પેપર લીક મામલે સીએમને લખ્યો પત્ર, યુવકે આપી આત્મવિલોપન કરવાની ચિમકી
યુવકે મુખ્યમંત્રીને પત્ર લખ્યો હતો. જેમાં પોતાની માંગણીઓ નહી સંતોષાય તો DGP ઓફિસ બહાર આત્મવિલોપન કરશે તેવી ચીમકી ઉચ્ચારી હતી.
અમદાવાદ: લોકરક્ષક દળની પરીક્ષામાં પેપર લીક થવા મામલે અમદાવાદના એક યુવકે આત્મવિલોપન કરવાની ચીમકી ઉચ્ચારી છે. યુવકે મુખ્યમંત્રીને પત્ર લખ્યો હતો. જેમાં પોતાની માંગણીઓ નહી સંતોષાય તો DGP ઓફિસ બહાર આત્મવિલોપન કરશે તેવી ચીમકી ઉચ્ચારી હતી. લોકરક્ષકની પરિક્ષા આપવા ગયેલા 3 યુવકોના પરત ફરતા અકસ્માત થયો હતો. અકસ્માતમાં મૃત્યુ પામનારના પરિવારને 10 લાખનું વળતર તથા તમામ ઉમેદવારોને એક દિવસનું આવવા-જવાનુ ભાડુ એક મહિનામાં ચૂકવવામાં આવે તેવી માંગ યુવકે પત્રમાં કરી હતી.
વધુ વાંચો: અમદાવાદ: પેપર લીક મામલે આરોપીઓના 10 દિવસના રીમાન્ડ મંજૂર
ઉલ્લેખનીય છે કે ગઇકાલે લોકરક્ષક દળની પરીક્ષાનું આયોજન કરાવમાં આવ્યું હતું. પરંતુ પેપર લીક થઇ જતા આ પરીક્ષાને રદ કરવામાં આવી હતી. આ ઘટનાને લઇને વિદ્યાર્થીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યા હતો. ત્યારે રાજ્યમાં અલગ અલગ જગ્યાએ લોકરક્ષક દળની પરીક્ષા આપીને પરત ફરતા 2 લોકોના અકસ્માતમાં મોત થયા હતા. જ્યારે અન્ય 6 લોકોને ઇજા પહોંચી હતી.
વધુ વાંચો: કોંગ્રેસનો માસ્ટરસ્ટ્રોક: બાવળિયા અને ચેલા અવસર નાકિયા વચ્ચે થશે ખરાખરીનો જંગ
મહેસાણાથી અમદાવાદ લોકરક્ષક દળની પરીક્ષા આપવા આવેલા યુવકનું એસટી બસની ટક્કરે મોત થયું હતું. મહેસાણાથી બાઇક વિહોલ જતિનસિંહ પ્રદીપસિંહ નામનો 26 વર્ષયી યુવક અને તેનો મિત્ર લોકરક્ષક દળની પરીક્ષા આપવા અમદાવાદ આવ્યા હતા. પરંતુ પરીક્ષા રદ કરવામાં આવતા તે નિરાશ થઇને પરત તેને ઘરે જઇ રહ્યો હતો. તે દરમિયાન ગાંધીનગર બાવલા ચોકડી નજીક એસટી બસની ટક્કરથી તેનું મોત થયું હતું. જ્યારે તેની સાથે આવેલા તેના એક મિત્ર ઇજાગ્રસ્ત થયો હતો. જેને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
વધુ વાંચો: પેપર લીક કેસમાં આરોપીઓને થઇ શકે છે આજીવન કેદ, જાણો કઇ કલમના આધારે
જ્યારે અન્ય એક અકસ્માતની ઘટના ભચાઉ નજીક બની છે. મોરબી નજીક ટંકારાના પરીક્ષાર્થીઓ અર્ટીકા કાર લોકરક્ષક દળની પરીક્ષા આપવા ભૂજ આવ્યા હતા. પરંતુ પરીક્ષા રદ થતા તેઓ ત્યાંથી પરત પોતાના વતન ફરી રહ્યાં હતા. તે દરમિયાન ભચાઉ નજીક કાર પલટી મારી જતાં પાંચ પરીક્ષાર્થીઓને ઇજા પહોંચી હતી ત્યારે તેમની સાથે આવેલા આશરે 50 વર્ષીય મહિલાનું મોત થયું હતું. ત્યારે ઇજાગ્રસ્ત પરીક્ષાર્થીઓને ભચાઉ અને ગાંધીધામની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.