ચિરાગ જોશી/ડભોઈ :વડોદરા (Vadodara) માં સગીરાને પીંખીને ફરાર થઈ જનારા બંને બળાત્કારીઓ હજી પણ પોલીસ પકડથી દૂર છે. પોલીસ બંનેને હજી શોધી રહી છે. તો બીજી તરફ પોલીસે આ યુવકોને શોધવા માટે ઈનામની પણ જાહેરાત કરી છે. જેને કારણે કન્ટ્રોલ રૂમ પર વારંવાર વિવિધ પ્રકારની માહિતી આપવા માટે ફોન રણકી રહ્યો છે. ત્યારે બળાત્કારી યુવકોને કારણે ડભોઈના બે યુવકો બુરી ભૂંડી રીતે ફસાયા છે. ડભોઈમાં રહેતા બે યુવકો આરોપીઓના સ્કેચનો શિકાર બન્યા છે. બંને યુવકો સોશિયલ મીડિયા પર ટ્રોલ થયા છે. 


આડા સંબંધોના વરવા દ્રશ્યોનો Video જુઓ, પ્રેમિકાની જાહેરમાં થઈ ધોલાઈ


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વડોદરા નવલખી સગીરા દુષ્કર્મ મામલામાં ડભોઈના બે યુવકોનું જીવવું હરામ થઈ ગયું છે. ડભોઈનાં બે યુવાનો પોલીસે જાહેર કરેલા આરોપીઓના સ્કેચના શિકાર બન્યા છે. આરોપીઓ સાથે મળતો ચહેરો હોવાથી બંને યુવકોને ધમકી મળી રહી છે. સોશિલ મીડિયા પર યુઝર્સે તેઓને ટ્રોલ કર્યા છે. બંને યુવાનોને જાનથી મારી નાખવાની ધમકી મળી રહી છે. તો યુઝર્સ ફેસબુક, ઇન્સ્ટાગ્રામ પર તેઓને ગાળો આપી રહ્યાં છે. તો બીજી તરફ, કેટલાક લોકો આ યુવાનોને રિપસ્ટ સમજીને તેમનાથી ડરી રહ્યાં છે. યુવાનોના પરિવારજનોને પણ ધમકી મળી રહી છે. બંને યુવકો લોકોને આજીજી કરી રહ્યા છે કે, અમારો આ મામલામાં કોઈ જ હાથ નથી. તેમ છતા તેઓ મળતો ચહેરો હોવાને કારણે શિકાર બન્યા છે. 


એકાએક DPS બંધ કરવાની જાહેરાતથી વાલીઓ ગિન્નાયા, કહ્યું-અમારા સંતાનોના ભવિષ્યનું શું?


પોલીસે આપી છે ક્લીનચીટ
આરોપીઓ જેવો ચહેરો હોવાને કારણે આ બંને યુવકોની જિંદગી હરામ થઈ ગઈ છે. તેઓનું ઘરની બહાર નીકળવાનું બંધ થઈ ગયું છે. લોકો તેમને રેપિસ્ટ સમજીને જાનથી મારી નાખવાની ધમકી આપી રહ્યાં છે. ત્યારે બંને યુવકો કહી રહ્યા છે કે, અમારો આ મામલે કોઈ જ હાથ નથી. પરંતુ લોકો તેઓને મારવા માટે તત્પર બન્યાં છે. તો બીજી તરફ, આ મામલે યુવકોએ ડભોઈ પોલીસ સ્ટેશનમાં જાણ કરી હતી. જેના બાદ ડભોઈ પોલીસ સ્ટેશને ક્રાઈમ બ્રાન્ચને સૂચના આપી હતી. ક્રાઈમ બ્રાન્ચે આવીને યુવકોની સંપૂર્ણ તપાસ કરી હતી, અને પૂછપરછ બાદ પોલીસે સ્પષ્ટ કર્યું કે, બંને યુવકો આરોપી નથી. આમ, પોલીસે બંને યુવકોને ક્લીનચીટ આપી છે.


Video : આકર્ષક હોઠ, ભૂરી આંખોવાળી આ યુવતી કેમેરા સામે સિટી વગાડે છે, તો કરોડો લોકો પાગલ થઈ જાય છે


વડોદરા પોલીસે કર્યો ખુલાસો
નરાધમ બળાત્કારીઓને બદલે લોકો આ બંને યુવાનોને ટાર્ગેટ કરી રહ્યાં છે. તેથી વડોદરા પોલીસે પોતાના ફેસબુક પર પોસ્ટ કરીને જાણ કરી કે, બંને યુવકોની જે તસવીર વાયરલ થઈ છે, તે ખોટી છે. કોઈએ તેમનો ફોટો બળાત્કારી તરીકે વાયરલ કર્યો છે. તેથી બંનેને આરોપી સમજીને કોઈએ તેઓ પર હુમલો કરવો નહિ. અને આ બંને યુવાનોની પોલીસને જાણ પણ કરવી નહિ. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube