મૌલિક ધામેચા/ ગાંધીનગર : ગુજરાત ATS અને DRI ને વધુ એક મોટી સફળતા ડ્રગ પકડવામાં મળી છે. છેલ્લા અઠવાડિયામાં ગુજરાત ATSની માહિતી આધારે DRI અને NCB ની સાથોસાથ કોસ્ટગાર્ડની મદદથી ડ્રગ્સના મોટા કન્સાઈનમેન્ટ પકડવામાં આવ્યા છે. ત્યારે તાજેતરમાં જ ગુજરાત ATS ને માહિતી મળી હતી કે અમરેલીના પીપાવાવ પોર્ટ પર એક કન્ટેનર આવેલ છે. આ શંકાસ્પદ કન્ટેનરની તપાસ કરતા 5 મહિના પહેલા આવ્યાનું સામે આવ્યું છે. જેમાં અનોખી તરકીબથી ગુજરાતમાં હેરોઈન ઘુસાડવામાં આવી રહ્યું હતું. પણ તે પહેલા જ પકડી પાડવામાં આવ્યું હતું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આગ ઓકતા ઈડર ગઢ પર એવી જગ્યા છે, જ્યાં હિમાલય જેવું શીતળ અને ગુણકારી જળ વહે છે


ગુજરાત ATS અને DRI દ્વારા સયુંકત ઓપરેશન કંડલા પોર્ટ પર હાથ ધરવામાં આવ્યું અને જેમાં પહેલા તપાસ કરતા અધિકારીઓને ૨૦૫ કિલોથી વધુનું હેરોઈન કબ્જે કરવામાં આવ્યું હતું. જે ડ્રગની અંદાજીત બજાર કિંમત ૧૪૩૯ કરોડ આકવામાં આવી હતી. માનવામાં આવી રહ્યું છે કે ,અફઘાનિસ્તાન થી મંગાવેલ આવેલ ડ્રગ્સ કેસમાં પંજાબના જોબાન સિંહની ધરપકડ બાદ પુછપરછમાં નવા ખુલાસા થયા. વધુ તપાસ કરતા અમરેલીના પીપાવાવ પોર્ટ પરથી 395 કિલો યાર્નની વચ્ચે લિકવિડ ફર્મના હેરોઇન મળી આવ્યું હતું. મહત્વનું છે આ યાર્નની સાથે 90 કિલો લીક્વીડ ફોર્મમાં હેરોઈન હોવાનું સામે આવી રહ્યું છે. જેની કિંમત આશરે 450 કરોડ થાય છે. 


36 કિલોના ચાંદીના વાઘા જોયા છે ક્યારેય? આ તસવીરો જોઈને આંખો પહોળી થઈ જશે


હાલ આ તપાસ DRI દ્વારા કરવામાં આવી રહી છે અને આ ડ્રગ કોણે અને ક્યાંથી મંગાવ્યું હતું. આ રેકેટમાં કોણ સામેલ છે તેની તપાસ કરવામાં આવી રહ્યું છે. હવે તપાસ બાદ મોટો ખુલાસાઓ સામે આવી શકે છે. ગુજરાત ATS દ્વારા છેલ્લા એક સપ્તાહમાં આ 3 મોટી કાર્યવાહી કરવામાં આવી છે. સૌથી પહેલા કંડલા પોર્ટ પરથી 1439 કિલો હેરોઇન પકડવામાં આવ્યું હતું. ત્યાર બાદ જખૌ બોર્ડર પરથી ઇન્ડિયન કોસ્ટ ગાર્ડને સાથે રાખીને 280 કરોડનું હેરોઇન કબ્જે કરવામાં આવ્યું. જેમાં 9 પાકિસ્તાનીને પકડવામાં આવ્યા હતા. જોકે તપાસ દરમ્યાન દિલ્હી અને ઉત્તરપ્રદેશ કનેકશન સામે આવ્યું. જેથી ગુજરાત ATS અને NCB  દ્વારા દેશભરમાં કાર્યવાહી કરવામાં આવી છે. 


જિજ્ઞેશ મેવાણીને જામીન મળ્યા, આસામ કોર્ટે આસામ પોલીસને કર્યા ધરપકડને લઈને સવાલ


જેમાં દિલ્હીથી 4 લોકોની ધરપકડ કરવામાં આવી અને જેમાં રાજી હૈદરના ફેકટરીમાંથી વધુ 35 કિલો હેરોઇન પણ મળી આવ્યું. તો બીજી તરફ દિલ્હી NCB દ્વારા વધુ કાર્યવાહી કરતા શાહીનબાગમાં વધુ કાર્યવાહી કરવામાં આવતા વધુ 50 કિલો ડ્રગ અને 30 લાખ રોકડ પણ મળી આવ્યા છે. ગુજરાત પોલીસની સયુક્ત કાર્યવાહીથી આ ડ્રગ માફિયાઓ ઓર ધોસ બોલી છે. અફઘાનિસ્તાનથી મંગાવવામાં આવેલ રોકડ રૂપિયા હવાલા મારફતે આવ્યા હોવાનું સામે આવ્યું છે. નોંધનીય છે કે અટારી બોર્ડર પરથી ભારતીય કસ્ટમ દ્વારા 102 કિલો હેરોઇન કબ્જે કરવામાં આવ્યું. જેમાં હૈદરની ભૂમિકા પણ સામે આવી રહી છે. ત્યારે આવનારા દિવસોમાં એજન્સીઓએ પકડેલા આરોપીઓની વધુ પુછપરછ કરતા ડ્રગ્સણા આકાઓ સુધી પોહચી શકવામાં પોલીસને સફળતા મળી શકશે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube