મજાકમાં પણ કોઈની ગરદન ન મચકોડતા, દ્વારકામાં ગયો એક યુવકનો જીવ
હાલ રમઝાન મહિનો ચાલી રહ્યો છે, ત્યારે દ્વારકામાં એક દુખદ બનાવ બન્યો હતો. દ્વારકા રૂપેન બંદર પર રમજાન માસની ઉજવણી દરમ્યાન ઠઠ્ઠા મશ્કરીમાં એક યુવાનનું મોત નિપજ્યું છે.
રાજુ રૂપારેલીયા/દ્વારકા :હાલ રમઝાન મહિનો ચાલી રહ્યો છે, ત્યારે દ્વારકામાં એક દુખદ બનાવ બન્યો હતો. દ્વારકા રૂપેન બંદર પર રમજાન માસની ઉજવણી દરમ્યાન ઠઠ્ઠા મશ્કરીમાં એક યુવાનનું મોત નિપજ્યું છે.
14 વર્ષના તરુણ સ્વયંસેવકથી ગૃહમંત્રી સુધી : ફિલ્મ બનાવાય તેવી રોચક છે અમિત શાહની ‘રાજકીય કુંડળી’
પ્રાપ્ત માહિતી અનુસાર, હાલ રમજાન મહિનો ચાલી રહ્યો હોઈ, દ્વારકાના રૂપેન બંદરમાં આમદ હુસૈન પટેલીયા અને રફીક હાજી ભેંસલીયા નામના બે મિત્રો મસ્તી કરી રહ્યા હતા. ગઈ કાલે રાત્રિના સમયે તેઓ જાગરણ કરી રહ્યા હતા ત્યારે રફીકે મસ્તીમાં આમદને નીચે પછાડ્યો હતો. નીચે પડતા જ આમદની ગરદન મચકોડાઈ હતી, જેથી તેને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડાયો હતો, પણ સારવાર મળે તે પહેલા જ 25 વર્ષના આમદનો જીવ ગયો હતો. તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો.
ગાંધીનગર : સિરીયલ કિલરને પકડવામાં SIT નિષ્ફળ ગઈ, હવે CID ક્રાઈમ કરશે તપાસ
આ બનાવ બાદ પોલીસે મસ્તી કરીને આમદને પછાડનાર યુવક રીફક ભેંસલીયા સામે 304નો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે. એફએસએલની ટીમે ઘટના સ્થળે પોહંચીને તપાસ શરૂ કરી છે. આ બનાવ બાદ રૂપેન બંદરના મુસ્લિમ સમાજમાં ઘેરો શોક વ્યાપી ગયો હતો. એક તરફ રમઝાનનો તહેવાર ઉજવાઈ રહ્યો છે, ત્યાં બીજી તરફ શોકની લાગણી ફેલાઈ ગઈ છે. ]
સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV :