CM ભુપેન્દ્ર પટેલની BJP અંગે મોટી ભવિષ્યવાણી કહ્યું કે, આજે તો ભાજપની સરકાર છે પણ...
ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ભાજપ દ્વારા આયોજીત એક રજત તુલા કાર્યક્રમમાં હાજરી આપી હતી અને અહીં તેમણે કાર્યકરો સાથે મોકળા મને વાતચીત કરી હતી
Trending Photos
મોરબી : જિલ્લા ભાજપ દ્વારા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની હાજરીમાં સ્નેહ મિલનનો કાર્યક્ર્મ યોજાયો હતો. જેમાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની રજત તુલા કરવામાં આવી હતી. તેઓએ પોતાના ઉપરથી દ્રષ્ટાંત આપીને ભાજપના દરેક કાર્યકરોને કહ્યું હતું કે, હું પણ કામ કરતાં કરતાં તમારી જેમ અહી સુધી આવ્યો છું, માટે જયાં છો ત્યાં કામ કરતાં રહો. કોઈપણ કામમાં ઉતાવળ કરવાની જરૂર નથી. ભાજપની સરકાર આજે છે, કાલે હશે અને આગામી સમયમાં પણ રહેવાની જ છે. જેથી કરીને જે કામ કરીએ તેમાં કાયમી નિકાલ થાય તેવા કામ કરવાના છે.
મોરબી રાજકોટ હાઇવે ઉપર જે.પી.ફાર્મમાં મોરબી જિલ્લા ભાજપ દ્વારા સ્નેહમિલન કાર્યક્રમ રાખવામા આવ્યો હતો. જેમાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ ઉપરાંત અનેક આગેવાનો, હોદેદારો અને વિશાળ સંખ્યામાં કાર્યકરો હાજર રહ્યા હતા. ત્યારે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ પહેલી જ વખત મોરબી આવ્યા હોવાથી તેની મોરબી સીરામીક એસોસિએશન દ્વારા રજત તુલા કરવામાં આવી હતી. ૧૦૦ કિલો ચાંદીથી તેમની રજત તુલા કરવામાં આવી હતી. બાદમાં ભુપેન્દ્રભાઈ પટેલે કહ્યું હતું કે, હું પણ કામ કરતાં કરતાં તમારી જેમ અહી સુધી આવ્યો છું માટે જયાં છો ત્યાં કામ કરતાં રહો અને કોઈ કામ ટીટ્વેન્ટીની જેમ કરવાની જરૂર નથી.
રાજ્યમાં ભાજપની સરકાર આજે છે, કાલે હશે અને આગામી સમયમાં પણ રહેવાની જ છે. જેથી કરીને જે કામ કરીએ તેમાં કાયમી નિકાલ થાય તેવા કામ કરવાના છે. કોઈપણ કામમાં ઉતાવળ કરવાની જરૂર નથી. આગામી સમયમાં મોરબીના કાર્યકરોને મળવા માટે મોરબીનો સ્પેશ્યલ કાર્યક્ર્મ કરવાની મુખ્યમંત્રીએ જાહેરાત પણ કરી હતી. દરેક કાર્યકરોને તેના કામ માટે ગાંધીનગરના દરવાજા ખુલ્લા છે. આહ્વાન કર્યું હતું અને જે કામ લઈને આવશો તે કરવામાં આવશે તેવી ખાતરી તેઓએ સ્નેહમિલનના કાર્યક્ર્મમાં આવેલા તમામ લોકોને આપી હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે