સરકારનો મોટો નિર્ણય: ધોરણ 1-8, 9 અને 11ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન અપાશે

સીએમઓના સચિવ અશ્ચિની કુમારે પ્રેસ કોન્ફરન્સ સંબોધીને ગુજરાતમાં કોરોના વાયરસ (Corona virus) ને પગલે લોકડાઉન અંગે જરૂરી સેવાઓ અંગે માહિતી આપી હતી. જેમાં તેમણે મહત્વની જાહેરાતો કરી હતી. ગુજરાતના વિદ્યાર્થીઓ અંગે ગુજરાત સરકાર દ્વારા લેવાયેલા નિર્ણય અંગે જાહેરાત કરાઈ હતી કે, હાલ તમામ શાળાઓ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓને બંધ રાખવામાં આવશે. ધોરણ 1 થી 8 અને 9 અને 11ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશનનો લાભ આપવામાં આવશે. 

સરકારનો મોટો નિર્ણય: ધોરણ 1-8, 9 અને 11ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન અપાશે

હિતલ પારેખ/ગાંધીનગર :સીએમઓના સચિવ અશ્ચિની કુમારે પ્રેસ કોન્ફરન્સ સંબોધીને ગુજરાતમાં કોરોના વાયરસ (Corona virus) ને પગલે લોકડાઉન અંગે જરૂરી સેવાઓ અંગે માહિતી આપી હતી. જેમાં તેમણે મહત્વની જાહેરાતો કરી હતી. ગુજરાતના વિદ્યાર્થીઓ અંગે ગુજરાત સરકાર દ્વારા લેવાયેલા નિર્ણય અંગે જાહેરાત કરાઈ હતી કે, હાલ તમામ શાળાઓ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓને બંધ રાખવામાં આવશે. ધોરણ 1 થી 8 અને 9 અને 11ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશનનો લાભ આપવામાં આવશે. 

દોઢ વર્ષ ચાલે તેટલો જથ્થો ઉપલબ્ધ છે
આ ઉપરાંત તેમણે પ્રેસ સંબોધનમાં જણાવ્યું કે, હાલ રાજ્યમાં જે સ્થિતિ છે તેને લઈને નાગરિક પુરવઠા સંદર્ભે દરરોજ સમીક્ષા કરવામાં આવશે. જીવન જરુરિયાતની આવશ્યક ચીજવસ્તુઓ મળી રહે એ માટે સુનિશ્ચિત કરવામાં આવશે અને નાગરિક પુરવઠાના એમડીની જવાબદારી સંભાળશે. શાકભાજી, બ્રેડ જેવી આવશ્યક તમામ ચીજવસ્તુઓ પર્યાપ્ત માત્રામાં છે અને કોઈ મુશ્કેલી નહીં પડે તેવી ખાતરી આપીએ છીએ. જરૂર કરતાં વધારે આવશ્યક ચીજવસ્તુઓની કિંમતો લેવામાં આવે તે પણ સુનિશ્ચિત કર્યું છે . દોઢ વર્ષ ચાલે તેટલો જથ્થો ઉપલબ્ધ છે. ઘઉં અને ચોખાનો જથ્થો ઉપલબ્ધ છે. રાજ્યમા 1600 અમૂલ પાર્લર આવેલા છે આમાં કેટલા ચાલુ અને બંધ રહેશે તેની નિયમિત માહિતી લેવામાં આવશે.

લોકડાઉનમાં રખડવા નીકળી પડેલા લોકોને પોલીસે જાહેરમાં બરાબરનો પાઠ ભણાવ્યો

આવશ્યક સિવાયની તમામ સરકારી કચેરીઓ બંધ રખાશે
હાલ રાજ્યમાં આવશ્યક સિવાયની તમામ સરકારી કચેરીઓ બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. બાકીની ઓફિસમાં એસેસમેન્ટ કરીને કર્મચારીઓને બોલાવવામાં આવશે. પંચાયત નગરપાલિકા મહાનગરપાલિકામાં આવશ્યક સેવાઓના હોય તેવા કર્મચારીઓ પણ ઓફિસ નહિ જઇ શકે. બિનજરૂરી અવરજવર ન કરે તે રોકવા માટે આવું કરવામાં આવ્યું છે. કલેક્ટર કચેરી, જિલ્લા પંચાયત, નગરપાલિકા, મહાનગરપાલિકા અને ફિલ્ડ લેવલની ઓફિસો ચાલુ રહેશે. જોકે તેમાં આવશ્યક સેવા સાથે જોડાયેલા ન હોય તેવા કર્મચારીઓ કે વિભાગો બંધ રાખવામાં આવશે. 

તેમણે જણાવ્યું કે, મુખ્યમંત્રી વિજય રૂપાણીએ હોમ ક્વોરેન્ટરાઈનમાં રહેલા 7 લોકો સાથે વાત કરીને તેમના ખબર અંતર પૂછ્યા હતા. રાજકોટ, સુરત અમદાવાદ અને વડોદરાના સાત લોકો સાથે વાતચીત કરી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news