36 કિલોના ચાંદીના વાઘા જોયા છે ક્યારેય? આ તસવીરો જોઈને આંખો પહોળી થઈ જશે

ચેતન પટેલ/સુરત :સુરતમાં ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટનું ભવ્ય આયોજન હાથ ધરવામાં આવ્યું છે. જેનું ઉદ્ઘાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે કરવામાં આવ્યું હતું. આ બિઝનેસ સમિટમાં ડાયમંડ અને કાપડના કુલ 950 જેટલા સ્ટોલ પ્રદર્શનમાં છે. જેમાં પ્રેમવતી જવેલર્સનો સ્ટોલ આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. કારણ કે, અહી 36 કિલો ચાંદીના વાઘા પ્રદર્શિત કરાયા છે. આ વાઘાની ખાસિયત એ છે કે તેને તૈયાર કરવામાં 18 કારીગરોએ દિવસરાત મહેનત કરી છે. આ કારીગરોએ 95 દિવસ સુધી રાત દિવસ એક કરી વાઘા તૈયાર કર્યા છે. આ વાઘામાં કલરીંગ મિણાનું કામ પણ કરવામાં આવ્યું છે. જેની અંદાજીત કિંમત રૂ 40 લાખની છે. હાલ તો બિઝનેસ સમિટમાં સૌથી વધુ આકર્ષણનું કેન્દ્ર આ 36 કિલોના વાઘા બન્યું છે. 

1/4
image

2/4
image

3/4
image

4/4
image