Gujarat Monsoon 2024: ગુજરાતમાં મેઘરાજાએ પોતાની ધૂઆંધાર બેટિંગ શરૂ કરી દીધી છે. જેના કારણે રાજ્યના અનેક શહેરમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. પહેલા માત્ર દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર પડતો વરસાદ હવે સમગ્ર ગુજરાતમાં વરસવાની શરૂઆત થઈ ગઈ છે. રાજ્યમાં પડેલા આ વરસાદથી તંત્રની પોલ ખુલી ગઈ. અને લોકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો. જુઓ ગુજરાતમાં મેઘરાજાના મંડાળનો આ ખાસ અહેવાલ.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અંબાલાલે તારીખો સાથે કહી દીધું, આ તારીખો લખી લેજો, જુલાઈમાં વરસાદનું જોર કેવું રહેશે


ચોમાસાના આગમન બાદ મેઘરાજા ગુજરાતમાં મંડાયા છે. એવા મંડાયા છે કે જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. હજુ તો વરસાદ સામાન્ય વરસ્યો છે, પરંતુ તંત્રની ઘોર બેદરકારીને કારણે લોકોને ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો. ભાવનગર, બોટાદ, રાજકોટ, અમરેલી અને જૂનાગઢમાં ભારે વરસાદને કારણે રોડ રસ્તા પર પાણી ભરાઈ ગયા છે. પાણી ભરાઈ જવાને કારણે શહેર જાણે સમુદ્ર બની ગયા હોય તેવું લાગી રહ્યું હતું. વાહન ચાલકોને સૌથી વધુ મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો હતો.


ભાજપ ગેલમાં! સુરતમાં આદ આદમી પાર્ટી પર ગંભીર આક્ષેપ; શુ કોર્પોરેટર કરી રહ્યા છે તોડ?


સૌરાષ્ટ્રના આ શહેરોની સાથે ઉત્તર ગુજરાતમાં પણ મેઘરાજાએ મનમુકીને વરસવાની શરૂઆત કરી દીધી છે. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે મેઘરાજાની ધમાકેદાર બેટિંગને કારણે ઠેર ઠેર પાણી ભરાયેલા જોઈ શકાય છે. બનાસકાંઠા, પાટણ, અરવલ્લીમાં વરસાદને કારણે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. તો કચ્છમાં રોડ પરથી પાણીનો અધધ પ્રવાહ પસાર થતો નજરે પડી રહ્યો છે.


"ભાજપના MLAનો દીકરો છું, ભીખારી સમજે છે...", યુવકે કંડક્ટરનો કોલર પકડી દમ માર્યો


દ્વારકા જિલ્લામાં વરસાદી માહોલ જામતા અનેક જગ્યાએ જળભરાવના દ્રશ્યો સામે આવ્યા હતા. ખંભાળિયા તાલુકાના અનેક ગામડાઓમાં મેઘો મુશળધાર વરસ્યો હતો. સલાયા, પરોડિયા, માંઢા સહિતના ગામડામાં વરસાદને કારણે બેઠા પુલ પર પાણી ફરી વળ્યા હતા. તો દ્વારકાની અન્ય સ્થાનિક નદીઓમાં પણ ઘોડાપુર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. ભાળથર અને મોટી ખોખરીની નદી બે કાંઠે થઈ છે. ભાડથર-ભીંડાનો માર્ગ ધોવાઈ જતાં જનજીવન પ્રભાવિત થયું છે. બીજી તરફ પવન સાથે વરસાદને કારણે દ્વારકાના દરિયામાં કરંટ જોવા મળી રહ્યો છે....પવિત્ર ગોમતીઘાટના વોક-વે સુધી દરિયાના પાણી આવી જતાં લોકોને અવર જવર બંધ કરી દેવાઈ છે અને પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે.


રોહિત શર્માની દરિયાદિલી જોઈને રહી જશો દંગ! સેવા કરવામાં દિલનો રાજા છે રોહિત


28 જૂને ક્યાં આગાહી?


  • પોરબંદર, જૂનાગઢ, દ્વારકા, ગીર સોમનાથ, આણંદ

  • સુરત, ડાંગ, નવસારી, વલસાડ, રાજકોટ

  • જામનગર, અમરેલી, ભાવનગર, મોરબી, કચ્છ


30 જૂને ક્યાં આગાહી?


  • ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ


1 જુલાઈએ ક્યાં આગાહી?


  • ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ

  • મહીસાગર, નર્મદા, ભરૂચ


તો વાત ભાવનગરની કરીએ તો અહીં સામાન્ય વરસાદમાં જ તંત્રના પ્રિ-મોન્સૂન પ્લાનની પોલ ખુલી ગઈ. શહેરના અક્ષરપાર્ક વિસ્તારમાં આવેલા બ્રિજ નીચે પાણી ભરાઈ જતાં લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો. સ્ટોર્મ વોટર લાઈનમાં કચરો ભરાઈ જતાં પાણીનો નિકાલ થઈ શક્યો ન હતો. અસંખ્ય પાણી ભરાઈ રહેતા વાહન ચાલકો જોખમ ખેડીને પસાર થતાં જોવા મળ્યા. કુંભારવાડા વિસ્તારની શેરીઓમાં પણ કંઈક આવા જ દ્રશ્યો જોવા મળ્યા. સામાન્ય વરસાદમાં જ શેરી સરોવર બની ગઈ હોય તેવું ફલિત થયું. ઘૂંટણ સુધી પાણી ભરાઈ જતાં લોકોએ તંત્ર સામે પોતાનો રોષ ઠાલવ્યો.


જામકંડોરણામાં ધોધમાર વરસાદ; 1970મા બનેલો કોઝ-વે તૂટી જતા 15થી 20 ગામને ભારે મુશ્કેલી


રાજ્યમાં મેઘો મંડાયો છે, ત્યાં રાજ્યના હવામાન વિભાગે રાજ્યમાં હજુ પણ વધુ વરસાદની ભારે આગાહી કરી છે. વાત 28 જૂને રાજ્યના અનેક શહેરમાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે...પોરબંદર, જૂનાગઢ, દ્વારકા, ગીર સોમનાથ, આણંદ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, રાજકોટ, જામનગર, અમરેલી, ભાવનગર, મોરબી અને  કચ્છમાં ભારે વરસાદ વરસી શકે છે...તો 30 જૂને ભરૂચ, સુરત, ડાંગ, નવસારી અને વલસાડમાં અતિભારે વરસાદ વરસી શકે છે. જ્યારે પહેલી જુલાઈએ ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, મહીસાગર, નર્મદા અને ભરૂચમાં મુશળધાર વરસાદની આગાહી કરાઈ છે.


એ..એ..કોર્પોરેટરો ભાગ્યા! લોકોના રોષનો ભોગ બન્યા ભાજપ નેતાઓ, ફોટા પડાવવો ભારે પડ્યો!


ગુજરાતમાં ભારે વરસાદની આગાહીના પગલે માછીમારોને દરિયો ન ખેડવા હવામાન વિભાગે સુચના આપી છે. તો રાજ્યમાં એક જૂનથી 27 જૂન સુધીમાં રાજ્યમાં 52 ટકા વરસાદ વરસ્યો છે...જે સરેરાશ વરસાદ કરતાં 48 ટકા ઓછો વરસાદ છે. પરંતુ હવે જ્યારે મેઘો મંડાયો છે ત્યારે જે ઓછો વરસાદ વરસ્યો છે તેની સરભરા કરી દેશે તેવી લોકો આશા સેવી રહ્યા છે,