ઝી બ્યૂરો, અમદાવાદઃ ભારતીય ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર યુસુફ પઠાણે ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃતિની જાહેરાત કરી. પઠાણ 2007 ટી-20 વર્લ્ડકપ અને 2011માં વર્લ્ડકપ જીતનારી ટીમનો સભ્ય રહ્યો છે. ભારત માટે 57 વન-ડે અને 22 ટી-20 મેચ રમનારા યૂસુફ પઠાણે ટ્વીટ પર મેસેજ લખીને ક્રિકેટને અલવિદા કહેવાનો નિર્ણય કર્યો. તેણે પોતાના પરિવાર, મિત્રો, ફેન્સ અને બધા દેશવાસીઓના સપોર્ટ માટે આભાર માન્યો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


ક્યાંક સપનાનો મહેલ તો ક્યાંક આખી જિંદગીનું ભાડું અમદાવાદ...મારું અમદાવાદ...


37 બોલમાં ફટકારી હતી સદી:
આઈપીએલમાં યૂસુફ પઠાણે 2010માં મુંબઈ ઈન્ડિયન્સ સામે 37 બોલમાં સદી ફટકારી હતી. તે આઈપીએલ ઈતિહાસની બીજી સૌથી ઝડપી સદી છે. ક્રિસ ગેલના નામે 30 બોલમાં ફાસ્ટેસ્ટ સદીનો રેકોર્ડ છે. યૂસુફ પઠાણે 2007ના ટી-20 વર્લ્ડકપની ફાઈનલમાં પાકિસ્તાન સામે ડેબ્યુ કર્યુ હતું. ભારતે પહેલીવાર રમાયેલી આ ટુર્નામેન્ટનું ટાઈટલ પણ પોતાના નામે કર્યુ હતું. તે જ રીતે યુસુફ ફાઈનલમાં ડેબ્યુ અને ચેમ્પિયન બનવાની સિદ્ધિ મેળવનાર પહેલો ખેલાડી પણ બન્યો હતો.


Happy BirthDay Ahmedabad: કેવી રહી શહેરની 6 સદીની સફર...અમદાવાદ કલ, આજ ઔર કલ...


યૂસુફ પઠાણનો રેકોર્ડ:
ભારત માટે યૂસુફે 57 વન-ડે મેચમાં 27ની એવરેજથી 810 રન બનાવ્યા. જેમાં 2 સદી અને 3 અર્ધસદીનો સમાવેશ થાય છે. જ્યારે 22 ટી-20 મેચમાં 236 રન બનાવ્યા. વન-ડેમાં તેણે 33 અને ટી-20માં 13 વિકેટ ઝડપી.


UJJAIN TEMPLE: શા માટે ઉજ્જૈનને મનાય છે ધરતીનું નાભી સ્થળ? જાણો કાલભૈરવને શા માટે ચઢે છે દારૂનો પ્રસાદ


વિનયકુમારે પણ નિવૃતિની કરી જાહેરાત:
ભારતના ઝડપી બોલર વિનય કુમારે પણ ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃતિની જાહેરાત કરી. વિનય કુમારે સોશિયલ મીડિયા પર તેની જાહેરાત કરી. વિનય કુમારે પોતાની કારકિર્દીમાં 31 વન-ડે અને 9 ટી-20 મેચ ઉપરાંત એક ટેસ્ટ મેચ પણ રમી. તેના નામે વન-ડેમાં 38 વિકેટ, ટી-20માં 10 અને ટેસ્ટમાં 1 વિકેટ છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરોઅમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube