ઝી બ્યુરો/સુરત: આગામી ઉતરાણના તહેવારને લઈ વાહનચાલકોની સેફટીને લઈ મનપા દ્વારા શહેરના તમામ બ્રીજ પર તાર બાંધવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. કાતિલ દોરીથી વાહનચાલકોના ગળા કપાવવાના વધતા જતા બનાવોને લઈ મનપા દ્વારા શહેરના તમામ બ્રીજ પર કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સુરતમાં ભાજપ કાર્યકરની ટપોરી છાપ હરકત! ડાન્સર સાથે ઠુમકા, બંદૂક કાઢીને દેખાડ્યો રોફ


શહેરના ડભોલી જહાંગીર પૂરા બ્રીજ પર તાર બાંધવાનું શરૂ કરાયું છે. ઉતરાણના તહેવારમાં ધારદાર દોરીથી વાહનચાલકોના ગળા કપાવવાની સાથે કેટલાક વાહનચાલકો જીવ ગુમાવી રહ્યા હોવાના બનાવો બનતા મનપા દ્વારા તમામ બ્રીજ પર કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.


અ'વાદના રસ્તા પર હવે ભૂલથી પણ આ ભૂલ ના કરતા! નહીં તો આવી પડશે મોટી આફત, 7700 લોકો...


વિપક્ષના નેતા પાયલ સાકરિયાએ પણ વાહનચાલકોની સેફટીને લઈ મનપા કમિશ્નરને પત્ર પાઠવી રજૂઆત કરી હતી. લોકોની સુરક્ષા માટે ઉતરાણના તહેવારોમાં તમામ જાહેર માર્ગો તથા ઓવરબ્રિજ પર જીવલેણ દોરીઓથી રક્ષણ આપવા તાર બાંધવાની વિપક્ષના નેતાએ માંગ કરવામાં આવી હતી.