પત્નીને પટ્ટે અને વાયરથી મારતો અને પછી.... પત્નીને એવું થયું કે આ જીવતા નર્ક કરતા તો...

પતિ પત્નીને પટ્ટે અને વાયરથી મારતો અને પછી.... પત્નીને એવું થયું કે આ જીવતા નર્ક કરતા તો...

* સાબરમતી નદી બની સ્યુસાઇડ પોઇન્ટ
* ચાલુ વર્ષે આશરે 130 વ્યક્તિઓએ જીવન ટૂંકાવ્યું
* આયશા જેમ જ મહિલાએ પતિના ત્રાસથી જીવન ટૂંકાવ્યું
* 42 વર્ષીય પતિના ત્રાસથી 30 વર્ષની પત્નીએ કર્યો આપઘાત
* મહિલાએ અગાઉ પણ પતિના ત્રાસ અંગે  કરી હતી ફરિયાદ
* સાબરમતી રિવરફ્રન્ટમાં મહિલાએ ભાઇબીજના દિવસે કર્યો હતો આપઘાત
* પશ્ચિમ વિસ્તારમાં 85 અને પૂર્વ વિસ્તારમાં આશરે 50 લોકોએ કર્યો આપઘાત

મૌલિક ધામેચા / અમદાવાદ : અમદાવાદમાં થોડા માસ પહેલા જ આયશા નામની પરિણીતાએ પતિના ત્રાસથી કંટાળી આપઘાત કર્યો હતો. ત્યારે વધુ એક ઘટના અમદાવાદમાં આ પ્રકારની જ સામે આવી છે. આયશા જેવી જ એક મહિલાએ પતિના ત્રાસથી કંટાળી આપઘાત કર્યો હતો. શહેરની સાબરમતી નદી એટલે જાણે કે સ્યુસાઇડ પોઇન્ટ બની ગયો હોય તેમ એક આબાદ એક આપઘાત ની ઘટના બની રહી છે. આઠેક મહિના અગાઉ વટવા વિસ્તારમાં રહેતી આયેશા નામની મહિલાએ હચમચાવી દે તેવો અંતિમ વિડીયો બનાવી રિવરફ્રન્ટમાં કૂદીને આપઘાત કર્યો હતો.જેમાં પોલીસે આરોપી પતિની ધરપકડ કરી.પણ હવે આવી જ આયશા જેવી એક મહિલાએ નદીમાં કૂદી આપઘાત કર્યો.આજથી આઠ દિવસ અગાઉ પરણિત મહિલાએ તેના પતિના ત્રાસથી કંટાળીને રિવરફ્રન્ટમાં કૂદીને આપઘાત કર્યો હોવાનું સામે આવતા પોલીસે આરોપી સામે ગુનો નોંધી નિષ્ઠુર અને ત્રાસદાયક પતિની ધરપકડ કરી.

જી હા આંકડા પોલીસ ચોપડે અને ફાયર બ્રિગેડના ચોપડે નોંધાયેલા આંકડા છે જે બતાવે છે કે સાબરમતી રિવરફ્રન્ટ પર ફરવા આવનાર લોકોની સાથે આપઘાત કરવા પણ અનેક લોકો આવે છે. આ ઘટનાની વાત કરીએ તો મૃતક સમીમબાનુના પરિવારજનો આક્ષેપ કર્યો છે કે, મહિલાના પતિ અબ્દુલ માઝીદ દ્વારા માર મારવામાં આવતો હતો. પટ્ટા અને વાયરથી પણ માર મારતો હતો અને કોઈ એવી દવા આપતો કે જેનાથી સમીમબાનુને કઈ યાદ રહેતું નહિ. માથું દુખયા કરતું. ચાર ચાર બાળકો પણ પિતાનો આ ત્રાસ જોઈ ગભરાઈ જતા હતા. 

આખરે કંટાળીને ચાર બાળકોને મૂકી સમીમબાનુએ આપઘાત કરી લેતા હવે રીવરફ્રન્ટ પોલીસે આરોપી પતિની સામે ગુનો નોંધી સબક શીખવાડ્યો છે. ત્યારે ચાર બાળકોને મૂકીને મોતને વ્હાલું કરનારી માતાના બાળકો હવે માતા વિહોણા બનીને રહી ગયા છે. કેમકે હાલ બાળકોના પિતા પોલીસ કસ્ટડીમાં છે અને બાળકોની માતા આપઘાત કરી ચુકી છે. ત્યારે હવે આવા કિસ્સામાં બાળકોના માથા પરથી માતા અને પિતા બંનેની છત્રછાયા હટી ગઈ છે. જે એક દુઃખદ બાબત ગણી શકાય.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news