ગૌરવ પટેલ/અમદાવાદ :દેશમાં કોરોના (corona virus) ને કારણે હાહાકાર મચ્યો છે. દરેક રાજ્યએ પોતાની સરહદો સીલ કરી દીધી છે. ગુજરાતે લોકડાઉન કર્યું હોવાથી, એસટી સેવા, બસ સેવા, રેલવે સેવા સહિતની માસ ટ્રાન્સપોર્ટેશનની તમામ સુવિધાઓ હાલ બંધ છે. જેને કારણે જે લોકો પોતના વતન જવા માંગતા હતા તે રસ્તામાં અટવાઈ પડ્યા છે. કોઈ સુવિધા ઉપલબ્ધ ન મળવાથી રાજસ્થાનના મજૂરો પગપાળા રાજસ્થાન જવા નીકળ્યા છે. કોરોનાને કારણે રોજગાર વ્યવસ્થા ઠપ્પ થઈ ગયો છે. કોઈ વિકલ્પ નથી રહ્યો, તો સાથે જ ટ્રાન્સપોર્ટેશનની કોઈ સુવિધા પણ મળી નથી, તેથી બેરોજગાર બનેલા આ મજૂરોએ વતન તરફ મીટ માંડીને ચાલતી પકડી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સરકારનો મોટો નિર્ણય: ધોરણ 1-8, 9 અને 11ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન અપાશે


ન તો ખાવા મળે છે, ન તો રૂપિયા છે
રાજસ્થાન જઈ રહેલા એક રોજમદાર  રવિન્દ્રસિંહે કહ્યું કે, કોઈ મળી જશે તો પહોંચીશુ, નહિ તો ચાલતા ચાલતા જશું. અહી કોઈ કામ નથી મળતુ, તેથી જઈ રહ્યાં છે. અમને કોઈ કામધંધો મળી નથી રહ્યો, તેથી જવા મજબૂર બન્યા છે. તો અન્ય એક શખ્સે કહ્યું કે, સોસાયટીવાળાએ કામ ધંધો બંધો કર્યા છો. ન તો ખાવા મળે છે, ન તો રૂપિયા છે. કોઈ વાહન પણ નથી મળી રહ્યું. અમને ખાવાનું તો જોઈને. બેત્રણ દિવસથી બેસી રહ્યા, કોઈ કામધંધો મળતો નથી, ભૂખ્યા પેટે કેટલા દિવસ ચલાવીશું. સોસાયટીવાળાઓએ રૂમમાંથી બહાર કાઢી મૂક્યા. અમારા રૂમ ખાલી કરાવી દીધા. 


લોકડાઉનમાં રખડવા નીકળી પડેલા લોકોને પોલીસે જાહેરમાં બરાબરનો પાઠ ભણાવ્યો


રોજ કમાઈને રોજ ખાનારા અટવાયા 
આમ, આ એ રોજમદારો છે, જેઓ રોજ કમાઈને રોજ ખાય છે. જ્યાં રોજગારી જ મળતી ન હોય તો તેઓ કમાવશે શું અને કોના ભરોસે તેઓ બેસી રહેશે. આવામાં પોતાના વતન જવા નીકળેલા મજૂરોને વાહનવ્યવહાર પણ મળી નથી રહ્યો. વાહનવ્યવહાર બંધ હોવાથી પગપાળા ચાલતા નીકળ્યા છે. તેઓએ જણાવ્યું કે, રસ્તામાં કોઈ ગાડી મળશે તો તેમાં બેસીશું, નહિ તો ચાલતા જ જઈશું. આમ, ગુજરાતમાંથી જનારા એક-બે નહિ, હજ્જારો લોકો છે, જે માદરેવતન જવા નીકળ્યાં છે. રોજ કમાઈને રોજ ખનારા આ રોજમદારોને હાલ લોકડાઉનમાં કોઈ જ કામ મળી નથી રહ્યું. 


વડોદરામાં લોકડાઉનનો ભંગ, 100થી વધુ લોકો નમાજ પઢવા નીકળ્યા


હિંમતનગર રસ્તા પર મજૂરોના ટોળા નીકળ્યા...
તો બીજી તરફ, હિંમતનગરથી પસાર થતા નેશનલ હાઈવે પર ચાલતા જતા લોકોના ટોળા જોવા મળી રહ્યાં છે. લોકડાઉનને લઈને રાજ્યમાં બહારથી આવેલા શ્રમિકો અને છૂટક ધંધાર્થીઓ વતન તરફ ચાલતા જવા લાગ્યા છે. રાજસ્થાન અને આદિજાતિ વિસ્તારમાંથી અમદાવાદ અને શહેરી વિસ્તારમાં રોજગારી માટે ગયેલાઓ વતન તરફ પદયાત્રા કરી છે. વાહનો બંધ થવાને લઈ ને આખરે ચાલતા જ વતન તરફ નીકળી પડ્યા છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર