Women Self-Reliance Scheme Palanpur: ગુજરાત સરકાર રાજ્યના લોકો માટે સતત સુવિધાઓ આપવા માટે પ્રયત્નશીલ રહે છે. આ અંતર્ગત મહિલા અને બાળ અધિકારી કાર્યાલય, બનાસકાંઠા હેઠળ મહિલા સ્વાવલંબન યોજના દ્વારા મહિલાઓને તેમના કૌશલ્યના આધારે સ્વરોજગાર માટે બેંક લોન સહાય આપવામાં આવે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Bank Jobs: આ બેંકમાં નોકરી કરવાનો શાનદાર મોકો! મળશે 85 હજારનો પગાર, ફટાફટ કરો અરજી


આ લોન બ્યુટી પાર્લર, સિલાઈ, અગરબત્તી, તમામ પ્રકારના મસાલા, ભરતકામ, મોતીનું કામ, દૂધ ઉત્પાદન સહિત 307 વ્યવસાયોને આપવામાં આવે છે. મહિલાઓને આત્મનિર્ભર બનાવવા માટે સરકાર દ્વારા 2 લાખ રૂપિયા સુધીની લોન ઉપલબ્ધ કરાવવામાં આવી છે.


ગુજરાતના ખેડૂતોની આ માંગને CM ભૂપેન્દ્ર પટેલે કરી પુરી; લીધો આ મોટો નિર્ણય


કઈ મહિલાઓને મળ્યો લાભ?
રાજ્યમાં 18 થી 65 વર્ષની વયની કોઈપણ મહિલા આ યોજનાનો લાભ મેળવવા માટે પાત્ર છે. કેટેગરી મુજબ સબસિડીના ધોરણો પ્રોજેક્ટ ખર્ચના લઘુત્તમ 30% અથવા મહત્તમ રૂ. 60,000 રૂપિયા જે પણ ઓછું હોય અને અનુસૂચિત જનજાતિ અને અનુસૂચિત જાતિઓ અને વિધવા સ્ત્રીઓ અને 40% કરતા વધુ વિકલાંગ મહિલાઓ માટે 35% અથવા વધુમાં વધુ રૂ. 70,000 રૂપિયા જે પણ ઓછું હોય. આ પરિયોજનાનો ખર્ચના 40% અથવા વધુમાં વધુ રૂ. 80,000 બેમાંથી જે ઓછું હોય. જરૂરિયાત મુજબ સહાય આપવામાં આવે છે.


વાવાઝોડાએ દક્ષિણમાં કહેર મચાવ્યો! ભયાનક તબાહીની તસવીરો જોઈને દિલમાં છૂટી જશે કંપારી!


જો જિલ્લાની બહેનોએ આ યોજના હેઠળ લાભ મેળવવો હોય તો તેઓએ નિયત અરજીપત્રકની બે નકલ દસ્તાવેજો સાથે જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી, ઝોરાવર પેલેસ, જિલ્લા સેવા સદન-2, ત્રીજા માળ ખાતે મોકલવાની રહેશે. તેમ પાલનપુર, જિલ્લા મહિલા અને બાળ અધિકારી બનાસકાંઠાએ એક અખબારી યાદીમાં જણાવ્યું છે.