Bank Jobs 2024: આ બેંકમાં નોકરી કરવાનો શાનદાર મોકો! મળશે 85 હજારનો પગાર, ફટાફટ કરો અરજી

Written ByKinjal Patel
Published: Dec 01, 2024, 02:36 PM IST|Updated: Dec 01, 2024, 02:36 PM IST

SBI Jobs 2024: સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા તરફથી એક ભરતી નોટિફિકેશન  જાહેર કરીને બંપર પદો પર ભરતી બહાર પાડી છે. જેના માટે ઉમેદવાર ફટાફટ અરજી કરી લો..

1/7

સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ સ્પેશલિસ્ટ કેડર ઓફિસરની 169 પદો પર ભરતી માટે નોટિકિશન જાહેર કર્યું છે. સરકારી બેંકમાં નોકરીની ઈચ્છા ધરાવનાર ઉમેદવારો માટે આ સોનેરી મોકો છે.

2/7

આ ભરતી પ્રક્રિયા હેઠળ આસિસ્ટેન્ટ મેનેજર એન્જિનિયર સહિત વિભિન્ન પદો પર નિયુક્તિઓ કરવામાં આવશે. ઈચ્છુક અને યોગ્ય ઉમેદવાર ઓનલાઈન અરજી કરી શકે છે. અરજીની છેલ્લી તારીખ 12 ડિસેમ્બર 2024 નક્કી કરવામાં આવી છે. અરજી પ્રક્રિયા શરૂ થઈ છે.

3/7

SBI ની આ ભરતીમાં અરજી કરવા માટે સંબંધિત ટ્રેન્ડમાં એન્જિનિયરિંગની ડિગ્રી જરૂરી છે. તેની સાથે જ ઉમેદવારોની પાસે સંબંધિત ક્ષેત્રમાં અનુભવ હોવો જોઈએ.

4/7

આ ભરતી અભિયાન માટે અરજી કરવા માટે ઉમેદવારની ઓછામાં ઓછા 21 વર્ષ અને સૌથી વધુ 30 વર્ષ નક્કી કરવામાં આવ્યા છે.

5/7

આ પદો પર પસંદગી થયેલા ઉમેદવારોને 48,480 રૂપિયાથી લઈને 85,920 રૂપિયા પ્રતિ મહિનાનો પગાર મળશે. તેના સિવાય બેંક દ્વારા અન્ય ભથ્થા અને લાભ પણ આપવામાં આવશે.

6/7

આ વેકેન્સી માટે અરજી પ્રક્રિયા 22 નવેમ્બરથી શરૂ થશે અને 12 ડિસેમ્બર 2024 સુધી ચાલશે.

7/7

અરજી ફી જમા કરાવવાની છેલ્લી તારીખ પણ 12 ડિસેમ્બર 2024 છે.