નરેશ ભાલિયા/જેતપુર :રાજકોટ ભારે વરસાદના પગલે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે. આખુ રામનાથ મંદિર પાણીમાં ગરકાવ થઈ ગયું છે. તો રાજકોટવાસીઓની જીવાદોરી સમાન આજી નદી ગાંડીતૂર બની છે. આ કારણે રાજકોટમાં 2000 લોકોનું સ્થળાંતર કરવાની જરૂર પડી છે. રાજકોટમાં ઉપરવાસમાં વરસાદના પગલે આજી નદી બે કાંઠે વહેતી થઈ છે. આજી નદીમાં પાણીની આવક વધતા નદી કાંઠે ન જવા લોકોને સૂચના અપાઈ છે. ફાયર વિભાગની ટીમ દ્વારા લાઉડ સ્પીકર મારફત એનાઉન્સ કરી સતત સૂચના આપવામાં આવી રહી છે. ફાયર વિભાગની 6 જેટલી ટિમ આજી નદીના પટમાં આવેલ ભગવતીપરા, રામનાથ પરા, થોરાળા વિસ્તારમાં જઇ સતત સૂચના આપી રહી છે. આવામાં જેતપુરના સેલુકા ગામ પાસે એક વ્યક્તિ લાપત્તા બનવાનો બનાવ સામે આવ્યો છે. 


ખાનગી શાળાઓએ સીધેસીધુ કહી દીધું, ‘10 થી 100% ફી માફ કરીશું, પણ માત્ર ગરીબ વિદ્યાર્થીઓની...’


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સેલુકા અને થોરાળા વચ્ચે નદીના કાંઠેથી જગદીશ રાદડિયા નામનો વ્યક્તિ લાપતા થયો છે. સરિયામતી નદીમાં ભારે વરસાદને પગલે પૂરની સ્થિતિ પેદા થઈ હતી, તે સમયે આ શખ્સ લાપતા થયો છે. નદીકાંઠે આવેલા ખેતરમાં 5થી 6 મિત્રોએ પાર્ટી કરી હતી. પાર્ટી કરીને પરત ફરતી વખતે આ ઘટના બની હતી. નદી કાંઠા નજીકથી તેની સ્વીફ્ટ કાર મળી આવી છે. તેની કારમાં MLA લખેલી પ્લેટ પણ જોવા મળી છે. જગદીશ રાદડિયા નદીના પૂરમાં તણાઈને લાપતા થયો હોય તેવી શંકા છે. ત્યારે આ શક્યતાના આધારે ફાયર વિભાગ દ્વારા તેની શોધખોળ શરૂ કરાઈ છે. જેતપુર ફાયર બ્રિગેડ અને વીરપુર પોલીસે સરિયામતી નદીમાં તપાસ હાથ ધરી છે. 


ઉલ્લેખનીય છએ કે, રાજકોટ શહેર અને જિલ્લામાં હાલ ભારે વરસાદની સ્થિતિ છે. અડધાથી અઢી ઇંચ સુધી વરસાદ ખાબકી ચૂક્યો છે. શહેરમાં ગઈકાલે સાંજે 4 વાગ્યાથી રાત્રે 10 વાગ્યા સુધીમાં એક ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. તો ગઈકાલે સવારના 6 વાગ્યાથી રાત્રિના 10 વાગ્યા સુધીના વરસાદ પર એક નજર કરીએ તો, ઉપલેટા તાલુકામાં 69 mm, જેતપુર તાલુકામાં 13 mm, ધોરાજી તાલુકામાં 45 mm, રાજકોટ શહેરમાં 27 mm અને વીંછીયા તાલુકામાં 20 mm વરસાદ તૂટી પડ્યો છે. 


ગુજરાતના આજના મહત્વના અપડેટ્સ....


ગણેશ પર્વને લઈને STની લોકોને ભેટ, આવતીકાલથી ગુજરાતમાં પ્રીમિયમ બસો દોડશે 


જેની આતુરતાથી રાહ જોવાતી હતી એ ઘડી આવી, સૌરાષ્ટ્રનો બીજો સૌથી મોટો ડેમ થયો ઓવરફ્લો


‘CM અમારા છે એટલે ટિકીટ મળી જશે તેવા ભ્રમમાં ન રહેતા હતા...’ પાટીલની રાજકોટમાં સીધી વાત