Bhavnagar News : ભાવનગર ડમી કાંડમાં યુવરાજસિંહને આજે કોર્ટમાં રજૂ કરવામા આવ્યો હતો. ત્યારે કોર્ટમાં રજૂ થતા પહેલાં યુવરાજસિંહે મોટું નિવેદન આપ્યું કે, આ તો શરૂઆત છે, અંત હજુ બાકી છે. સમય જવા દો પાંચ પાંડવો પણ આવશે. આગળ ઘણું બંધુ સામે આવશે. ઉલ્લેખનીય છે કે, તોડકાંડ મામલે યુવરાજસિંહને જેલ હવાલે કરવામાં આવ્યાં છે. હાલ તેમની પૂછપરછ ચાલી રહી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ડમી કાંડ મામલે ઝડપાયેલા યુવરાજસિંહ જાડેજાને પોલીસ દ્વારા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. નીલમબાગ પોલીસ મથકમાં યુવરાજસિંહ જાડેજા સામે એક કરોડ રૂપિયાનો તોડ કર્યો હોવાનો ગુનો નોંધાયો છે. જેને લઇ તેના કોર્ટે સાત દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. આ રિમાન્ડ પુરા થતા પોલીસ દ્વારા કોર્ટમાં રજૂ કરી વધુ પાંચ દિવસના રિમાન્ડની માંગ કરવામાં આવી છે. આઠમા એડિશનલ મેજિસ્ટ્રેટની કોર્ટમાં યુવરાજસિંહ જાડેજાને રજૂ કરવામાં આવ્યો હતો. સાથે ડમી કાંડ મામલે બીપીન ત્રિવેદી ઘનશ્યામ લાધવા તેમજ રાજુ ઉર્ફે આલ્ફાઝ પઠાણને પણ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો. 


આ રહી લિંક અને વોટ્સએપ નંબર, જેના પરથી તાત્કાલિક મળશે ધોરણ-12નું પરિણામ


મેં ખેસ નથી પહેર્યો એટલે મને ફસાવાય છે 
યુવરાજ સિંહ જાડેજાએ પૂર્વ શિક્ષણ મંત્રી જિતુ વાઘાણી સામે ગંભીર આરોપ લગાવ્યા છે. યુવરાજ સિંહ જાડેજેએ પૂર્વ શિક્ષણ મંત્રી જિતુ વાઘાણીને પણ સમન્સ પાઠવવા માંગ કરી. યુવરાજસિંહ જાડેજાએ કહ્યું કે પૂર્વ શિક્ષણ મંત્રી જિતુ વાઘાણીને પણ સમન્સ પાઠવવામાં આવે અને જિતુ વાઘાણીથી પણ પૂછપરછ કરવામાં આવે.. યુવરાજસિંહ જાડેજાએ ગૌણ સેવા પસંદગી મંડળના પૂર્વ અધ્યક્ષ અસિત વોરા સામે પણ આક્ષેપો કર્યા છે. યુવરાજસિંહ જાડેજાએ અસિત વોરાના નામનું સમન્સ બહાર પાડવા પણ માગ કરી છે. યુવરાજસિંહે કહ્યું છે કે મારી પાસે 30 લોકોના નામની યાદી છે અને હું પોલીસ પૂછપરછમાં નામ 30 લોકોના નામ આપીશ. યુવરાજ સિંહે કહ્યું કે મે ભાજપનો ખેસ નથી પહેર્યો એટલે મને ફસાવવામાં આવી રહ્યું છે.  


બનાસ ડેરીમાંથી શંકર ચૌધરીની અલવિદા નક્કી કે પછી જીવતદાન, ઓફિસ ઓફ પ્રોફિટ નડશે


છ આરોપીઓની ધરપકડ
ડમી કાંડ મામલે અત્યાર સુધી કુલ 6 લોકોની ધરપકડ કરવામાં આવી છે. યુવરાજસિંહ સહિત 6 લોકો સામે ફરિયાદ નોંધવામાં આવી હતી. જેમાં યુવરાજસિંહ જાડેજા, તેના સાળા કાનભા ગોહિલ, શિવુભા ગોહિલ, બિપીન ત્રિવેદી, ઘનશ્યામ લાધવા અને અલ્ફાઝખાન ઉર્ફે રાજુ સામે ગુનો નોંધાયા બાદ પોલીસ તમામની ધરપકડ કરી ચૂકી છે.


રાજકોટના વેશ ઝાઝા : એક સમયે ખીલીના મશીન બનતાં, આજે ટેન્ક-પ્લેન, રોકેટ્સના પાર્ટ બને