મને 'મોડર્ન લાઇફસ્ટાઇલ' પસંદ નથી, સ્યુસાઇડ નોટ લખી બેન્ક મેનેજરની પત્નીનો આપઘાત
આપઘાત કરનાર મહિલાએ ઘરે રહેલી દીકરીને કહ્યું કે, હું પૂજા કરવા માટે રૂમમાં જાવ છું, બે કલાક સુધી દરવાજો ન ખોલતી.
Trending Photos
ઉદય રંજન, અમદાવાદઃ વસ્ત્રાપુરમાં બેન્ક ઓફ ઈન્ડિયા (BOI)ના મેનેજરની પત્નીએ ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી છે. શહેરના વસ્ત્રાપુર વિસ્તારમાં આવેલા કાસાવ્યોમા એપાર્ટમેન્ટમાં રહેતા બેન્કના સિનિયર મેનેજરની પત્નીએ પૂજાપાઠના રૂમમાં ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. તેમણે ઘરે હાજર રહેલી દીકરીને કહ્યું કે, હું બે કલાક સુધી પૂજા-પાઠ કરુ છું જેથી રૂમ ન ખોલવા કહ્યું હતું. ત્યારબાદ અંદર જઈને આપઘાત કરી લીધો હતો. હાલ તો વસ્ત્રાપુર પોલીસે અકસ્માતનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર મધ્યપ્રદેશના મંદસોરના રહેવાસી અને હાલમાં એલિસબ્રિજ ખાતે આવેલી બેન્ક ઓફ ઇન્ડિયાની મુખ્ય બ્રાન્ચમાંસર્વિસ બ્રાન્ચના સિનિયર મેનેજર તરીકે ફરજ બજાવતા રાકેશ પંચારિયા વસ્ત્રાપુર સરકારી વસાહતમાં પરિવારસાથે રહે છે. મંગળવારે સવારે તેઓ રાબેતા મુજબ નોકરી ગયા હતા. ઘરે તેમની પત્ની મનીષાબેન અને દીકરી શ્રેયા હાજર હતા. બપોરે મનીષાબેને દીકરી શ્રેયાને કહ્યું હતું કે પૂજાપાઠના રૂમમાં હું બે કલાક સુધી પૂજાપાઠ કરું છું જેથી રૂમ ના ખોલતાં.
ખાનગી અને સરકારી ઈમારતોમાં ફાયર સેફ્ટી મામલે હાઈકોર્ટના મહત્વના નિર્દેશ
પોણા બે સુધી દરવાજો ન ખોલતાં શ્રેયાએ બીજી ચાવીથીદરવાજો ખોલ્યો હતો. બીજી ચાવીથી શ્રેયાએ દરવાજો ખોલતાં મનીષાબેન પંખા સાથે દુપટ્ટા વડે ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. તેણે આ અંગે પિતાને જાણ કરતા રાકેશભાઈ ઘરે દોડી આવ્યા હતા અને પોલીસને જાણ કરી હતી. વસ્ત્રાપુર પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. લાશને પીએમ માટે મોકલી આપી હતી. પોલીસે અકસ્માત મોત નોંધી તપાસ શરૂ કરી છે. ત્યારે પોલીસને સ્યુસાઇટ નોટ મળી હતી જેમાં લખેલું હતું કે આ મોડર્ન લાઇફસ્ટાઇલ મને પસંદ નથી અને મારું જીવન અહીંયા પૂરું થઇ રહ્યું છે. મારા મોત પાછળ કોઈ જ જવાબદાર નથી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે