અમદાવાદમાં 19 વર્ષના પુત્રના પિતાએ કર્યું એવું કામ, જે જાણીને તમે પણ કહેશો આવું ગંદુ કામ કરતો હતો
પોલીસ કસ્ટડીમાં ઉભેલા આ આરોપીની નામ દિપક શંખલપરા છે. મૂળ અમદાવાદના જશોદાનગર વિસ્તારનો રહેવાસી છે અને પ્લાસ્ટિક ડાઇ બનાવવાનો વ્યવસાય કરે છે. જે આરોપીની સાઇબર ક્રાઇમે ચાઇલ્ડ પોર્નોગ્રાફીના ગુનામાં ધરપકડ કરવામાં આવી છે
ઉદય રંજન, અમદાવાદ: દેશમાં પ્રતિબંધિત હોવા છતાં ચાઇલ્ડ પોર્નોગ્રાફીના વીડિયો ડાઉનલોડ કરી સોશિયલ મીડિયામાં અપલોડ કરનાર આરોપીની સાઈબર ક્રાઈમે ધરપકડ કરી છે. આરોપી વેપારી વેબસાઈટમાંથી પોર્નોગ્રાફી વીડિયો ડાઉનલોડ કરી ફેસબુકમાં મેસેજના માધ્યમથી શેર કરતો હતો. સાયબર ક્રાઇમ બ્રાંચને વેપારી મોબાઇલમાંથી પોર્ન વીડિયો મળી આવતા તેની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે.
પોલીસ કસ્ટડીમાં ઉભેલા આ આરોપીની નામ દિપક શંખલપરા છે. મૂળ અમદાવાદના જશોદાનગર વિસ્તારનો રહેવાસી છે અને પ્લાસ્ટિક ડાઇ બનાવવાનો વ્યવસાય કરે છે. જે આરોપીની સાઇબર ક્રાઇમે ચાઇલ્ડ પોર્નોગ્રાફીના ગુનામાં ધરપકડ કરવામાં આવી છે. આરોપી પોતાના મોબાઈલ દ્વારા પ્રતિબંધિત વેબસાઈટ પરથી સગીરના બિભત્સ વીડિયો ડાઉનલોડ કરતો અને બાદમાં સોસીયલ મીડિયાના પ્લેટફોર્મ પર જેવા ફેસબુક માધ્યમથી પોર્ન વીડિયો શેર કરતો હતો. જે અંગે સીઆઇડી ક્રાઇમને આઇપી એડ્રેસ માહિતી મળતા સાયબર ક્રાઇમમાં આરોપી વિરુદ્ધ સરકાર તરફે ગુનો નોંધી ધરપકડ કરવામાં આવી.
જાહેર રસ્તા પર આધેડ પર ચડી બેઠો યુવક, ગળું દબાવી કરી નાખી હત્યા; સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ
આરોપી વેપારી દિપક શંખલપુરનો મોબાઈલ ક્રાઇમ બ્રાંચે કબજે કરતા 13 જેટલા ચાઈલ્ડ પોર્ન ગ્રાફી વીડિયો પણ મળી આવ્યા છે. જોકે આરોપીએ કેટલાક વીડિયો ડાઉનલોડ કર્યા છે. જે મોબાઈલ રિકવર કરી આરોપીએ ડીલીટ કરેલા પોર્ન વીડિયો પણ પરત મેળવી કેટલા વ્યક્તિઓને આ વીડિયો મોકલવામાં આવ્યા છે તે અંગેની પણ તપાસ કરવામાં આવશે. આરોપી દિપક આઇટીનો અભ્યાસ કરેલો છે એટલું જ નહીં 19 વર્ષનો પુત્રનો પિતા પણ છે. છતાં પણ પ્રતિબંધિત વેબસાઈટમાંથી પોર્ન વીડિયો ડાઉનલોડ કરી સોશિયલ સાઈડ પર ફોરવર્ડ કરેલ છે. હાલ સાયબર ક્રાઇમ દ્વારા ગુનો નોંધી આરોપીને વેપારી દિપકની વધુ પૂછપરછ શરૂ કરી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube