સુરત : શહેરમાં (Surat) હિટ એન્ડ રનની ઘટનાની વિચિત્ર ઘટના બની હતી. સામાન્ય રીતે હાલ રાત્રે 9 વાગ્યે કર્ફ્યું લાગી જાય છે. ત્યારે દવાની એજન્સીમાં કામ કરતો એક યુવક દારૂનાં નશામાં ગત્ત રાજ સુરતનાં સભીલી વિસ્તારમાં હીટ એન્ડ રન (Hit and Run) કરી નાસી ગયો હતો. યુવકે દારૂના નશામાં ગાડીને ડિવાઇડર પડ ચડી ગઇ હતી. દરમિયાન પોલીસે તેને અટકાવીને કારની ચાવી કાઢવાનો પ્રયાસ કર્યો હતો. જો કે કાર ચાલક અન્ય બે બાઇક ચાલકોને ટક્કર મારીને નાસવાનો પ્રયાસ કર્યો હતો. જો કે પોલીસે ફિલ્મી ઢબે તેનો પીછો કરીને તેની ધરપકડ કરી હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ચીનના વિરોધમાં રાજકોટમાં બેનરો લાગ્યા, ચાઈનીઝ વસ્તુઓનો બહિષ્કાર કરો સ્વદેશી વસ્તુઓ અપનાવો

અત્રે ઉલ્લેખનીય છે કે, અનલોક 1.0 શરૂ થતાની સાથે જ દારૂનું પણ અનલોક થઇ ચુક્યું છે. કાગળ પરની દારૂબંધીના ધજ્જીયા ઉડાવતા બુટલેગરે જેટલો જોઇએ તેટલો દારૂ પુરો પાડે છે. આવી જ ઘટના સુરતમાં બની હતી. સુરત પોલીસ ડભોલીમાં વાહન ચેકિંગમાં હતી ત્યારે ડભોલી ચાર રસ્તા સર્કલ પાસે દારૂ પીને છાકટો બનેલો ઇકો સ્પોર્ટ ગાડી ડિવાઇડર પર ચડાવ્યા બાદ ગાડીઓની હારમાળ રચી હતી.


ગોપાલ ઇટાલિયા આપમાં જોડાયા, ગુજરાતમાં યુવાઓના ભરોસે 7 વર્ષ બાદ ફરી AAP પાર્ટી થશે સક્રિય

પોલીસે યુવકને બહાર કારમાંથી ઉતરવા જણાવ્યું હતું. જો કે યુવક ઉતરવાને બદલે પોલીસ સાથે ઘર્ષણ કરીને ભાગ્યો હતો. આ ભાગવા દરમિયાન તેણે બે બાઇક ચાલકોને અડફેટે લીધા હતા. સિંગણપોર નજીક તે ગાડી પાર્ક કરીને સંતાયો હતો. પોલીસે તેને શોધી પાડ્યો હતો. તપાસમાં દિપક તાળા હોવાનું ખુલ્યું હતું. રમેશ આયુર્વેદિક દવાની એજન્સી ચલાવે છે.


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube