મુસ્તાક દલ, જામનગરઃ જામનગરથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. અહીં ચાલુ એસટી બસમાં યુવાનની હત્યા કરવામાં આવી છે. વિજરખી રોડ પર ચાલુ બસે માથાકૂટ થતા યુવકની ચાકુથી હુમકો કરીને હત્યા કરવામાં આવી હતી. આ ઘટનાની જાણ થતાં પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શું છે સમગ્ર ઘટના
જામનગરમાં આજે ફિલ્મી ઢબે એસ.ટી.ની બસમાં મુસાફરી દરમિયાન હત્યાની ઘટના સામે આવી છે. જામનગરથી જુનાગઢ જઈ રહેલી બસમાં વિજરખી નજીક બસમાં સવાર મુસાફરો વચ્ચે કોઈ બાબતે માથાકૂટ થતાં એક મુસાફરે અન્ય એક મુસાફરને છરીના ઘા ઝીકી દેતા તેનું મૃત્યુ નીપજ્યું હતું.


મને 'મોડર્ન લાઇફસ્ટાઇલ' પસંદ નથી, સ્યુસાઇડ નોટ લખી બેન્ક મેનેજરની પત્નીનો આપઘાત


આ મૃતકનું નામ હિતેશ પંડ્યા (ઉંમર વર્ષ 40) હોવાનું સામે આવ્યું છે. તે કાલાવડનો રહેવાશી છે. હાલ તો માથાકૂટ થવાનું કારણ સામે આવ્યું નથી. ઘટના સ્થળે પહોંચેલી પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે. 


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube