ભાજપ ગેલમાં! સુરતમાં આમ આદમી પાર્ટી પર ગંભીર આક્ષેપ; શું કોર્પોરેટર કરી રહ્યા છે તોડ?
વર્ષોથી સુરત કોર્પોરેશનમાં ભાજપની સત્તા છે. અત્યારે પણ શાસન ભાજપનું જ છે. પરંતુ દર વખતે વિપક્ષમાં કોંગ્રેસ હોય છે. પરંતુ સુરત કોર્પોરેશનની છેલ્લે યોજાયેલી ચૂંટણી આમ આદમી પાર્ટી 27 કોર્પોરેટર જીતવામાં સફળ રહી હતી.
Trending Photos
ઝી બ્યુરો/સુરત: સુરત કોર્પોરેશનમાં સત્તા ભાજપ પાસે છે, જ્યારે વિપક્ષમાં કોંગ્રેસ નહીં પણ આમ આદમી પાર્ટી બેસે છે. કોંગ્રેસ પાસે સુરતમાં એક પણ કોર્પોરેટર નથી. સુરતમાં 27 બેઠક જીતનારી આમ આદમી પાર્ટીના નેતાઓ પર ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપ લાગ્યા છે. લાખોનો તોડ કર્યાનો આક્ષેપ લાગતાં ભાજપ ગેલમાં આવી ગયું. તો આપે પોતાના પર લાગેલા આક્ષેપોને પાયાવિહોણા ગણાવ્યા. શું છે સમગ્ર મામલો?
- સુરતમાં આદ આદમી પાર્ટી પર ગંભીર આક્ષેપ
- સુરત AAPના કોર્પોરેટર કરી રહ્યા છે તોડ?
- ભ્રષ્ટાચારનો વિરોધી પાર્ટી પર જ ભ્રષ્ટાચારનો આક્ષેપ
- ભાજપે AAPનો કર્યો જોરદાર વિરોધ
દેશની ડાયમંડ નગરી કહેવાતું સુરત ગુજરાતનું હ્રદય છે. હીરા ઉદ્યોગમાં નામના મેળવનારુ સુરત કાપડ સહિત અનેક ઉદ્યોગોને કારણે જાણીતું છે. વર્ષોથી સુરત કોર્પોરેશનમાં ભાજપની સત્તા છે. અત્યારે પણ શાસન ભાજપનું જ છે. પરંતુ દર વખતે વિપક્ષમાં કોંગ્રેસ હોય છે. પરંતુ સુરત કોર્પોરેશનની છેલ્લે યોજાયેલી ચૂંટણી આમ આદમી પાર્ટી 27 કોર્પોરેટર જીતવામાં સફળ રહી હતી.
કોંગ્રેસના ફાળે એકપણ બેઠક આવી નહતી. જેના કારણે સુરતમાં મુખ્ય વિપક્ષ આમ આદમી પાર્ટી છે. આપનો જન્મ ભ્રષ્ટાચાર વિરુદ્ધ આંદોલન કરીને થયો છે. પરંતુ ભ્રષ્ટાચાર વિરોધી હોવાનો દાવો કરતી આ જ પાર્ટીના નેતાઓ ભ્રષ્ટાચારને કારણે જેલમાં છે. ખુદ પાર્ટીના મુખિયા કેજરીવાલ જેલની હવા ખાઈ રહ્યા છે. તો હવે તેમની જ પાર્ટીના સુરત કોર્પોરેશનના નેતાઓ પર તોડ પાણીનો આક્ષેપ લાગ્યો છે. આ આક્ષેપથી સત્તાધારી ભાજપ ગેલમાં આવી ગયું છે.
સત્તાધારી ભાજપનો દાવો છે કે આમ આદમી પાર્ટીના નેતાઓ શહેરની જનતા પાસેથી મોટા પાયે તોડ પાણી કરે છે. ભાજપના કોર્પોરેટરે આક્ષેપ લગાવ્યો કે ગેરકાયદે બાંધકામ માટે લાખોનો તોડ કરાયો હતો. પરંતુ અમને સમયસર મામલાની જાણ થઈ જતાં આપના નેતાઓ તોડ ન કરી શક્યા. સૌથી પહેલા તો આક્ષેપ શું છે તે તમે સાંભળો? તો ભાજપના આક્ષેપનો SMCમાં વિપક્ષના નેતા પાયલ સાકરિયાએ પાયાવિહોણા ગણાવ્યા. તેમણે કહ્યું કે, ભાજપ પોતાનો ભ્રષ્ટાચાર છૂપાવવા માટે અમારી પર ખોટા આક્ષેપ કરે છે. તેમણે એવો પણ દાવો કર્યો કે જો ભાજપ પાસે પુરાવા હોય તો તેઓ કેસ કરી શકે છે.
સુરત કોર્પોરેશનની સામાન્ય સભામાં સત્તા પક્ષ અને વિપક્ષના કોર્પોરેટરોએ જોરદાર હોબાળો મચાવ્યો હતો. બન્નેએ એક બીજા પર આક્ષેપ કરી ઉગ્ર સુત્રોચ્ચાર કર્યો હતો...પોસ્ટર, બેનર સાથે ઉગ્ર પ્રદર્શન કરાયું હતું. સુરત આપના કોર્પોરેટર પર લાગેલા આક્ષેપ કેટલા સાચા અને કેટલા ખોટા તે હાલ કહેવું મુશ્કેલ છે. પરંતુ જો તપાસ થાય અને આક્ષેપ સાચા નીકળે તો તે ખુબ ગંભીર બાબત કહી શકાય.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે