• નવા વર્ષે જ મહિલા સલામતી વિશે સવાલ પેદા થાય તેવો બનાવ બન્યો છે. નવા વર્ષે જ અમદાવાદમાં એક યુવતીની છેડતી થઈ.

  • જાહેરમાં લોકોની વચ્ચે એક યુવકે એક યુવતીની છેડતી કરી હતી. લોકોએ યુવકને પકડીને બરાબરનો મેથીપાક ચખાડીને પોલીસને સોંપ્યો


મૌલિક ધામેચા/અમદાવાદ :અમદાવાદ શહેરમાં નવા વર્ષની શરૂઆત અનેક ગંભીર ઘટનાઓથી થઈ રહી છે. ત્યારે નવા વર્ષે જ મહિલા સલામતી વિશે સવાલ પેદા થાય તેવો બનાવ બન્યો છે. નવા વર્ષે જ અમદાવાદમાં એક યુવતીની છેડતી થઈ હતી. અમદાવાદ (ahmedabad) ના સેટેલાઇટ વિસ્તારમાં આ બનાવ બન્યો હતો. જાહેરમાં લોકોની વચ્ચે એક યુવકે એક યુવતીની છેડતી (molestation) કરી હતી. ત્યારે લોકોએ યુવકને પકડીને બરાબરનો મેથીપાક ચખાડીને પોલીસને સોંપ્યો હતો.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ફરિયાદ અંગેની પ્રાથમિક હકીકતની વાત કરીએ તો, ભાઈબીજના તહેવારના દિવસે અમદાવાદ શહેરના પોશ સેટેલાઈટ વિસ્તારના રેવતી ટાવર નજીક સાંઈબાબા મંદિર નજીક રાત્રિના સમયે જાહેરમાં બન્યો. નાગાલેન્ડની 25 વર્ષીય યુવતી નોકરીનો સમય પતાવી ઘરે જતી હતી, તે દરમ્યાન એક અજાણ્યા યુવકે યુવતીના સાથળ પર જાહેરમાં હાથ ફેરવી છેડતી કરી હતી. 


આ પણ વાંચો : સુરતના આહીર પરિવારને પાવાગઢ દર્શન પહેલા મળ્યુ મોત, હોસ્પિટલમાં લાશોની લાઈન પડી


સતર્ક થઈ ગયેલી યુવતીએ તરત રોડ રોમિયોને પકડવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ યુવક ત્યાંથી છટકી ગયો હતો. ત્યારે પોતાના પ્રયાસ સફળ ન થતાં યુવતીએ બૂમો પાડી હતી. તેની બૂમો સાંભળી સ્થાનિકોએ આરોપી યુવકને ઝડપી પાડયો હતો અને પોલીસને હવાલે કર્યો.


ઉલ્લેખનીય છે કે, છેડતીનો ભોગ બનનાર યુવતી બોડકદેવમાં થાઈ સ્પા મસાજની સર્વિસ આપતા સલૂનમાં નોકરી કરતી હોવાનું સામે આવ્યું છે. હાલ સેટેલાઇટ પોલીસે યુવતીની ફરિયાદના આધારે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી તપાસ કરતા છેડતી કરનાર શખ્સ વિઠ્ઠલ ગણેશ રાઠોડ (ઉં,25 રહે.રામદેવનગર, સેટેલાઈટ) હોવાનું ખુલ્યું હતું. સેટેલાઈટ પોલીસે આરોપી વિઠ્ઠલની ધરપકડ કરી વધુ પૂછપરછ શરૂ કરી છે.


આ પણ વાંચો : પીએમ મોદીએ વડોદરા અકસ્માતમાં મૃત્યુ પામેલા 11 લોકો માટે દુ:ખ વ્યક્ત કર્યું