આ નિવૃત શિક્ષકનો છે અનોખો પ્રકૃતિ પ્રેમ, લાખો રૂપિયા ખર્ચીને કરે છે પર્યાવરણની જાળવણી
છેલ્લા ૪૨ વર્ષમાં કેશવજીભાઇ નમેરાએ તેના ગામ અને તેની ફરજની જગ્યાની એટલે કે ટંકારાની આસપાસમાં એક કે બે નહિ પરંતુ આઠથી દસ હજાર જેટલા વૃક્ષોનું વાવેતર કર્યું છે.
હિમાશું ભટ્ટ/ ટંકારા: આજે પાંચમી જુને સમગ્ર વિશ્વમાં “વિશ્વ પર્યાવરણ દિન”ની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ ટંકારા તાલુકાના હરબટીયાળી ગામે રહેતા નિવૃત શિક્ષકેની કે જેમણે “વૃક્ષોનું જતન કરવાની નેમ” લીધી છે. આ વાતને સાભળીને સામાન્ય રીતે કોઈપણને નવાઈ લાગે પરંતુ હવે તમને એ વાત સાંભળીને જટકો લાગશે કે માત્ર વાતો નહિ છેલ્લા ૪૨ વર્ષમાં કેશવજીભાઇ નમેરાએ તેના ગામ અને તેની ફરજની જગ્યાની એટલે કે ટંકારાની આસપાસમાં એક કે બે નહિ પરંતુ આઠથી દસ હજાર જેટલા વૃક્ષોનું વાવેતર કર્યું છે. અને અંદાજે દસેક લાખ રૂપિયાના ખર્ચે તેનું જતન પણ કર્યું છે જેથી તેમનું અનેક જગ્યાએ પર્યાવરણ પ્રેમી તરીકે સન્માન પણ કરવામાં આવ્યું છે.
મુંબઈમાં મુશળધાર વરસાદ, નાસિકમાં 3 બાળકો સહિત 5ના મોત, 48 કલાકમાં વિધિવત રીતે ચોમાસું બેસશે
“છોડમાં જ રણછોડ છે” તેવી વાતો બધા કરે છે પરંતુ સરકારી સહિતના વૃક્ષા રોપણના કાર્યક્રમો માત્ર ફોટો સેશન પુરતા જ માર્યાદિત રહે છે જેથી વૃક્ષા રોપણ પાછળ ખર્ચવામાં આવેલ સમય કે પછી રૂપિયાનું પરિણામ મળતું નથી તે હકીકત છે. ત્યારે પર્યાવરણનું જતન કરવાની ભાવના સાથે એક કે બે વર્ષ નહિ પરંતુ છેલ્લા ૪૨ વર્ષથી ટંકારા અને હરબટીયાળી વિસ્તારમાં વૃક્ષા રોપણ કરીને વૃક્ષોનું જતન કરતા નિવૃત શિક્ષક કેશવજીભાઇ નમેરા આજે તે વિસ્તારના બાળકો યુવાનો સહિતના માટે પ્રેરણા સ્ત્રોત બની રહ્યાં છે.
આજે પાંચમી જુન સમગ્ર વિશ્વમાં “વિશ્વ પર્યાવરણ દિન”ની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે ગ્લોબલ વોર્મિંગની અસર વચ્ચે પર્યાવરણ જળવાઈ રહે તે માટે વૃક્ષોએ ઓક્સીઝનના કારખાના સમાન છે માટે મંદિર, સ્મશાન, ધણજોગ અને શાળાના પટાંગણમાં છેલ્લા ૪૨ વર્ષમાં તેમના દ્વારા સ્વખર્ચે આઠથી દસ હજાર જેટલા વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે.
આ નિવૃત શિક્ષક દ્વારા અત્યાર સુધીમાં વૃક્ષોના વાવેતર તેમજ જતન માટે દસેક લાખથી વધુનો ખર્ચ પણ કરવામાં આવ્યો છે વૃક્ષોનું વાવેતર અને જતન કરવાની તેમની આ પ્રવૃત્તિ અવિરતપણે ચાલી રહી છે. ત્યારે આ નિવૃત શિક્ષક નમેરાનું પર્યાવરણના જતન કરવા બદલ એક કે બે નહિ પરંતુ અનેક વખત સન્માન પત્રો આપીને સન્માન કરવામાં આવ્યું છે અને એવોર્ડ પણ મળ્યા છે.