ખાનગી શાળાઓએ સીધેસીધુ કહી દીધું, ‘10 થી 100% ફી માફ કરીશું, પણ માત્ર ગરીબ વિદ્યાર્થીઓની...’

સરકાર દ્વારા તમામ વિદ્યાર્થીઓની 25% ફી માફ કરવાની માંગ ખાનગી શાળા સંચાલકોએ ફગાવી

Updated By: Aug 21, 2020, 03:29 PM IST
ખાનગી શાળાઓએ સીધેસીધુ કહી દીધું, ‘10 થી 100% ફી માફ કરીશું, પણ માત્ર ગરીબ વિદ્યાર્થીઓની...’

અતુલ તિવારી/અમદાવાદ :ખાનગી શાળા સંચાલકોએ શિક્ષણમંત્રીની ફી ઘટાડવાની ઓફર ફગાવી દીધી છે. ખાનગી શાળા સંચાલકોએ તમામ વિદ્યાર્થીઓની ફી ઘટાડવાની યોજના સાથે અસહમતી દર્શાવી છે. શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ ખાનગી શાળા સંચાલકોને 25 % ફી માફ કરવા માટે કહ્યું હતું. ત્યારે ખાનગી શાળા સંચાલકોએ સીધેસીધુ કહી દીધું કે, 25% નહિ, પરંતુ 10% થી 100% ફી માફ કરીશું. પણ માત્ર ગરીબ વિદ્યાર્થીઓ માટે જ. આમ, સરકાર દ્વારા તમામ વિદ્યાર્થીઓની 25% ફી માફ કરવાની માંગ ખાનગી શાળા સંચાલકોએ ફગાવી છે. શિક્ષણમંત્રી સાથે થયેલી ઓનલાઈન મીટિંગમાં ખાનગી શાળા સંચાલકોએ સરકારની ફોર્મ્યુલા ફગાવી છે. 

Breaking : વાહનોના PUC  રેટમાં ગુજરાત સરકારે વધારો કર્યો, જાણો શું છે નવા ભાવ 

ખાનગી શાળાઓએ ફી ઘટાડવા સ્પષ્ટ ના પાડી 
કોરોનાને પગલે લોકડાઉન અને તેને પગલે શાળાઓ બંધ હોવા છતાં ગુજરાતની અસંખ્ય શાળાઓ વાલીઓ પાસેથી ફી પેટે મસમોટી રકમ વસૂલી રહી હતી. ત્યારે સમગ્ર મામલો હાઈકોર્ટમાં પહોંચ્યો હતો. ગુજરાત હાઈકોર્ટ આ મામલે ફટકાર લગાવી હતી. હાઈકોર્ટે ટ્યુશન ફી લેવા અને શિક્ષણ વિભાગને આ મામલે બેઠક કરીને યોગ્ય નિર્ણય લેવા આદેશ કર્યો હતો. જેના બાદ શિક્ષણમંત્રી અને ખાનગી શાળાના સંચાલકો સાથે બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં રાજ્ય સરકારે તમામ સ્કૂલોના વિદ્યાર્થીઓની ફીમાં 15થી 25 ટકા સુધીની ફી માફી આપવાની દરખાસ્ત મૂકી હતી. જેને ખાનગી સ્કૂલ સંચાલકોએ ફગાવી દીધી છે. ત્યારે હવે ખાનગી શાળાઓ જ્યારે ફી ઘટાડવા સ્પષ્ટ ના પાડી રહી છે ત્યારે જોવાનું એ રહ્યું કે શિક્ષણ વિભાગ કેવું વલણ અપનાવે છે અને શું નિર્ણય લે છે. ખાનગી શાળાઓ ગરીબ વિદ્યાર્થીઓની ફી ઓછી કરવાની તૈયારી છે. પરંતુ તમામ વિદ્યાર્થીઓને ફીમાં રાહત આપવા સહમત નથી.

ગણેશ પર્વને લઈને STની લોકોને ભેટ, આવતીકાલથી ગુજરાતમાં પ્રીમિયમ બસો દોડશે 

CBSEના બેઝિક ગણિતવાળા વિદ્યાર્થીઓને ગુજરાત બોર્ડમાં પ્રવેશ મળશે
તો બીજી તરફ, બીજા મોટા અપડેટ એ છે કે, ચાલુ વર્ષે CBSEના બેઝિક ગણિતવાળા વિદ્યાર્થીઓને ગુજરાત બોર્ડમાં પ્રવેશ મળશે. CBSEના બેઝિક ગણિતવાળા વિદ્યાર્થીઓને ધો.11 સાયન્સના બી ગ્રુપમાં પ્રવેશ આપી શકાશે. ગુજરાત બોર્ડે બેઝિક ગણિત સાથે CBSEમાંથી પાસ થયેલા વિદ્યાર્થીઓને ધો.11 સાયન્સમાં પ્રવેશ પર પ્રતિબંધ મૂકતો પરિપત્ર કર્યો હતો. શિક્ષણ વિભાગના આ પરિપત્રથી અનેક વિદ્યાર્થીઓ મુશ્કેલીમા મૂકાયા હતા. CBSEમાં ધોરણ- 10 માં વિદ્યાર્થીઓને બેઝિક ગણિત અને સ્ટાન્ડર્ડ ગણિત એમ બે વિકલ્પ અપાય છે. ગુજરાત બોર્ડમાં ધોરણ 10માં ગણિતના બે વિકલ્પ આપવામાં આવતા નથી. ગુજરાત શિક્ષણ બોર્ડના બેઝિક ગણિત અંગેના પરિત્રથી આક્રોશ ફેલાયો હતો. ભારે વિરોધ થતા શિક્ષણ બોર્ડે ફેરવી તોળતો નવો પરિપત્ર જારી કર્યો છે. જે મુજબ, હવે સાયન્સના B ગ્રુપમાં પ્રવેશને મંજૂરી આપી છે. જૂના પરિપત્રનો વર્ષ-2021 ના શૈક્ષણિક વર્ષથી ‌અમલ કરાશે. 

ગુજરાતના આજના મહત્વના અપડેટ્સ....

જેની આતુરતાથી રાહ જોવાતી હતી એ ઘડી આવી, સૌરાષ્ટ્રનો બીજો સૌથી મોટો ડેમ થયો ઓવરફ્લો

‘CM અમારા છે એટલે ટિકીટ મળી જશે તેવા ભ્રમમાં ન રહેતા હતા...’ પાટીલની રાજકોટમાં સીધી વાત

માત્ર 500 રૂપિયા ખર્ચીને 10 હજાર બચાવતા ગુજરાતના આ ખેડૂતની વાહવાહી થવા લાગી

અભણ મહિલાએ આખા પરિવારનો ઉદ્ધાર કર્યો, સાબિત કર્યું કે રૂપિયા-નામ કમાવવા ડિગ્રીની જરૂર નથી....