જાવેદ સૈયદ/અમદાવાદ :અમદાવાદના ઓઢવ વિસ્તારમાં એક મહિલાનું ગોળી વાગતા મોત થયુ છે. એક તરફ કહેવાય છે કે, આ મહિલાએ બીમારીથી કંટાળીને આત્મહત્યા કરી છે, પરંતુ મહિલાના મોત બાદ પતિ ફરાર હોવાથી આ હત્યા છે કે આત્મહત્યા તે વિશે અનેક તર્કવિતર્કો સર્જાયા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ZEE 24 કલાકના અહેવાલ બાદ SVP હોસ્પિટલનું તંત્ર જાગ્યું, ડિપોઝીટની મોટી રકમ લેવાનો નિર્ણય બદલ્યો


પ્રાપ્ત માહિતી અનુસાર, અમદાવાદના ઓઢવ વિસ્તારમાં આવેલ શ્રેયા એપાર્ટમેન્ટમાં આજે અનિતા વર્મા નામની મહિલાનો મૃતદેહ મળી આવ્યો હતો. માઉઝર પિસ્તોલથી મહિલાને ગોળી વાગી હોવાનું પોલીસનું તારણ છે. આ અંગે સૌથી પહેલા તેના બાળકોને ખબર પડી હતી. તેથી તેમણે કાકાને આ વાતની જાણ કરી હતી. જેઓ તાત્કાલિક દોડી આવ્યા હતા. કાકાએ આ અંગે પોલીસને જાણ કરતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. મહિલાએ દેશી બનાવટની બંદૂકથી ગોળી મારીને આત્મહત્યા હોવાનું કહેવાય છે. આ વિશે કાકાનું કહેવુ છે કે, તેમના ભાભી માનસિક રીતે લાંબા સમયથી અસ્વસ્થ હતા અને તેમની સારવાર ચાલી રહી હતી. તેથી બીમારીથી કંટાળીને તેમણે આત્મહત્યા કરી હતી.


સુરતમાં રાષ્ટ્રપિતાનુ અપમાન : ગાંધીજીના હત્યારાનો જન્મદિવસ ઉજવાયો, 109 દીવા પ્રગટાવ્યા


PSI દેવેન્દ્ર રાઠોડની પત્ની બોલી, ‘ન્યાય નહિ આપો તો હું આત્મવિલોપન કરવાની વાત પર મક્કમ છું’


આમ, આ હત્યા છે કે આત્મહત્યા તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે. તેમજ મહિલાનો પતિ ક્યાં ગયો અને કેમ ફરાર થયો તે વિશે પણ તપાસ શરૂ કરી છે. તો બીજી તરફ, મહિલા પાસે આત્મહત્યા કરવા માટે પિસ્તોલ ક્યાંથી આવી તે પણ મોટો પ્રશ્ન છે.