કચ્છના પ્રસિદ્ધ રણોત્સવનું કરો પ્લાનિંગ; વાંચો અહીં લોકપ્રિય એવા રણોત્સવ અને ટેન્ટસિટી વિશે વિગતવાર
![કચ્છના પ્રસિદ્ધ રણોત્સવનું કરો પ્લાનિંગ; વાંચો અહીં લોકપ્રિય એવા રણોત્સવ અને ટેન્ટસિટી વિશે વિગતવાર કચ્છના પ્રસિદ્ધ રણોત્સવનું કરો પ્લાનિંગ; વાંચો અહીં લોકપ્રિય એવા રણોત્સવ અને ટેન્ટસિટી વિશે વિગતવાર](https://gujarati.cdn.zeenews.com/gujarati/sites/default/files/styles/zm_500x286/public/2023/12/30/518332-kutch-zee.jpg?itok=zpFunKoo)
રણોત્સવની શરૂઆત સાથે સફેદ રણની વચ્ચે એક નાનકડું નગર ધબકતું થઈ જાય છે. કચ્છની ભાતીગળ પરંપરા અને ધોરડો ગામની મહેમાનગતિ ટેન્ટ સિટીને એક આગવું સ્વરૂપ આપે છે. ટેન્ટ સિટીમાં પ્રવાસીઓની સંખ્યા વધી છે, જેઓ અહીંના જુદા જુદા આકર્ષણોને માણી રહ્યા છે. કેવી છે ટેન્ટ સિટીનો માહોલ.
ઝી બ્યુરો/ભુજ: ગુજરાતમાં શિયાળાની આગેકૂચ સાથે કચ્છના સફેદ રણમાં યોજાયેલા રણોત્સવની રોનક પણ વધી રહી છે. ટેન્ટ સિટીમાં પ્રવાસીઓની સંખ્યા વધી છે, જેઓ અહીંના જુદા જુદા આકર્ષણોને માણી રહ્યા છે. કેવી છે ટેન્ટ સિટીનો માહોલ. કચ્છના ધોરડોમાં દર વર્ષે યોજાતા રણોત્સવની રોનક આ વખતે પણ જામી છે. નાતાલના સમયથી પ્રવાસીઓનો ધસારો વધ્યો છે, જે 31મી ડિસેમ્બર સુધી જળવાઈ રહેશે.
દારૂની છૂટ બાદ દાદાની સરકાર હવે ગુજરાતના લોકોને આપશે બીજી મોટી ભેટ; આ 3 જગ્યા નક્કી!
રણોત્સવની શરૂઆત સાથે સફેદ રણની વચ્ચે એક નાનકડું નગર ધબકતું થઈ જાય છે. કચ્છની ભાતીગળ પરંપરા અને ધોરડો ગામની મહેમાનગતિ ટેન્ટ સિટીને એક આગવું સ્વરૂપ આપે છે. દેશભરમાંથી આવતા પ્રવાસીઓ ટેન્ટ સિટીના જુદા જુદા આકર્ષણો ઉપરાંત સફેદ રણમાં સફારીની મજા માણી રહ્યા છે. યાત્રિકો ટેન્ટ સિટીની વ્યવસ્થાને વખાણી રહ્યા છે.
આવનારું વર્ષ ભારે! આ આગાહી 'છોતરા' કાઢશે! ભરશિયાળે આ જિલ્લાઓમાં જામશે અષાઢી માહોલ
ટેન્ટ સિટીમાં ફરવા માટે બેટરી ઓપરેટેડ રિક્ષા તેમજ ટોય ટ્રેનની પણ વ્યવસ્થા કરવામાં આવી છે..ટેન્ટ સિટીમાં રોકાતા મહેમાનો શોપિંગ કરી શકે તે માટે એક હાટ ઉભી કરવામાં આવી છે. જ્યાં કચ્છના પરંપરાગત પોશાક સહિત દેશભરમાં વખણાતી હેન્ડીક્રાફ્ટની ચીજવસ્તુઓ ખરીદી શકાય છે. રાતના સમયે કચ્છી લોકગીતના તાલે કલાકારો દ્વારા ભજવવામાં આવતા લોકનૃત્યોની રમઝટથી ટેન્ટ સિટીની રોનક ઓર વધી જાય છે. પ્રવાસીઓને આ લાઈવ કાર્યક્રમને માણવાની તક મળે છે.
કેમ ગુજરાતના 42 ગામના ખેડૂતોએ તંત્ર સામે ફૂંક્યું રણશિંગું? જમીનની નોધો રદ કરવા માંગ
10મી નવેમ્બરથી શરૂ થયેલો રણોત્સવ 25મી ફેબ્રુઆરી સુધી ચાલશે. તાજેતરમાં જ યુનાઇટેડ નેશન્સની એજન્સી વર્લ્ડ ટુરિઝમ ઓર્ગેનાઇઝેશને ધોરડોનો સમાવેશ વિશ્વના શ્રેષ્ઠ પ્રવાસન ગામોમાં કર્યો છે. જેને જોતાં રણોત્સવનું મહત્વ અને દેસવિદેશના પ્રવાસીઓનું આકર્ષણ વધી રહ્યા છે..કચ્છના જ ધોળાવીરાનો પહેલી જ વાર રણોત્સવના આયોજનમાં સમાવેશ કરાયો છે, જેને જોતાં સમગ્ર કચ્છ વિશ્વના ટુરિઝમ મેપ પર આવ્યું છે.
ભાજપ જૂના જોગીઓના શરણે : સાઈડલાઈન કરાયેલા નેતાઓ ફરી લાઈમલાઈટમાં, મળી મોટી જવાબદારી