ચીનના વિરોધમાં રાજકોટમાં બેનરો લાગ્યા, ચાઈનીઝ વસ્તુઓનો બહિષ્કાર કરો સ્વદેશી વસ્તુઓ અપનાવો
રાજકોટના વેપારીઓએ ચાઈનીઝ પ્રોડક્ટનો વિરોધ કર્યો છે. ત્યારે ચીનના વિરોધમાં શહેરનાં અલગ અલગ વિસ્તારમાં ચાઈનીઝ પ્રોડક્ટનો બહિષ્કાર કરવાનાં બેનરો લગાવવામાં આવ્યાં છે
Trending Photos
રક્ષિત પંડ્યા, રાજકોટ: ગલવાન ઘાટીમાં ચાલી રહેલા ભારત ચીન સીમા વિવાદ અને ભારત અને ચીન (China)ના સૈનિકો વચ્ચે હિંસક અથડામણ બાદ દેશભરમાં ચાઇનીઝ વસ્તુઓના બહિષ્કાર કરવાનો દેશભરમાં જુવાળ ફાટી નિકળ્યો છે. ઠેર-ઠેર વિરોધ પ્રદર્શન યોજાયા હતા. ત્યારે રાજકોટના વેપારીઓએ ચાઈનીઝ પ્રોડક્ટનો વિરોધ કર્યો છે. ત્યારે ચીનના વિરોધમાં શહેરનાં અલગ અલગ વિસ્તારમાં ચાઈનીઝ પ્રોડક્ટનો બહિષ્કાર કરવાનાં બેનરો લગાવવામાં આવ્યાં છે અને સ્વદેશી વસ્તુઓ અપનાવવા અપીલ કરવામાં આવી છે.
રાજકોટના કોટેચા ચોક વિસ્તારમાં બાયકોટ ચાઈનીઝ પ્રોડક્ટના બેનરો લગાવવામાં આવ્યાં છે. ચાઈનીઝ પ્રોડક્ટનો બહિષ્કાર કરો અને સ્વદેશી વસ્તુઓ અપનાવોના મોટા-મોટા બેનરો લગાવવામાં આવ્યાં છે. થોડા દિવસ પહેલા રાજકોટના ઈલેક્ટ્રિક વેપારીના એસો.ની એક બેઠક મળી હતી. જેમાં નક્કી કર્યું હતું કે, હવે તેઓ ચાઈનીઝ કંપનીનો માલ મંગાવશે પણ નહીં અને વેચશે પણ નહીં. આ અંગેના બેનરો પણ વેપારીઓએ પોતાની દુકાન બહાર મારી દીધા છે. ભારત પર થયેલા હુમલા બાદ રાષ્ટ્રીય કક્ષાએ ચાઈનીઝ વસ્તુઓને બહિષ્કાર કરવા અંગે નિર્ણય લેવામાં આવ્યો છે.
થોડા સમય પહેલાં ચીનના વિરોધમાં ગુજરતના બિલ્ડરોએ પણ ચાઈનીઝ વસ્તુઓનો બહિષ્કાર કર્યો છે. જેથી રાજકોટના બિલ્ડરો ચાઈનીઝ વસ્તુઓ નહિં ખરીદે. ક્રેડાઈની બોડીએ 46 શહેરોમાં ચાલતા એસોસિએશને ચાઈનિઝ પ્રોડક્ટનો બહિષ્કાર કર્યો છે અને ચાઈનાની પ્રોડક્ટ ઈમ્પોર્ટ નહિં કરવામાં આવે.
રાજકોટના વેપારીએ ચાઇનીઝ કારનો ઓર્ડર કર્યો કેન્સલ
લદ્દાખમાં 20 ભારતીય સૈન્યકર્મીઓની શહાદત બાદ ચીની સામાનનો બહિષ્કાર કરવાની માંગ વચ્ચે ગુજરાતના રાજકોટના એક વેપારી ચીનની ભારતીય સહયોગી કંપની દ્વારા નિર્મિત કારના ઓર્ડરને કેન્સલ કર્યો છે. મયૂરધ્વજ સિંહ ઝાલાએ એસયૂવી 'એમઝી હેક્ટર' જુલાઇ 2019માં રાજકોટના એક ડીલર પાસે 51,000 રૂપિયા આપીને બુક કરાવી હતી. આ કાર એમજી હેક્ટર ઇન્ડીયા દ્વારા બનાવવામાં આવે છે જોકે ચીનના શંઘાઇ ઓટોમોટિવ ઇંડસ્ટ્રી કોર્પોરેશન (એસએઆઇસી)ની એક સહાયક કંપની છે. મયૂરધ્વજ ઝલાએ જણાવ્યું કે તેમને એવી કંપની કાર જોઇતી નથી, જેનો સીધો સંબંધ ચીનની સરકાર અને ચીનની કોમ્યુનિસ્ટ પાર્ટી સાથે છે. ડીલરની ઓફિસએ પણ ઓર્ડર રદ કરવાની પુષ્ટિ કરતાં પૈસા પરત કર્યા હતા.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે