વડોદરાના યુવાને ખાનગી કંપનીની નોકરી છોડી, શરૂ કર્યો ગણેશજીની પ્રતિમા બનાવવાનો બિઝનેસ
વડોદરાની ખાનગી યુનિવર્સિટીમાંથી ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કોમ્યુનિકેશનનો અભ્યાસ કરનાર દક્ષેશ જાંગીડ નામના યુવાને ખાનગી કંપનીની નોકરી છોડી ગણેશજીની પ્રતિમા બનાવવાનો વ્યવસાય શરૂ કર્યો છે
રવિ અગ્રવાલ/ વડોદરા: વડોદરાની ખાનગી યુનિવર્સિટીમાંથી ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કોમ્યુનિકેશનનો અભ્યાસ કરનાર દક્ષેશ જાંગીડ નામના યુવાને ખાનગી કંપનીની નોકરી છોડી ગણેશજીની પ્રતિમા બનાવવાનો વ્યવસાય શરૂ કર્યો છે. જેમાં દક્ષેશે ગણેશજીની કોરોના મહામારી સહિત અલગ અલગ થીમ પર મૂર્તિ બનાવી છે, જેને ભારે આકર્ષણ જમાવ્યું છે.
રાજ્ય સરકારે ગણેશ ઉત્સવની મંજૂરી આપી છે, સાથે જ મૂર્તિકારોને 4 ફૂટ સુધીની જ મૂર્તિ બનાવવા માટે આદેશ કર્યો છે, ત્યારે વડોદરાના તરસાલીના શિક્ષિત દક્ષેશ જાંગીડ મૂર્તિકારે વિવિધ થીમ આધારિત ગણેશજીની મૂર્તિ બનાવી છે. જેમાં દક્ષેશે ત્રણ અલગ અલગ પ્રકારની મૂર્તિઓ બનાવી છે. જેમા પ્રથમ મૂર્તિમાં ગણેશજી કોરોનાની વેક્સીન તથા માસ્ક સાથે નજરે પડે છે. સાથે જ કોરોના વોરિયર્સ પણ આ મૂર્તિમાં નજરે પડે છે. આમ કોરોનાની સંભવીત ત્રીજી લહેરથી બચવા અને તેને રોકવા માટે વેક્સીન જ અક્સીર ઇલાજ છે તેથી વેક્સીન લેવી જોઇએ અને માસ્ક અવશ્ય પહેરવું જોઇએ તેવો સંદેશો આપતા ગણેશજી દેખાય છે.
આ પણ વાંચો:- છોકરીઓ સાથે મિટિંગ, સેટિંગ અને સંબંધ બાંધી કમાવો પૈસા, એસ્કોટ કંપનીના નામે લૂંટતા બંટી-બબલી ઝડપાયા
બીજી થીમમાં કોરોના કાળના શરૂઆતમા સમગ્ર ભારત દેશમા લોકડાઉન લાગી ગયુ હતુ. જેમા લોકો ઘરમા જ પુરાઇ ગયાં હતા. આમ લોકડાઉનની થીમ ઉપર પણ ગણેશજીની એક મૂર્તિ તૈયાર કરવામા આવી છે. જેમા ગણેશજી લોકડાઉનના કારણે ઘરમા જ પુરાઇ ગયાં હોય અને બારીની બહારનો નજારો જોતા હોય ઍમ નજરે પડે છે. ત્રીજી થીમમાં કોરોનાને કારણે બાળકોનુ ભણતર પણ થંભી ગયુ હતુ અને ત્યારબાદ ઓનલાઇન ભણતર શરુ થયુ હતુ. ત્યારે મુર્તિકાર દ્વારા ઓનલાઇન ભણતર કરતા ગણેશજીની મૂર્તિ પણ બનાવામા આવી છે. જેમા ગણેશજી કોમ્પ્યૂટરની મદદથી ઓનલાઇન ભણતર કરતા નજરે પડે છે. ત્યારે આ મુર્તિકારે કોરોના કાળના તમામ દ્રશ્યોને ગણેશજી સાથે મૂર્તિમાં કંડાર્યા છે જેને ભારે આકર્ષણ જમાવ્યું છે.
આ પણ વાંચો:- પાકિસ્તાનની ચાલ? સરહદ પેટ્રોલિંગ વચ્ચે પાક.માંથી ભાગી કચ્છ કઈ રીતે પહોંચ્યો કિશોર
મુર્તિકાર દક્ષેસ જાગીડ કહે છે કે ખાનગી કંપનીમાં સારી નોકરી હતી, પણ ગણેશજીની મૂર્તિ બનાવવાનો શોખ હોવાથી નોકરી છોડી છેલ્લા 3 વર્ષથી ગણેશજીની મૂર્તિ બનાવું છું. નોકરીમા મહિને 12,500 જ પગાર હતો, પણ મૂર્તિ બનાવી દર વર્ષે લાખો રૂપિયાની કમાણી કરું છું. મૂર્તિ બનાવવાનો ક્લાસ નથી કર્યો, જાતે જ મૂર્તિ બનાવવાનું શીખ્યો છું, હવે ટોક્યો ઓલમ્પિકમાં ગોલ્ડ મેડલ મેળવનાર નીરજ ચોપડાના થીમ પર પણ ગણેશજીની મૂર્તિ બનાવી રહ્યો છું.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube