રાજુ રુપારેલીયા, દ્વારકા: યાત્રાધામ બેટદ્વારકાને જોડતા સિગ્નેચર બ્રિજના કામ દરમિયાન અચનાક ક્રેનનો એક તોતીંગ લોખડનો ભાગ તુટીને યુવાનના માથે પડતા ઘટના સ્થળ પર તેનું મોત નિપજ્યું હતું. સમગ્ર ઘટનાની જાણ થતા ઓખા પોલીસે સ્થળ પર પહોંચી યુવકના મૃતદેહને પીએમ અર્થે ખસેડવા સહિતની કામગીરી શરૂ કરી આ ઘટના અંગે વધુ તપાસ હાથ ધરી હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:- જેની આતુરતાથી રાહ જોવાતી હતી એ ઘડી આવી, સૌરાષ્ટ્રનો બીજો સૌથી મોટો ડેમ થયો ઓવરફ્લો


યાત્રાધામ બેટદ્વારકા જવા બોટનો સહારો લેવો પડે છે. જેથી સરકાર દ્વારા ઓખાથી બેટદ્વારકાને જોડતો સિગ્નેચર બ્રિજનું નવનિર્માણ એસ.પી.સીંગલા કંટ્રક્શન કંપની દ્વારા ચાલી રહ્યું છે. દરિયાના પેટાળમાં મજબૂત કોલમ બનાવી તેના પર બ્રીજ બનાવવામાં આવી રહ્યો છે. જેના માટે મહાકાય મશીનરી કામ કરી રહી છે. ગઇકાલે 20 ઓગસ્ટની સાંજે 7 કલાકે અચાનક ક્રેનનો એક તોતીંગ લોખંડનો ભાગ તુટી પડ્યો હતો જેના કારણે નીચે કામ કરી રહેલા રમેશ બીરસા બરાઇડ નામના 24 વર્ષીય યુવાનના માથા પર પડ્યો હતો. જેના કારણે આ આશાસ્પદ યુવાનનું ઘટના સ્થળ પર મોત નિપજ્યું હતું.


આ પણ વાંચો:- ‘CM અમારા છે એટલે ટિકીટ મળી જશે તેવા ભ્રમમાં ન રહેતા હતા...’ પાટીલની રાજકોટમાં સીધી વાત


આ બનાવ બનતા ઓખા પોલીસનો સંપર્ક કરવામાં આવ્યો હતો. ઓખા મરીન પોલીસે આ ઘટના સ્થળે જઇ લાશનો કબ્જો લીધો અને આગળ વધુ તપાસ હાથ ધરી છે. તથા લાશને દ્વારકા સિવિલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ કરવા રવાના કરવામાં આવી હતી. પોસ્ટમોર્ટમ કર્યા બાદ મૃતક યુવાનની લાશને ઝારખંડ રાજ્યના સિમડેગા જિલ્લાના આમકાની ગામે તેમના પરિવારને મોકલવામાં આવી છે. જ્યારે આ મામલે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર